________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂત્રકૃચ્છ, મૂત્રઘાત અને અમરી-પ્રમેહ રેગ પહ
પલાળી ગાળી લઈ તે લુઆબમાં સાકર મેળવી પાવાથી આઠ દિવસમાં પ્રમેહ મટી જાય છે. ચીકણે લુઆબ પેટમાં જવાથી બાદી જેવું જણાય તે દર ટેકે કાળાં મરી ત્રણ ખાઈ જવાં તથા વરિયાળી પાન સાથે ખાવી. ઝાડો કબજ થાય તે રાત્રે ત્રિફળાની ફાકી આપવી એટલે મટી જશે.
ર૭–વૈધ જમનાદાસ મદનજી વૈષ્ણવ-વેરાવળ
જવનું પાણું કરી પીવા આપવું. જવખાર પાણી સાથે પીવા. થી, તકમરિયાં પાણીમાં નાખી હલાવીને (પલાળીને) સાકર નાખી પાવાથી, દિવસમાં ત્રણ વખત ત્રિફળાની ફાકી મારવાથી, સુખડનું તેલ આ દરદ માટે ઘણું જ અકસીર છે, માટે તેનાં બે ત્રણ ટીપાં સાકરમાં અગર પતાસામાં આપવાથી, બળદાણા, શતાવરી, ગોખરુ અને એખરો, એની ફાકી દૂધમાં અથવા પાણુમાં આપવાથી અથવા બંગભસ્મ આપવાથી પ્રમેહ મટે છે.
૨૮–વૈદ્ય અંબારામ શંકર પંડ્યા-વાગડ ૧. પ્રમેહ–બહફળી પલાળી તેને ચાળી તે પાણીમાં પડી સાકર તથા સુવર્ણ માક્ષિક ભમ નાખી પીવાથી પ્રમેહ મટી જાય છે. જે ઈન્દ્રિય ઉપર સોજો હોય તે વડ, પીપર, પીપળ, પારસ, ઉંબરે (ગુલર) એ દરેકની છાલ લાવી પાણીમાં ઉકાળે કરી, એ પાણીમાં બારીક કપડું બળી ઇન્દ્રિય ઉપર લપેટી આખો દિવસ તે પાણી રેડ્યા કરવું, જેથી સોજો ઊતરી જશે. અંદર પીડા હોય. તે આમળાં ઉકાળી તે પાણીથી પિચકારી લેવી, પછી બહફળીવાળો પ્રયોગ કરવાથી ગમે તે પ્રમેહ મટી જાય છે.
૨. દારૂડીનાં મૂળની છાલ તેલે છે અને સાકર તેલ ૧ મેળવી ત્રણ ભાગ કરી દિવસમાં ત્રણ વખત આપવાથી પ્રમેહ મટે છે.
૩. ગાયનું દૂધ શેર લઈ તેમાં કુંવારને રસ તોલા રા
For Private and Personal Use Only