________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદરરોગ, શેરગ ને અંડવૃદ્ધિ
૭૬૦
નાઈકંદને ઉપયોગ કરવામાં આવે તેટલા દિવસ તેલ, મરચું, હિંગ, ખટાશ, ચણા, ગોળ અને ખાંડ બિલકુલ ખાવા દેવાં નહિ, આ પ્રમેહપિટિકાઓ પૈકી સરાવિકા, કચ્છપિકા અને વિધિ નામની પિટિકાઓ પાઠાના નામથી ઓળખાય છે અને જાલિની નામની પિટિકા રફીના નામથી ઓળખાય છે. સસંપિકા, મસૂરિકા અને પુત્રિ એ ત્રણ પિટિકા વિસર્પ એટલે ચેપિયા રતવાના નામથી ઓળખાય છે, અને વિનતા નામની પિટિકા પહાડિયા રતવાના નામથી ઓળખાય છે; પણ જે પિટિકાની ગાંઠ ચામડીની નીચે હોય અને ઉપર એક ફોલ્લી થઈ હોય તે ફલ્લીની આસપાસ જે રાતી ચામડી હોય, તે તે ચિકિત્સા કરવાથી મટે છે; પણ જે તેમ ન હોય તે તે પિટિકા બે ચાર કલાકમાં અથવા એક બે દિવસમાં રોગીને પ્રાણ લે છે. માટે પ્રમેહ કરતાં પણ પ્રમેહપિટિકાની ચિકિત્સા ઘણું જ બુદ્ધિપૂર્વક કરવાની છે. १९-उदररोग, शोथरोग ने अंडवृद्धि
ઉદરરોગ વાયુથી, પિત્તથી, કફથી, સન્નિપાતથી, પ્લીહાથી, મળથી, ક્ષતથી અને પાણીથી એટલે વાતદર, પિત્તદર, કફદર, સન્નિપાદર, પ્લીહેદર, બદ્ધોદર, ફદર અને જળદર મળીને આઠ પ્રકારના ગણવામાં આવ્યા છે. ઉદરરોગમાં અજીણું પ્રાધાન્ય ભોગવે છે. જ્યારે અજીણની ચિકિત્સા બરાબર થાય નહિ અને રેગી શ્રદ્ધાપૂર્વક ઉપચાર કરાવતાં કુપથ્યનું સેવન કરતે જાય, ત્યારે તે તે અજીર્ણના વિકાર પામેલા ભાગે કોઠાને બગાડી જુદી જુદી જાતના પિતાના ગુણધર્મ પ્રમાણેના ઉદરરોગને ઉત્પન્ન કરે છે. જે માણસને સામાન્ય અજીર્ણ થાય અને તેમાંથી મંદાગ્નિ ઉત્પન્ન થઈ તેની ઉપેક્ષા કરવામાં આવે, ત્યારે મળાશયમાં રહેલે
આ. ૨૫
For Private and Personal Use Only