________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂત્રકૃચ્છ, મૂત્રઘાત અને અમરી-પ્રમેહ રોગ ૭૬૧
નાશ કરે છે. આ સાથે રાત્રે સૂતી વખતે ત્રિફળા, સાકર અને હળદરનું ચૂર્ણ લે છે, ઘી તથા મધ સાથે આપવાથી દુસ્તર પ્રમેહને જલદીથી જરૂર નાશ થાય છે. (અમારી બનાવટ છે).
૩૮-ડૉકટર મગનલાલ ત્રિજભૂખણદાસ સુરત
મૂત્રાશયન તીર્ણ વરમ –મુગલાઈ બેદાણા તાલે , સુખમ ખતમી તોલે છે, ઈસબગુલ તેલે એને અડધો કલાક રા તોલા પાણીમાં ભીંજવી, ગાળી સાકર નાખી પીવું. બે-ચાર દિવસ બે વખત પીવાથી મૂત્રાશયને વરમ, દાહ તથા મૂત્રઘાત મટે છે, એ મારે અનુભવ છે.
૩૯-વૈદ્ય ઉમિયાશંકર મહાસુખરામ-ઉમરેઠ ઊનવા માટે વરિયાળીનું ચૂર્ણ ૧ થી ૨ તેલા સુધી એક શેર પાણીમાં સાકર તેલા ૨ સાથે પીવાથી ઊનવા મટે છે. દિવસમાં બે વખત પીવું.
૪૦–વૈદ્ય અંબારામ શંકરજી પંડયા-વાગડ
૧. ગંગેશ્વર રસ–શુદ્ધ કથીર તથા પારાને એકત્ર ગરમ કરી મેળવી ખરલમાં કુંવારના રસમાં ખૂબ વાટી તેની ગેળીઓ કરી કાચના વાસણમાં પકવવી; જેથી સફેદ ભસ્મ થાય તે અંગેશ્વર રસ કહેવાય છે. તે પાંડુ, પ્રમેહ તથા નિર્બળપણને મટાડે છે, તેમજ કમળાને પણ મટાડે છે.
૨. મેહનાશન રસ–લોહભસ્મ, રસસિંદૂર, સુવર્ણ માક્ષિકભસ્મ અને ગંધક એ સર્વ સમભાગે લેવા અને ઇંદ્રજવના કવાથમાં ઘૂંટી એક વાલ મગ સાથે ચાટવાથી પ્રમેહ મટે છે.
૩. મેહાંકુશ રસ –બંગભસ્મ, પારદભસ્મ અને ગંધક સમ
For Private and Personal Use Only