________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂત્રકૃચ્છ, મૂત્રઘાત અને અશ્મરી--પ્રમેહ રોગ ૭૪૫
-
-
-
-
રસ્તે લેહી પડતું હોય અને રોગી જળ વિનાની માછલી પ્રમાણે તરફડતો હોય, તે વખતે એક વાલ આ ગર્ભવિલાસ રસ, બે તેલા તલના તેલમાં મેળવીને પીવે અને ઉપરથી ચારથી આઠ તેલા તાજું તલનું તેલ પાવું એટલે બે કલાકમાં તુરત રોગીને શાંતિ થશે. એ પ્રમાણે ત્રણ દિવસ, દિવસમાં બેત્રણ વાર પડીકાં આપવાથી લેહી પડતું બંધ થઈ જાય છે અને પેશાબ સાફ ઊતરે છે. આ રસ આપ્યા પછી જે રોગીને જીવ કચવાય અને ઊબકા આવે તે વધારે તેલ પાવું, એટલે ઊબકા તથા કચવાટ બંધ થઈ જશે. આ ગભવિલાસ રસ ચાલતે હેય તેવા રોગીને ખાંડ, દૂધ, ઘી, હિંગ તથા ચણાની પરેજી રખાવવી. - ઇંદ્રિયજુલાબ-સૂરોખાર, ફુલાવેલી ફટકડી, રેવંચીની ખટાઈ, પાષાણભેદ, ચિનીકબાલા, એલચી, સાકર અને સોનાગેરુ એ સર્વ સમભાગે લઈ ચૂર્ણ કરી, તેમાંથી અધે તેલ ચૂર્ણ લઈ, અ શેર પાણી તથા અર્થો શેર દૂધ ભેગું કરી, તેમાં આ ચૂર્ણ મેળવી તેને કાંસાના કે કાચના પાત્રમાં નાખી, એક પાત્રમાંથી બીજા પાત્રમાં ધાર પાડી, એવી રીતે એક વાર ધાર પાડ્યા પછી, તમામ દૂધ અને પાણી પાવું. આથી પેશાબ પુષ્કળ આવીને પેશાબમાં બળતી અગન મટી જાય છે. અથવા દહીંની છાશ બનાવી તેમાં ફુલાવેલ ટંકણખારનું એક વાતનું પડીકું મેળવીને પાવાથી ઇંદ્રિયજુલાબ થાય છે અને બંધ થયેલે પેશાબ છૂટે છે. અથવા મૃગાંકરસ મધમાં આપવાથી પ્રમેહ ઉપર સારું કામ કરે છે. અથવા હજરતીહાઉ નામને અર્બસ્તાનથી ખારેકી બેર જે પથ્થર આવે છે, તેને ચોખાના ધાવણમાં ઘસીને પાવાથી પેશાબ છૂટે છે. નાનાં બાળકને પેશાબ બંધ હોય તે હજરતીહાઉ ઘસીને પેઢા ઉપર ચોપડવાથી પેશાબ છૂટે છે. પણ હજરતીહાઉ વારેવારે ઘસીને પાવાથી રોગીના સાંધા રહી જાય છે, માટે જરૂર
For Private and Personal Use Only