________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૭૨
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
છે, જેથી રેગી તે ભૂખને સહન કરી શકતો નથી. એટલે કફને સુકાવાથી અને પિત્તને હીગ થવાથી, પ્રકૃતિ પિત્ત ઉત્પન્ન કરનારા તથા કફ ઉત્પન્ન કરનારા પદાર્થોની માગણી કરે છે. આથી રોગી બળાત્કારે પણ તેને તાબે થતું જાય છે, એટલે જીભમાં રચિ થવાથી ખોરાક ખાઈ શકે છે. પાનવાયુ શુદ્ધ હોવાથી ખોરાકને હાજરીમાં પહોંચાડે છે પણ સમાન તથા અપાનવાયુ તે અન્નને સૂકવી નાખી પેટમાં સંચકી રાખે છે. એટલે દિન પર દિન રોગી અસાધ્યપણને પામતે જાય છે. જ્યારે કોઈ પણ પ્રકારના ઉદરરોગમાં બ્રાજકપિત્તને હીન થઈ તેની ચામડી પીળી થાય અને સેજા આવે, રેગીને ખેરાક બંધ થાય અને શ્વાસ જણાય તથા જીભ પીળી કે સફેદ થાય ત્યારે તે રેગી સંપૂર્ણ અસાધ્ય થયો છે એમ જાણવું. આઠ પ્રકારના ઉદરરોગનાં જુદાં જુદાં લક્ષણે જાણ વાની ઈચ્છા રાખનારાઓએ તે નિદાન શાસ્ત્રમાંથી જોઈ લેવાં.
ઉદરરોગમાં એટલું તે સાબિત થઈ ચૂક્યું છે કે એ રોગ ખાસ કરીને અજીર્ણમાંથી ઉત્પન્ન થાય છે, એટલે અજીણું વધીને ઉદરરેગનું સ્વરૂપ પકડે, ત્યાં સુધીમાં એના ઈલાજ ફતેહમંદીથી થઈ શકે છે. પણ જ્યારે ઉદરરોગ સંપૂર્ણ રૂપમાં દેખાય અને કોઈ કઈ જાત. ના ઉપદ્રવ જણાય ત્યાર પછી તે રોગી ભાગ્યે જ સારે થાય છે. એટલા માટે પેટ મેટું થઈ પેટની ચામડી ચળકતી થવા માંડે કે તરત ઉદરરોગના ઉપાય શરૂ કરવા અને તે પછી જે તાવ, ખાંસી, શ્વાસ, અરુચિ અને સેજા જણાય છે તેની વ્યર્થ ચિકિત્સા કરવી નહિ.
વાતેદારની શરૂઆતમાં અમૃત હરીતકી, વિશાળાક્ષાર અને શ્રીફળફારની ૦ તોલાની માત્રા છાશ સાથે આપવાથી એ રેગ મટી જાય છે. જે પિત્તોદરની શરૂઆત હોય તે અમૃત હરીતકીની માત્રા - તેલ છાશમાં સિંધવ, હિંગ અને રાઈનું
For Private and Personal Use Only