Book Title: Samaysara Part 02
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 945
________________ સમયસાર : આત્મખ્યાતિ शार्दूलविक्रीडित यस्माद्वैतमभूपुरा स्वपरयोर्भूतं यतोऽत्रांतरं, रागद्वेषपरिग्रहे सति यतो जातं क्रियाकारकैः । भुंजाना च यतोऽनुभूतिरखिलं खिन्ना क्रियायाः फलं, तविज्ञानघनौधमग्नमधुना किंचित्र किंचित्खलु ॥२७७॥ જ્યાંથી તૈત થયું પુરા, સ્વ - પરનો જેથી થયો અંતરો, રાગ - દ્વેષ પરિગ્રહ જનમિયા જેથી ક્રિયા કારકો; ક્રિયાનું ફળ ભોગ'તી અનુભૂતિ ખિન્ના થઈ જે થકી, તે વિજ્ઞાનઘનૌઘમગ્ન અધુના કિંચિત્ ન કિંચિત્ નકી. કિંચિત ન કિંચિત્ નકી?) ૨૭૭ અમૃત પદ – (૨૭૭) વિજ્ઞાનઘન ઓઘમગ્ન તે હાવાં, કિંચિતુ ખરે ! ન કિંચિત, વિજ્ઞાનઘન ઓઘમગ્ન તે તે હાવાં, કિંચિત્ ખરેન કિં ચિત? વિજ્ઞાનઘન ઓઘમગ્ન. ૧ જેમાંથી થયું àત પૂર્વમાં, સ્વ - પર સમય સ્વરૂપ, જેહ થકી સ્વ - પરનું અંતર, થયું અહીં યરૂપ.... વિજ્ઞાનઘન ઓઘમગ્ન તે હાવાં. ૨ રાગ-દ્વેષનો પરિગ્રહ હોતાં, પરનું પામી નિમિત્ત, જેહ થકી અહીં ક્રિયા-કારકો, ઉપજ્યા'તા આ રીત. વિજ્ઞાનઘન ઓઘમગ્ન તે હાવાં. ૩ વ્યવહાર થઈ પરનો કર્તા, પરનું કર્મ કરંત, પરનું કરણ ગ્રહતો પરને, પર વડે પ્રકરંત... વિજ્ઞાનઘન ઓઘમગ્ન તે હાવાં. ૪ પરનું પરને દાન કરતો, પરાર્થ સંપ્રદાન, પરનું દ્રીકરણ કરી કરતો, પરમાંથી અપાદાન... વિજ્ઞાનઘન ઓઘમગ્ન તે હાવાં. ૫ પરનું અધિકરણ પણ પૂર્વે, પરમાંહિ જ કરંત, પરનું ક્રિયાકરણ એમ કરતું, કારક ચક્ર અનંત... વિજ્ઞાનઘન ઓઘમગ્ન તે હાવાં. ૬ પર પર કરતો પરથી પરાર્થે, પરમાંથી પરમાં જ, પર ક્રિયાકર ષકારકની, વહી ઉલટી ગંગા જ !... વિશાનઘન ઓઘમગ્ન તે હાવાં. ૭ આત્મબાધક એમ ષકારકનું, ચાલ્યું મહા દુષ્યક્ર, સાધક ચક્રથી વિપરીત રીતે, વિષક્રિયા વિષચક્ર.. વિજ્ઞાનઘન ઓઘમગ્ન તે હાવાં. ૮ એ વિષક્રિયાનું ફળ વસમું, વિષમય સકલ અનંત, તે ભોગવતાં જેહ થકી આ, અનુભૂતિ ખિન્ન અત્યંત.. વિજ્ઞાનઘન ઓઘમગ્ન તે ઘવાં. ૯ વિજ્ઞાનઘન ઓઘમગ્ન હવે તે, કિંચિત્ ખરે ! ન કિંચિત, વિજ્ઞાનઘન ઓઘમગ્ન હવે તે, કિંચિત્ ખરે ! ન કિં ચિત્?... વિજ્ઞાનઘન ઓઘમગ્ન તે હવા. ૧૦ આત્મા આત્માને જ કરતો, આત્માથી જ આત્માર્થ, “ આત્મામાંથી આત્મામાંહિ, પામ્યો હાવાં પરમાર્થ... વિજ્ઞાનઘન ઓઘમગ્ન તે ઘવાં. ૧૧ આત્મ સાધક એ ષકારકનું, ચાલ્યું સુલટું સુચક્ર, ઉલટી ગંગા સુલટી થાતાં, અંત પામ્યું ભવચક્ર... વિજ્ઞાનઘન ઓઘમગ્ન તે હાવાં. ૧૨ ભૂતકાળની કથની તે તો, ગઈ ગૂજરી એ વાત ! ગઈ તિથિ બ્રાહ્મણ ના પૂછે, ભૂત અભૂતાર્થ જ ભૂત !... વિજ્ઞાનઘન ઓઘમગ્ન તે હાવાં. ૧૩ ૮૯૦

Loading...

Page Navigation
1 ... 943 944 945 946 947 948 949 950 951 952