________________
વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય મંત્રીએ પણ નવા મહીપતિને સાવધાન રહેવાની સૂચના કરી હદયમાં એક સંકલ્પ કરતા પોતપોતાને ઘેર ગયા. | મહીપતિએ રાજમાર્ગો ઉપર સેવકેને ગોઠવી દીધા. તેમને જાગૃત રહેવાની સુચના કરી, તેમજ જે દિશા તરફથી એ દુષ્ટ નિશાચર આવતા હતા તે તરફના દરવાજા આગળ અનેક જાતિનાં પકવાન, મેવા. મીઠાઈના મોટા મોટા થાળે મુકાવ્યા, તેમજ ફળ, ફુલ, અત્તર વગેરે અનેક પ્રકારની સામગ્રી ત્યાં મુકવામાં આવી, તેની આજુબાજુ ગુપ્ત રીતે પહેરેગીરે ( રાજસેવકે )ને ગોઠવી સુચના કરી રાજા રાજમહેલમાં આવ્યો. રાજમહેલના એક વિશાળ ખંડની પાસે શયનગૃહ હતું ત્યાં રાત્રીએ દીપકેની જાતથી જાણે દિવસ હોય તે આભાસ થતો હતો. એ વિશાળ ખંડમાં પણ મહીપતિએ સેવક પાસે અનેક પ્રકારના પકવાનના થાળ, દૂધના કટારાઓ તેમજ ફળ, ફુલ અને મેવાની અમુક સામગ્રીઓના મનહર થાળે ગોઠવાવ્યા, સુગંધી તેલ, કુલેલ અત્તરના કટારાઓની ખુશબેથી સારાય રાજમહાલયની હવામાં નવચેતન આવ્યું. આજુબાજુ રાજસેવકેને જાગૃત પણું રક્ષણ કરવાની આજ્ઞા ફરમાવી મહિપતિ એ વિશાળ ખંડના શયનગૃહના દ્વાર પાસે પલંગ ઉપર તલવાર હાથમાં લઇને સાવધાનપણે બેઠે. મધ્યરાત્રીનાં ચોઘડીયાં વાગી રહ્યાં, ને નિશાએ પોતાનું ભયંકર રૂપ ધારણ કર્યું. ત્યાં તે શી ભયંકર ગજેના? આફત!
એ ભયંકર ગજનાએ અનેકનાં હૃદય હલાવી નાખ્યાં. આખાય દિવસની મેજ અદશ્ય થઈ ગઈ, અને આ ભયંકર દૈત્ય શું કરશે ને શું નહિ કરે, તેમજ આ નવા રાજાનેય તે દુષ્ટ રાક્ષસ મારી નાખશે કે શું ! આવા વિચારે કેનાં કલેજા કાંપવા લાગ્યાં.