________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂત્રકૃચ્છ, મૂત્રધાત અને અમરી-પ્રમેહ રોગ હ૪૧
-
-
-
-
- -
-
-
- -
-
-
-
-
-
પુરુષને વાતરક્ત (પત)ને રોગ થાય છે. એટલા માટે ઈશ્વરી સૃષ્ટિમાં રોગની વૃદ્ધિ નહિ કરવા માટે, જે પુરુષને પ્રમેહ થયે હોય તે પુરુષ પ્રમેહ થયા પછી સંતતિ ઉત્પન્ન કરવી નહિ, એવું અમારું માનવું છે. ઘણાં બાળકને પેશાબ કરતાં જમીન પર ધોળા ડાઘ પડે છે અથવા કપડા ઉપર ડાઘ પડે છે, તે ઉપરથી તેના બાપને પ્રમેહ થયેલે અને તે પછી સંતતિ ઉત્પન્ન થયેલી એમ ગણાય છે. હવે તે સંતતિ જ્યારે પુષ્ઠ વયે આવે છે ત્યારે તેને પ્રમેહ, મૂત્રકૃચ્છ, પથરી અને મૂત્રઘાતના રોગો જેવામાં આવે છે. તેવી જ રીતે જે પુરુષને ફિરંગરોગ (ચાંદી) થયે હોય અને તે મટ્યા પછી જે. સંતતિ ઉત્પન્ન થાય, તો તેને આગ, બદ, અંડમાં સોજો, મોઢામાં મધુરાના ફલ્લા, ગળામાં રોહિણી નામને રેગ, કંઠમાળ, અબુધ, અપચી, ગળચંડ અને ગળતુંડી જેવા મહાન વ્યાધિઓ થાય છે. એટલું જ નહિ પણ આંખના અને માથાના અસાધ્ય રેગો થાય છે. તેમાં પાંગળાપણું, લૂલાપણું, ફાંગાપણું અને કંપવા પણ થાય છે. એટલા માટે જ ધર્મશાસ્ત્ર તથા વૈદકશાસ્ત્ર બ્રહ્મચર્ય પાળવાને સખત ફરમાન કરેલું છે. હાલમાં ચાલતા રિવાજ પ્રમાણે તનખિયો અને મીઠે પરમિએ એવી બે જાત ઘણું લેકેના જાણવા તથા માનવામાં છે. બીજી જાતના પ્રમેહ ઉપર રેગીઓનું તેમ વૈદ્યોનું ઘણું લક્ષ હોય એમ જણાતું નથી. અમારા વિચાર પ્રમાણે મૂત્રકચ્છ, મૂત્રઘાત, અશ્મરી (પથરી) અને પ્રમેહ એ ચારે રોગ એક ગોત્રમાં ઉત્પન્ન થયેલા, પાસે પાસેના પિત્રાઈ હોય એમ જણાય છે. તેથી એ રોગના અમારા અનુભવેલા ઉપાયે સામાન્ય રીતે નીચે પ્રમાણે લખીએ છીએ.
નિદાનશાસ્ત્રમાં મધુમેહના ટીકાકારે મધુમેહીને પેશાબ મધ જે લખેલે છે, પરંતુ અમારા વિચાર પ્રમાણે મધુને અથ મધ નહિ કરતાં મદિરા કરે વધારે બંધબેસતે છે. કારણ કે મદિરા
For Private and Personal Use Only