________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર ગાથા ૧૯૭
તે પ્રકરણના' - શેઠના મુકરર કાર્યના “સ્વામિત્વનો’ – સ્વામીપણાનો - માલિક પણાનો - ધણીપણાનો
તેને અભાવ છે, એટલે તે “પ્રાકરણિક' નથી. - તે પ્રકરણના - સોદાના શેઠ - વાણોતરનું દૃષ્ટાંત (Translation) લાભ હાનિરૂપ - નફાતોટા રૂપ ફલનો સ્વામિ - માલિક –
ધણી નથી, તે તો “ચિઠ્ઠીનો ચાકર' હોઈ તે સોદાના નફાતોટા સાથે એને કાંઈ લેવા દેવા નથી; અને “બીજો” જે વ્યાપારનાર “વ્યાપારી' - વેપારી શેઠ છે, તે તો તે મુકરર કાર્યમાં - “પ્રકરણ”માં “અવ્યાપ્રિયમાણ' - નહિ વ્યાપારવામાં આવી રહેલો - નહિ પ્રેરવામાં આવી રહેલો છતાં, તે પ્રકરણના સ્વામિપણાનો તેને સદૂભાવ - હોવાપણું છે, એટલે તેના “સ્વામિત્વને લીધે’ - તે પ્રકરણના - મુકરર કાર્યના સ્વામિપણાને લીધે - માલિકપણાને લીધે - ધણીપણાને લીધે તે પ્રાકરસિક' છે, તે પ્રકરણના - સોદાના લાભ હાનિરૂપ - નફાતોટા રૂપ ફલનો સ્વામી - માલિક - ધણી છે, તે જ “ચિઠ્ઠીનો પ્રેરક' હોઈ તે સોદાના નફા તોટા સાથે તેને જ લેવા દેવા છે. તેમ સમ્યગુદૃષ્ટિ પુરુષ છે, તે દૃષ્ટિના સમ્યગુપણાએ કરીને આત્માને આત્મા ને અનાત્માને
અનાત્મા સમ્યપણે દેખે છે, તે “પૂર્વ સંચિત કર્મોદયથી” - પૂર્વે અજ્ઞાન શાની તકનો સેવ8: અવસ્થામાં સંચય કરેલા કર્મના ઉદયથી સાંપડેલા - આવી પડેલા વિષયો
સેવે છે, પણ તેને રાગાદિ ભાવોનો “અભાવ' - નહિ હોવાપણું છે, એટલે રાગાદિ ભાવોના અભાવે કરીને તેને વિષય સેવન ફલના સ્વામિપણાનો અભાવ છે. આ વિષય હારા છે ને એનું સેવનફલ મહારૂં છે એવા તેના સ્વામિપણાનું - માલિકપણાનું તેને હોવાપણું નથી, એટલે તે વિષય સેવતાં છતાં “અસેવક જ છે - વિષયોનું સેવનડપિ સેવ ઇવ, વિષયને સેવતો જ નથી. આથી ઉલટું મિથ્યાષ્ટિ છે, તે દૃષ્ટિના મિથ્યાપણાએ કરીને આત્માને અનાત્મા ને અનાત્માને આત્મા દેખે છે, તે વિષયોને “અસેવતાં છતાં” - ભલે વિષયોને ન સેવતો હોય, તો પણ તેને રાગાદિ ભાવોનો સદ્ભાવ - હોવાપણું છે એટલે “રાગાદિ ભાવોના સભાવે કરીને તેને વિષય સેવન ફલના સ્વામિપણાનો સભાવ - હોવાપણું છે, આ વિષય મ્હારા છે ને એનું સેવનફલ હારૂં છે એવા તેના
મેપણાનું - માલિકપણાનું તેને હોવાપણું છે, તેને લીધે ભલે તે વિષય ન સેવતો હોય તો પણ તે સેવક જ છે - વિષયને સેવનારો જ છે - વિષયનસેવાનોકરિ સેવવ: | આ ઉપરથી એ ફલિત થાય છે કે વિષયનું સેવન - અસેવન એ વૈરાગ્યનું મુખ્ય લક્ષણ નથી,
પણ અનાસક્ત ભાવ એ જ મુખ્ય લક્ષણ છે, કારણકે વિષયનું સેવન ન અનાસક્ત ભાવ મુખ્ય કરે, પણ અનાસક્ત ભાવ ન હોય ને અંતરમાં ભોગાદિની કામના - વૈરાગ્ય લક્ષણ વાસના હોય તો વૈરાગ્ય નથી; અને વિષયનું સેવન કરે, પણ અનાસક્ત
ભાવ હોય ને અંતરમાં ભોગાદિની કામના - વાસના ન હોય તો વૈરાગ્ય છે. તેમાં પણ વિષયના અસેવન સાથે અનાસક્ત ભાવ હોય તો તે સર્વોત્તમ છે. તથાપિ કોઈ ૨ રૂપ વિશિષ્ટ સમ્યગુદૃષ્ટિ સમર્થ જ્ઞાની પુરુષને અનાસક્ત ભાવ છતાં પૂર્વ પ્રારબ્ધોદયથી કદાચ વિષય સેવન હોય, તો પણ તેના વૈરાગ્યને બાધ આવતો નથી, એટલે “વિષયોના બંધ - ઉત્પાદનમાં નિયમ છે નહિ. અજ્ઞાનીઓને તેનાથી બંધ છે, જ્ઞાનીઓને કદી બંધ નથી - નિર્જરા જ છે, કારણકે જ્ઞાની સેવતાં છતાં સેવતા નથી' - ભોગવતાં છતાં ભોગવતા નથી !' અને અજ્ઞાની “નહિ સેવતાં છતાં સેવે છે' - નહિ ભોગવતાં છતાં ભોગવે છે ! આ આશ્ચર્યકારક પણ સત્ય ઘટના છે." ઉપરમાં કહ્યું તેમ - જેમ કોઈ વાણોતર શેઠની વતી વ્યાપાર કરે - લેવડ દેવડ કરે, પણ તે કાંઈ લાભ હાનિનો સ્વામી થતો નથી, તેના નફા-તોટામાં તેને કાંઈ લેવાદેવા નથી, તે તો માત્ર ચિઠ્ઠીનો ચાકર છે અને શેઠ પોતે બેસી રહે છે ને કાંઈ કરતો નથી, છતાં તે નફા-તોટાનો માલિક છે, લાભ-હાનિનો સ્વામી છે, તેમ સમ્યગુ દૃષ્ટિ જ્ઞાની પુરુષ પૂર્વ કર્મોદયથી સાંપડેલા વિષયો સેવતાં છતાં, રાગાદિ ભાવોના અભાવે વિષય સેવન ફલના સ્વામિત્વના અભાવથી અસેવક જ છે - નહિ સેવનારો જ છે; અને મિથ્યાષ્ટિ તો વિષયો - નહિ સેવતાં છતાં રાગાદિ ભાવોના સદૂભાવથી વિષય સેવન ફલના સ્વામિત્વને લીધે સેવક - સેવનારો
૨૨૧