Book Title: Samaysara Part 02
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 947
________________ સમયસાર : આત્મખ્યાતિ અંતર્ભત થઈ, તેમ હમણાં અમે વિજ્ઞાનઘન ઓઘરૂપ આત્મામાં જ નિમગ્ન થઈ ગયા છીએ, એટલે આ અમારી કૃતિ ને અમે એના કર્તા એવું અમારું અહત્વ - મમત્વ પણ એમાં જ મગ્ન થઈ ગયું છે - ડૂબી ગયું છે, અર્થાત કિંચિત્ માત્ર પણ રહ્યું જ નથી એવું ‘ન કિંચિત્ છે. ' અર્થાતુ - વિજ્ઞાનઘન ઓઘમાં મગ્ન એવું તે ‘કિંચિત્' - કંઈક ખરેખર ! “ને કિંચિત્' છે - કંઈ જ નથી, અથવા “કિં ચિત્ નથી ? – શું ચિત્ નથી? એવું તે “કિંચિત્' શું છે? તો કે - જેમાંથી પૂર્વે સ્વસમય-પરસમય રૂ૫ અથવા શુદ્ધાત્મ - અશુદ્ધાત્મ રૂપ દૈત થયું હતું, જે થકી સ્વ - પરનું અહીં દ્રયરૂપ અંતર થયું હતું અને પરનું નિમિત્ત પામીને રાગ - દ્વેષનો પરિગ્રહ હોતાં જે થકી આ રીતે ક્રિયા અને કારકોનું ઉપજવું થયું હતું - (૧) વ્યવહારથી પરનો કર્તા થઈ, ૨) પરનું કર્મ કરતો, (૩) પરનું કરણ ગ્રહી પરને પરવડે પ્રકરતાં, (૪) પરનું પરને દાન કરતાં – પરાર્થ સંપ્રદાન કરતાં, (૫) પરનું દ્રીકરણ કરી પરમાંથી અપાદાન કરતાં, (૬) અને પૂર્વે પરનું અધિકરણ પણ પરમાં જ કરતાં - એમ પરનું ક્રિયાકરણ કરતું અનંત કારકચક્ર પ્રવર્યું હતું; પર, પરનો, પરથી, પરાર્થે, પરમાંથી, પરમાં જ કરતો એમ પર ક્રિયા કરનાર ષકારકની ઉલટી જ ગંગા વહી હતી ! એમ આત્મબાધક ષકારકનું મહા દુશ્ચક્ર (Vicious cycle) વિષક્રિયા રૂપ વિષચક્ર સાધક ચક્રથી વિપરીત રીતે – વિમુખ મુખે ચાલ્યું હતું અને એ વિષક્રિયાનું વિષમય એવું સકલ અનંત ફલ ભોગવતાં જે કિંચિત્ થકી અનુભૂતિ અત્યંત ખિન્ન થઈ હતી - ખેદ પામી હતી - થાકી ગઈ હતી, તે હમણાં વિજ્ઞાનઘન ઓઘમગ્ન કિંચિતુ ખરેખર ! “ન કિંચિતુ” છે, અથવા “ન કિં ચિત્’ છે – શું ચિત્ નથી? અર્થાત્ ચિત્ જ છે, આદિ – મધ્ય ને અંતમાં તેના “ચિત્” પણામાં કિંચિત્ ફેર પડ્યો નથી. કારણકે નિશ્ચય કરીને આત્મા આત્માને જ આત્માથી આત્માર્થે આત્મામાંથી આત્મામાં જ કરતો હમણાં શુદ્ધ નિશ્ચય તત્ત્વ રૂપ પરમાર્થને પામ્યો છે અને એમ એ આત્મ સાધક ષકનું સુચક્ર (meritorious cycle) સુલટું ચાલ્યું - ઉલટી ગંગા સુલટી થતાં ભવચક્ર અંત પામ્યું છે. આમ તે 'કિંચિત્'ની તે ભૂતકાળની કથની તો “ગઈ ગૂજરી’ વાત બની ગઈ છે ! ગઈ તિથિ બ્રાહ્મણ પણ પૂછે નહિ ! તે “ભૂત' અભૂતાર્થ જ ભૂત છે ! ગગન નગર ને મૃગજલ જેવી તે જેની ભૂતકાળની ઈદ્રાલ વિસરાલ થઈ ગઈ છે, એવું તે કિંચિત્ હમણાં વિજ્ઞાનઘન ઓઘમાં મગ્ન હોતાં “ન કિંચિત્' છે - કંઈ જ નથી ! કારણકે - ચિદુ ઘન વિજ્ઞાનઘનના “ઓઘમાં' - મહાસમૂહમાં વિજ્ઞાનઘન આ આત્મા મગ્ન થતાં, પરમાણું પણ ન પેસે એવો તે અભગ્ન - અખંડ ઘન વિજ્ઞાન થયો છે, અથવા વિજ્ઞાનઘનના “ઓઘમાં' - સામાન્યમાં આ વિજ્ઞાનઘન મગ્ન છે - ડુબી ગયેલ છે, એટલે આમ સામાન્યમાં વિશેષનો લય થતાં “અહં' સર્વ “ભગ્ન' થયો છે - ભાંગી ગયો છે, અથવા વિજ્ઞાનઘનના ઓઘમાં - પટલમાં આ વિજ્ઞાનઘન મગ્ન થયો છે, એટલે વિજ્ઞાન - અમૃતના “ઘન” - મેઘ વર્ષનો આ વિજ્ઞાનઘન આત્મા શુદ્ધ ચેતનામાં લગ્ન થયો છે, અથવા વિજ્ઞાનઘનના ‘ઓઘમાં' મહા પ્રવાહમાં આ વિજ્ઞાનઘન મગ્ન છે, એટલે શુદ્ધચૈતન્યના પૂરપ્રવાહમાં આ વિજ્ઞાનઘન આત્મા અનંતકાળ લગ્ન છે, અથવા વિજ્ઞાનઘનના “ઓઘમાં” - સમૂહમાં આ વિજ્ઞાનઘન મગ્ન છે, એટલે જ્યોતિમાં આ “અમૃત” જ્યોતિ ભળતાં અક્ષય અભગ્ન થઈ છે – આમ હમણાં વિજ્ઞાનઘન ઓઘમાં મગ્ન તે કિંચિત્ “ન કિંચિત્' છે, “ન કિં ચિત્' છે - અર્થાત્ ચિત્ ચિત્ ને ચિત્ જ છે. આવા અનેક પ્રકારના પરમાર્થ ગંભીર આશયવાળું આ અનુપમ તત્ત્વ વિજ્ઞાન પરમ જ્ઞાની ભગવાન “વિજ્ઞાનઘન અમૃતચંદ્રાચાર્યજીએ આ “અમૃત કળશમાં સંભૂત કર્યું છે - જેનું યત્ કિંચિત્ દિગ્ગદર્શન અત્ર તે ભગવાનના દાસ આ અમૃત” જ્યોતિ મહાભાષ્યકારે યથામતિ કર્યું છે. ૮૯૨

Loading...

Page Navigation
1 ... 945 946 947 948 949 950 951 952