________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદરરોગ, શોથેરાગ ને અંડવૃદ્ધિ
૭૭૩
ચૂર્ણ નાખી પાવામાં આવે તે પિત્તદર મટી જાય છે. જે કફદરની શરૂઆત દેખાય તે સ્નેહીલિરગુટિકા અથવા પુનર્નવાદિ ગૂગળ ની બબ્બે ગોળી મળી છાશ સાથે આપવામાં આવે તો તે મટી જાય છે. સન્નિપાતોદર અસાધ્ય છે. જે પ્લીહોદરની શરૂઆત જણાય, તે કૃમિશત્રુ એટલે વાયવડિંગ શેર ૦૧ તથા ઇંદ્રજવ શેર વા એ બેને ઝીણું વાટી તેની મધમાં ચણા જેવડી ગોળીઓ વાળી, બબે ગોળી દિવસમાં ત્રણ વાર આપવાથી એ રોગ મટી જાય છે. જે ક્ષતોદરની શરૂઆત જણાય તે વાંસકપૂર, એલચી, વાયવડિંગ, ઇંદ્રજવ, અજમેદ અને કમાણી અજમાનું ચૂર્ણ તેલ વા મળી છાશમાં થોડી સાકર નાખી ફકાવવાથી એ રોગ સારે થાય છે. જે બોદરની શરૂઆત હોય તો અમૃતહરીતકી, રજની ચૂર્ણ, એટલે આંબાહળદર, સાજીખાર અને વાંસકપૂર સમભાગે લઈ તેનું ચૂર્ણ કરી ગરમ પાણી સાથે છે . તે આપવાથી એ રેગ મટી જાય છે. જે જળદરની શરૂઆત જણાય તો સ્તુહીક્ષિરગુટિકાની ત્રણ ગોળી દિવસમાં ત્રણ વાર આપવી. અથવા પુનર્નવાદિગૂગળની દિવસમાં ત્રણ વાર બબ્બે ગેળી આપવી અથવા અમૃતાદિગૂગળ દિવસમાં ત્રણ વાર બબ્બે ગોળી આપવી. અથવા ઝાડવાંની માત્રા, કાળીજીરીને ક્ષાર, વિશાળાક્ષાર અને દરેક તેલે લઈ છાશ સાથે આપવા. અથવા ખરસાણી થારના દૂધમાં ચ1ણાની દાળ પલાળી, સૂકવી તેને શેકીને તેનું ચૂર્ણ બનાવી તેમાં સૂંઠ,
મરી, પીપર, પાર, ગંધક વછનાગ, હરડાં, બહેડાં, સિંધવ, સંચળ ને સાજીખાર એ તમામને ચણાની દાળ જેટલા વજને લેવાં. તેને ભેગાં મેળવી ભાંગરાના રસમાં વાટી, એક એક વાલની ગેળી કરી, એકેક ગોળી દિવસમાં બે અથવા ત્રણ વાર ગરમ પાણી સાથે આપવાથી જાદર મટે છે. આઠે પ્રકારના ઉદરરોગમાં મૂત્ર અને છાશનું સેવન અતિ ઉપગી છે. સોજો આવ્યા પછી કેઈ
For Private and Personal Use Only