________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂત્રકૃચ્છ, મૂત્રઘાત અને અશ્મી -પ્રમેહ રેગ ૭૪૩ ઉકાળો કરી ગાળી લેવું. ગૂગળને ઉકાળો કરી ગાળી તેમાં મેળવવો. શિલાજિતનું પાણી ઉકાળ્યા વિનાનું તેમાં મેળવવું. પછી એ ત્રણેને ચૂલા ઉપર ચડાવી ઉકાળવું. ઊકળતા ઘન જે પદાર્થ થાય ત્યારે લોહભસ્મ, માલિકભસ્મ, વાંસકપૂર અને સાકર મેળવીને ચાસણી કરી તેને સુકાવા દેવી. પછી તેને ઘીને હાથ દઈ ખૂબ ખાંડી, ઘીના ચીકણા હાથથી અરીઠાની મીજ જેવડી ગેળીઓ વાળવી. તે ગેળીમાંથી દરરોજ એકેકી અથવા બબ્બે દિવસમાં ત્રણ વાર પાણી સાથે આપવાથી મૂત્રકૃચ્છ, મૂત્રવાત, શકરાશ્મરી અને સર્વ જાતના પ્રમેહ ઉપર ઘણું સારું કામ કરે છે. આ દવાનું છે કે રેગી એક વરસ સેવન કરે, તો તેના મધુમેહને એટલે મીઠા પેશાબના રોગને જડમૂળથી કાઢી નાખે છે. પરંતુ તે રોગીએ ખાંડ, દહીં, હિંગ, દારૂ, મરઘી તથા તેનાં ઇંડાં અને માંછલાને જીવતાં સુધી ત્યાગ કરવો આવશ્યક છે. સામાન્ય પ્રમેહ, મૂત્રકૃચ્છું અને મૂત્રઘાતમાં ખાંડ, હિંગ તથા દારૂને ત્યાગ કરે જઈએ. આ ચંદ્રપ્રભા ગેળીથી સ્ત્રીઓ તથા પુરુષના મૂત્રાશયને અને પેશાબના તમામ રોગ મટે છે. જે મૂત્રકચ્છ કે મૂત્રઘાત થયેલ હોય તે દર્ભનાં મૂળ, શેરડીનાં મૂળ, ડાંગર (ભાત) નાં મૂળ, કાસનાં મૂળ અને દરેઈનાં મૂળ સમભાગે લઈને તેને ઉકાળો કરી, વાંસકપૂરનું ચૂર્ણ મેળવીને પીવામાં આવે, તે પેશાબની છૂટ સુખરૂપ થાય છે. અથવા ભૈયપાતરીની ભાજી અને લીલી હળદરને રસ કાઢી, તે બે તેલા રસમાં એક વાલ આગળ લખેલે સૂર્યાવર્તારસ મેળવી પાવાથી મૂત્રઘાત તથા મૂત્રકૃચ્છને મટાડે છે. અથવા નેતરને કટકે આઠ આંગળને લઈ તેને એક છેડો સળગાવી, બીજે છેડેથી બીડીની માફક તેને ધુમાડે પીવામાં આવે તે મૂત્રઘાતથી બંધ થયેલે પેશાબ તરત છૂટે છે. જે માણસ ધુમાડો ન પી શકે તેને ચેખાના જોવણમાં
For Private and Personal Use Only