________________
સમયસાર : આત્મખ્યાતિ
અર્થપૂર્ણ રીતે જોડવાની ને જોડાવાની શક્તિ કોણે આપી ? પરબ્રહ્મ અમૃતચંદ્રના નિમિત્ત વિના જડ એવા તે શબ્દો ક્યાંથી જેડાત ? ને પરબ્રહ્મ વાચી આ શબ્દબ્રહ્મ અહીં શાથી સર્જત જ શાથી? જડમાં કાંઈ પ્રજ્ઞા કે સમજણ નથી, તે તો બિચારો અચેત છે અને આ શબ્દબ્રહ્મ સર્જન તે તો પ્રજ્ઞાશ્રમણ અમૃતચંદ્રની કળાનો ‘ચિતું ચમત્કાર' છે. “ન કિંચિત્' કર્તવ્ય જ અમારૂં, એમ આપ નિર્મમ ભલે ભાખો, પણ અહો અમૃતચંદ્ર મુનિ ! “ન કિંચિત્' કર્તવ્ય જ તમારું આ શું ચિત્ ચમત્કાર દાખવતું નથી ? શબ્દ પુદગલના પરિગ્રહ ત્યાગીનો ભલે “ન કિંચિત' કાર હોય, પણ પદે પદે “આત્મખ્યાતિ'માં તે દિવ્ય આત્માનો અને કિં ચિતુ' - ચમત્કાર છે? શું ચિત ચમત્કાર નથી ? પણ હા ! એ વાત તો ખરી છે કે ગ્રંથ સકલની ગ્રંથિ વિચ્છેદી છે એવા મહા નિગ્રંથ અમૃતચંદ્ર જેવા શુદ્ધોપયોગી શ્રમણ ગ્રંથનો ગ્રંથ' - ગાંઠ - પરિગ્રહમાં કયે છેડે બાંધે ? અહો ભગવાન અમૃતચંદ્રની નિસ્પૃહતા ! અહો નિર્મમતા ! અહો પરિગ્રહલોપ ! અહો ભગવાનું અમૃતચંદ્ર દાખવેલો અહત્વ વિલોપ !
અમૃતચંદ્ર મુનીદ્ર જેનું મમત્વ છાંડ્યું છે તે શબ્દોને આલંબી આ દાસ ભગવાને તે જ શબ્દો ભાષાભેદે ગોઠવ્યા, એમાં આ “ભગવાનદાસ’ નામધારીએ શી ધાડ મારી છે ? આ તો સાગરની અંજલિ સાગરને દીધી છે એમ બુધજનો સ્વયં વિચારી લ્યો ! ઉત્તમોત્તમ શબ્દ, ઉત્તમોત્તમ અર્થ ઉત્તમોત્તમ કવિત્વ અને ઉત્તમોત્તમ ભાવ પ્રયોજીને અમૃતચંદ્ર મહાકવિ બ્રહ્માએ - આ મહાપ્રભાવી શબ્દબ્રહ્મ સર્યું છે. મહા અધ્યાત્મનાટ્યકાર આ મહાકવિ અમૃતચંદ્ર અત્રે “આત્મખ્યાતિ'માં અમૃત કળશ રૂપ સુંદર રંગભૂ પર ભારતીને - સરસ્વતીને યથેચ્છ નટાવી છે - પરમાર્થ તાલબદ્ધ નૃત્ય કરાવું છે. આવા આ અમૃતચંદ્ર અત્ર સર્વ સર્યું છે તેણે મમત્વ વન્યું ને કાંઈ ગાંઠે બાંધ્યું નહિ ! તો પછી આ ભગવાનના દાસે કાંઈ પણ સર્યું નથી, તે મમત્વને કઈ ગાંઠે બાંધે? તેથી આ દાસ ભગવાને પોતાની આ વિવેચનાનું સુનામ “અમૃતજ્યોતિ’ મહાભાષ્ય એમ રાખ્યું છે અને “અમૃત” કળશના ભાવને ઝીલ પદોનું અમૃત પદ' એ યથાર્થ નામ રાખ્યું છે. અહીં જે કાંઈ દોષ હોય તે આ ભગવાન - દાસના છે. અને જે કાંઈ ગુણ હોય તે ભગવાન અમૃતચંદ્રના છે. તેમાંથી દોષ ત્યજી, ભગવાન દાસની વિજ્ઞાપના સાંભળી, હંસજનો ગુણ ચરજે ! આ ભગવાન દાસે મુંબઈ નગરીમાં આ સ્વાધ્યાયરૂપ જ્ઞાનયજ્ઞ કર્યો અને તેમાં તન-મન-ધનની આહુતિ આપી આત્મારૂપ અમૃતફળ લીધું. આ જ્ઞાનસત્ર સંવત - ૨૦૧૭ વર્ષમાં સંપૂર્ણ થયું અને આ મહાસ્વાધ્યાય તપનો લ્હાવો લઈ આ ભગવાન-દાસ હર્ષથી ઉલ્લાસ પામ્યો.
॥ इति श्रीमद् भगवत् अमृतचंसूरिविरचिता 'आत्मख्याति' व्याख्या समाप्ता ॥
| તિ ભવતી “માભાતિ' પર ડૉ. ભવાનલિન રં - “અમૃતપર્વ સમેતિ “અમૃત ચીતિ’ મહામાર્થ સમારં છે.
૮૯૬