Book Title: Samaysara Part 02
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 918
________________ સ્યાદ્વાદ અધિકારઃ ‘આત્મખ્યાતિ’ ઉપાય ઉપેય ભાવઃ ‘અમૃત જ્યોતિ’ શકાય કર્યું છે, અર્થાત્ ‘જ્ઞાનમાત્ર' - કેવલ જ્ઞાન એ જ જ્યાં ગમન કરવાનું - જવાનું - ગંતવ્ય છે તે ઉપય સાધ્ય પ્રત્યે લઈ જનાર ‘ઉપાય’ - સાધન છે અને એ જ તે ઉપાય - સાધન થકી જ્યાં ગમન કરવાનું - જવાનું - ગંતવ્ય છે તે ‘ઉપય’ - સાધ્ય છે આ ઉપાય અને ઉપેય બન્ને એક જ્ઞાનમાત્ર છે, એનું અત્ર મહામતિ પરમ પ્રજ્ઞાનિધાન અમૃતચંદ્રજીએ અત્ર એવું તો અતિ અતિ સુવિશદ અનન્ય અદ્ભુત ચિંતન કર્યું છે, કે અચિંત્ય ચિંતામણિ રત્નના પરમ નિધાન સમા થોડા પણ પરમ પરમાર્થગંભીર અમૃત (Immortal, nectar-like) શબ્દોમાં સેંકડો ગ્રંથોથી પણ ન કહી એવો આશય સમાવી, જિનમાર્ગનો સાંગોપાંગ સકલ અવિકલ (complete & comprehensive) ક્રમ અલૌકિક મૌલિક શૈલીથી નિષ્ઠુષ (clear-cut) તત્ત્વ યુક્તિથી પ્રકાશ્યો છે आत्मवस्तुनो हि ज्ञानमात्रत्वेप्युपायोपेयभावो विद्यत एव આત્મવસ્તુના નિશ્ચયે કરીને પ્રગટપણે જ્ઞાનમાત્રપણામાં પણ ઉપાયોપેય - ભાવ વિદ્યમાન છે જ. કારણ શું ? કારણકે તે એક જ ‘સ્વયં’ પોતે સાધકરૂપે અને સિદ્ધરૂપે - એમ ઉભય રૂપે પરિણામ પામે છે, એટલે તથૈસ્થાપિ સ્વયં સાધરુસિદ્ધરૂપોમય પરિગામિત્વાત્ - ‘તેનું’ તે જ્ઞાનમાત્રપણાનું એકનું પણ સ્વયં સાધક સિદ્ધરૂપ ઉભય પરિણામિપણું છે માટે, તેમાં - જે સાધક રૂપ તે ઉપાય છે, જે સિદ્ધ રૂપ તે ઉપેય છે तत्र यत्साधकं रूपं स उपायः, यत्सिद्धं रूपं स उपेयः । - ઉપાય ઉપેય ભાવ : ઉપાય સાધન ઃ ઉપેય સાધન સાધક રૂપ તે ઉપાય ઃ સિદ્ધ રૂપ તે ઉપય - - – - – છે અત્યંત શાન - એથી કરીને સાધક રૂપે અને સિદ્ધરૂપે ‘સ્વયં’ પોતે ‘પરિણમમાન' પરિણમી રહેલું ‘જ્ઞાનમાત્ર' - કેવલ જ્ઞાન એક જ ઉપાયોપેય ભાવને સાધે છે. જ્ઞાનમાત્ર જ્ઞાનમાત્ર સાધક રૂપે કેવી રીતે સાધક રૂપે કેવી રીતે અને કેવા ક્રમે પરિણમી રહ્યું છે ? - (૧) આ આત્મા કેવા ક્રમે પરિણમી રહ્યું છે ? અનાદિ મિથ્યા એવા દર્શન - જ્ઞાન - ચરિત્રથી ‘સ્વરૂપ પ્રચ્યવનને લીધે’ સ્વરૂપભ્રષ્ટપણાને લીધે આ સંસારમાં સંસરી રહ્યો સ્વાત્મનોડનાવિમિથ્યાર્ક્શન જ્ઞાનચરિત્ર:સ્વરૂપ પ્રવ્યવાસ્તંભરતઃ। તે સંસરતો આત્મા સુનિશ્ચલ નિશ્ચલપણે ‘પરિગૃહીત’ સર્વથા સર્વ પ્રકારે ગ્રહણ કરેલ એવા વ્યવહાર સમ્યગ્દર્શન ચારિત્રના પાકના ‘પ્રકર્ષની' - પરાકાષ્ઠાની પરંપરાએ કરી ક્રમથી સ્વરૂપે આરોપાઈ રહ્યો છે - ચઢાવાઈ રહ્યો છે 'सुनिश्चलपरिगृहीतव्यवहारसम्यग्दर्शनज्ञानचारित्रपाकप्रकर्षपरंपरया क्रमेण स्वरूपमारोप्यमाणस्य', અર્થાત્ સૌથી પ્રથમ તો વ્યવહાર સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્ર સુનિશ્ચલપણે પરિગ્રહે - સર્વ પ્રકારે ગ્રહણ કરે અને તેનો પણ ‘પાકપ્રકર્ષ' પ્રાપ્ત કરે, તે વ્યવહાર સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્રને એવા તો ‘પાકા' - પરિપક્વ કરે કે તેના પરિપાકનો ‘પ્રકર્ષ' પરાકાષ્ઠા (Highest level) પામે. આવા તો પાક પ્રકર્ષોની પણ પરંપરા કરે, એટલે કે અમુક કક્ષાના વ્યવહાર સમ્યગ્દર્શન - શાન ચારિત્રનો પાક પ્રકર્ષ પામે, પછી તેથી ચઢતી કક્ષાના વ્યવહાર સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્રનો પાક પ્રકર્ષ પામે, પછી તેથી પણ ચઢતી કક્ષાના એમ પાકપ્રકર્ષની પરંપરાને પામે અને આમ ઉત્તરોત્તર બળવત્તર બનતા જતા ઉચ્ચ - ઉચ્ચતર - ઉચ્ચતમ કક્ષાવાળા વ્યવહાર સમ્યગ્દર્શન - - જ્ઞાન - ચારિત્રના પાક પ્રકર્ષની પણ ઉત્તરોત્તર વધતી જતી ઉચ્ચ - ઉચ્ચતર - ઉચ્ચતમ કોટિવાળી એકધારી અખંડ શ્રેણી રૂપ પરંપરાથી ક્રમે કરીને (gradually, step by step) જ્યાંથી અનાદિથી ભ્રષ્ટ થયો છે તે સ્વરૂપ પર ચઢાવાતો જાય આરોપાતો જાય. (૨) અને આમ આત્માની યોગ્યતા વધારનારા વ્યવહાર સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્રના દેઢ - દૃઢતર - દઢતમ પુષ્ટ નિમિત્ત અવલંબને કરી ક્રમથી જે સ્વરૂપે આરોપાઈ રહ્યો છે તેને, અંતર્ભગ્ન નિશ્ચય સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્રવિશેષતાએ કરી સાધક રૂપે જ્ઞાનમાત્ર સ્વયં પરિણમી રહ્યું છે - અંતર્મનનિશ્ચયતચંદ્રર્શનજ્ઞાનવરિત્રવિશેષતયા સાથે વેળ સ્વયં ણિમમાનું જ્ઞાનમાર્ગ, અર્થાત્ નિશ્ચય સમ્યગ્દર્શન - જ્ઞાન - ચરિત્ર રૂપ વિશેષ - ભેદ જ્યાં અભેદ રત્નત્રયીપણે ‘અંતર્મગ્ન’ અંદરમાં ડૂબેલા પડ્યા છે, અભેદપણે અંતર્ભાવ પામ્યા છે, એવા સાધક રૂપે આ જ્ઞાનમાત્ર પોતે છે - ૮૬૩ - - - - -

Loading...

Page Navigation
1 ... 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952