________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂત્રકૃચ્છ, મૂત્રઘાત અને અશ્મરી-પ્રમેહ રોગ હ૩૯
તે, જેમાં મૂત્રસ્રાવ અતિશય થાય તે, જે મેહ સરાવિકાદિ ફાલ્લીઆથી યુક્ત હાય તે, જે જડ થઇ શરીરમાં ઘર કરી બેઠા હાય છે તે, મેહવ્યાધિએ રાગીના પ્રાણઘાતક છે, જે મેહી પિતાથી ઉત્પન્ન થયેલા પુત્રને મેહવ્યાધિ લાગુ પડે છે, તે ખીજાના દોષને લીધે સાધ્યુ થતા નથી.
જો તમામ જાતના મેહવ્યાધિઓ ઉપર સત્વર ઔષધ કરવામાં આવતું નથી, કિ’વા વિરુદ્ધ ઔષધ કરવામાં આવે છે, તે ઉપર કહેલા વીશ પ્રકારના પ્રમેહ, મધુમેહની અવસ્થા પામી અસાધ્યત્વ ધારણ કરે છે. મધુમેહમાં મૂત્રના રગ મધ જેવા થાય છે. મધુમેહ ધાતુક્ષયથી થાય છે તથા અન્ય દાષા વાયુના માગ ઘેરી લે છે ત્યારે મધુમેહ થાય છે. વાયુની ગતિ રાકવાથી થતા મધુમેહમાં જો પિત્તનું બળ વિશેષ હાય તે તેના અડકાશ અણુધાર્યો ક્ષણમાં ક્ષીણ અને ક્ષણમાં પૂર્ણ થાય છે. મેહવ્યાધિમાં રાગીને ઘણું કરી મધના રંગના પેશાબ થાય છે તથા તેના આખા શરીરમાં મધુરપણુ′ આવે છે, તેથી બધી જાતના મેહુને મધુમેહની એક સાધારણ સ’જ્ઞાથી ઓળખવામાં આવે છે.
વર્તમાનકાળમાં ઘણા લેાકેા મીઠા પેશાબના રાગથી પીડાતા માલૂમ પડે છે. હાલના ચિકિત્સકો તેના મૂત્રને રાસાયનિક રીતે તપાવી અથવા ચાખી, મૂત્રમાં ક્ષાર, ખટાશ કે મીઠાશ અથવા રેતી જાય છે કે નહિ તે નક્કી કરે છે; પરંતુ વીશ પ્રકારના પ્રમેહમાં ઇહ્યુમેહ, શક રામેડ, વસામેહ અને મજજામેહ એના પે. શાખ મીઠા હાય છે. એ મીઠા પેશાબને પારખવા માટે અમારા અનુભવ એવા છે કે,જે રાગીના પેશાખમાં મીઠાશ એટલે મધુરપણું ઉત્પન્ન થાય છે, તે રાગી જ્યાં પેશામ કરે છે ત્યાં આગળ કીડીએ અથવા માડા આવીને વળગે છે, જો પેશાખમાં શ્રુમેહની
For Private and Personal Use Only