________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂત્રકૃચ્છ, મૂત્રઘાત અને અશમરી–પ્રમેહ રેગ હ૬૩
૪૩–વૈદ્ય નાશ કર હરગોવિંદ અવર્યું–બારડોલી
પ્રમેહ માટે-આંબાહળદરનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી એકથી બે વાલ સુધી દિવસમાં ત્રણ વાર આપવું. ઉપર કાચું તલનું તેલ નવટાંકથી ૦ શેર સુધી પાવાથી પ્રમેહ મટે છે. વીસ પ્રકારના પ્રમેહ પૈકી માત્ર ચાર વાતજન્ય પ્રમેહમાં ફાયદે કરતું નથી, પણ બાકીના પ્રમેહ મટશે. દરદીને જાણ ન પડે તે માટે ઘાપહાણનું પડીકું પણ સાથે આપવું.
૪૪–ડોકટર ચંદુલાલ મુકુંદરાય-પાટણ પ્રમેહ માટે-સફેદ જીરુ તેલ ૧, કલમી સૂરા માસા , રેવંચીની ખટાઈ માસા ,ચિનીકબાલા માસા ૬ અને ખડબૂચના બીને ગર્ભ તેલ ૧, એ સર્વને કા શેર પાણીમાં વાટી કપડેગાળી, તેમાં ત્રણ તલા સાકર નાખી બે ત્રણ વાર પીવાથી પ્રમેહ મટે છે.
ક્ષ-વૈદ્ય નંદરામ પ્રાગજી–નાગેશ્રી સાકરિયા (મધુપ્રમેહ) ને ઉપાયઃ-કરાળ જમીનમાં ઊગેલ આવળનાં મૂળની છાલ અને રસાયણ ગંધક, એ એ કેક તેલ તથા અફીણ તેલ ગ, શિલાજિત લે છે, એનું બારીક ચૂર્ણ કરી ૩ થી ૬ રસ્તી નીચે લખેલા કઈ પણ અનુપાન સાથે લેવાથી મધુપ્રમેહ અવશ્ય મટે છે.
અનુપાન –કાચા ઉંબરાના રસમાં, બાવળની છાલના કવાથમાં જાંબુના ઠળિયાના કવાથમાં, ગોરખગાંજાના રસમાં આમાંથી કોઈ પણ અનુપાન સાથે આપવું. પશ્ચ-જવ, દાળ, ભાત અને દૂધ, તથા કુપથ્ય-મિષ્ટાન્ન છે.
૪૬–સાધુ ગંગાદાસ સેવાદાસ-સુરત શિલાજિત એક આનીભાર લઈ ગરમ દૂધ સાથે ખાવાથી પ્રમેહની અગન બળતી હોય તે મટે છે.
For Private and Personal Use Only