________________
પુયપાપ પ્રરૂપક તૃતીય અંકઃ સમયસાર ગાથા ૧૫૧
છે - જ્ઞાનપરિણમન - જ્ઞાનભવન રૂપ સમયમાં - સ્વસ્વરૂપની મર્યાદામાં સ્થિતિ કરે છે તે સાક્ષાતુ. સમય સારભૂત મુનિઓ અવશ્ય મોક્ષ પામે છે. (૫) જે શુદ્ધમાં સ્થિત છે - સકલ નયપક્ષથી અસંકીર્ણ એક અદ્વૈત જ્ઞાનમાં જ સ્થિતિ કરે છે તે શુદ્ધ મુનિઓ અવશ્ય મોક્ષ પામે છે. (૬) જે કેવલીમાં સ્થિત છે - જે કેવલ ચિન્માત્ર વસ્તુમાં - સ્થિતિ કરે છે તે કેવલી મુનિઓ અવશ્ય મોક્ષ પામે છે. (૭) જે મુનિમાં સ્થિત છે - મનન માત્ર ભાવમાત્રમાં સ્થિતિ કરે છે તે ખરેખરા મુનિભાવ સ્થિત મુનિઓ અવશ્ય મોક્ષ પામે છે. (૮) જે જ્ઞાનીમાં સ્થિત છે - સ્વયમેવ કેવલ જ્ઞાનપણે સ્થિતિ કરે છે તે જ્ઞાની મુનિઓ અવશ્ય મોક્ષ પામે છે. (૯) જે સ્વભાવમાં સ્થિત છે - પરભાવમાં ન જતાં કેવલ સ્વના ભવન માત્રપણામાં સ્થિતિ કરે છે તે સ્વભાવ સ્થિત મુનિઓ અવશ્ય મોક્ષ પામે છે. (૧૦) જે સદ્ભાવમાં સ્થિત છે - સ્વ થકી ચિતના ભવનમાત્રપણામાં - જેમ વસ્તુનું સ્વરૂપ અસ્તિત્વ છે તેમ કેવલ વસ્તુ સ્વરૂપે હોવાપણામાં સ્થિતિ કરે છે તે સદૂભાવ સ્થિત મુનિઓ અવશ્ય મોક્ષ પામે છે. આમ એકાર્થથી પર્યાયવાચી દશે શબ્દની પરમાર્થ ઘટના પરથી મોક્ષમાર્ગ અથવા મોક્ષ તો આત્મામાં જ છે અથવા આત્મા જ છે. તાત્પર્ય કે - કેવલ “જ્ઞાન” સ્વભાવ અથવા કેવલ “જ્ઞાન” સદ્ભાવ એ જ મોક્ષમાર્ગ છે - પરમાર્થ મોહેતુ છે.
અશુદ્ધ ઉપયોગ
શુદ્ધ ઉપયોગ જ્ઞાન સ્વભાવ
શુભ અશુભ
ભાવ
૪૩