________________
સ્યાદવાદ અધિકારઃ સમયસાર કલશ ૨૭૮ : “અમૃત જ્યોતિ'
उपजाति स्वशक्तिसंसूचितवस्तुतत्त्वै . व्याख्या कृतेयं समयस्य शब्दैः । स्वरूपगुप्तस्य न किंचिदस्ति,
कर्तव्यमेवामृतचंद्रसूरेः ॥२७॥ સ્વશક્તિથી તત્ત્વ સૂચંત શબ્દ, સમૈતણી એહ કરાઈ વ્યાખ્યા;
સ્વરૂપગુણ અમૃતચંદ્ર-સૂરિનું ના કિંચિત્ કાર્ય છે જ. (ના કિંચિત્ કાર્ય છે જ) ૨૭૮ * અર્થ - સ્વશક્તિ વડે કરીને જે વસ્તુતત્ત્વ સંચિત કર્યું છે, એવા શબ્દોથી સમયની આ વ્યાખ્યા કરવામાં આવી, સ્વરૂપગુપ્ત એવા અમૃતચંદ્રસૂરિનું કંઈ કર્તવ્ય જ છે નહિ. ૨૭૮
અમૃત જ્યોતિ' મહાભાષ્ય “મન, વચન, કાયાના જેગમાંથી જેને કેવળી સ્વરૂપ ભાવ થતાં અહંભાવ મટી ગયો છે, એવા જે જ્ઞાની પુરુષ, તેના પરમ ઉપશમરૂપ ચરણારવિંદ તેને નમસ્કાર કરી, વારંવાર તેને ચિંતવી, તે જ માર્ગમાં પ્રવૃત્તિની તમે ઈચ્છા કર્યા કરો એવો ઉપદેશ કરી આ પત્ર પુરો કરૂં છઉં. વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ !!!" - શ્રીમદ્ રાજચંદ્ર, એ. (૩૮૧), ૪૬૬
જો આમ છે તો પછી આ “આત્મખ્યાતિ' સૂત્રની રચના કોણે કરી ? તેનો અદ્દભુત ખુલાસો કરતા આ પરમામૃતસંભૂત અંતિમ મંગલ કળશમાં “વિજ્ઞાનઘન” અમૃતચંદ્રજી અહંવ - મમત્વ વિલોપનને પરમ અદ્ભુત પરાકાષ્ઠા દાખવે છે - સ્વશવિત્ત સંપૂરત વસ્તુતā - “સ્વશક્તિથી” - પોતાની વાચ્ય – વાચક શક્તિથી જેણે વસ્તુ તત્ત્વને “સંસૂચિત કર્યું છે - સમ્યપણે સૂચવેલું છે, એવા શબ્દોથી સમયની' - આ સમયસાર શાસ્ત્રની વા આ શાસ્ત્રના પ્રતિપાદ્ય શુદ્ધ આત્માની - સમયસારની વ્યાખ્યા કરવામાં આવી, વ્યાણ સમય શર્વ:', તેમાં “સ્વરૂપગુપ્ત' - સ્વરૂપના દુર્ગમાં ભરાઈ બેઠેલા સ્વરૂપ સુરક્ષિત એવા અમૃતચંદ્રસૂરિનું કર્તવ્ય જ “કિંચિત્' - કંઈ પણ છે નહિ - “સ્વરૂTHસ્ય ન किंचिदस्ति कर्तव्यमेवामृतचंद्रसूरेः ।' આમ શબ્દ શબ્દ પદે પદે પરમ પરમામૃત વર્ષાવતી અને સ્થળે સ્થળે પરમ પરમામૃતસંભૂત અપૂર્વ
ચિંતામણિ રત્નમય કળશોથી ચૈતન્ય - સ્વયંભૂ રમણ સિંધુનો અમૃતઘન રસ નમસ્કાર હો ‘સ્વરૂપ ગુપ્ત પીવડાવી આ અપૂર્વ અનન્ય અલૌકિક મૌલિક “આત્મખ્યાતિ' સૂત્ર જેવી અમૃતચંદ્રને ! નમસ્કાર હો પરમ લોકોત્તર મહાકૃતિનું સ્વયં સર્જન કર્યા છતાં, મહાકવિ - બ્રહ્મા પરમર્ષિ આત્મખ્યાતિ અમૃતચંદ્રિકાને ! અમચંદ્રાચાર્યજી જે એમ કહે છે કે આ સૂત્રનું સૂત્રણ તો શબ્દોથી કરાયું
છે, અમે કાંઈ કર્યું નથી, તે આ આર્ષદૃષ્ટા શુદ્ધોપયોગ નિમગ્ન લોકોત્તર મહાશ્રમણની લોકોત્તર નિર્માનિતા અને જગમાં જેની જોડી નથી એવી અહત્વ - મમત્વ વિલોપતી અપૂર્વ પરમ અદ્ભુત આત્મસમર્પણતા પ્રકાશે છે. નમસ્કાર હો પદે પદે આવા આત્મનિમગ્ન વિજ્ઞાનઘન સ્વરૂપગુપ્ત અમૃતચંદ્રને ! નમસ્કાર હો પદે પદે અમૃતવર્ષિણી “આત્મખ્યાતિ’ - અમૃતચંદ્રિકાને !
આ કળશ કાવ્ય અંગેનું ‘અમૃત પદ અત્ર પૂર્ણાહુતિ પ્રસંગ હોઈ “અમૃત જયોતિ' મહાભાષ્ય (વિવેચના) પછી છેવટમાં મૂક્યું છે.
૮૯૩