Book Title: Samaysara Part 02
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 940
________________ સ્યાદ્વાદ અધિકારઃ સમયસાર કલશ ૨૭૬: “અમૃત જ્યોતિ અમૃતમંથન અમૃતચંદ્ર, તત્ત્વસિંધુનું કરી ઉછરંગે, અમૃત કળશે અમૃતસિંધુ, સંભૂત કીધો અનુભવ હૃદુ.. ઝળહળજો આ અમૃત જ્યોતિ ! ૧૨ ચૌદ પૂર્વ સારો સમયસાર, આત્મખ્યાતિ મંથે લઈ તસ સારો, અમૃત કળશે અમૃત જમાવ્યો, વિજ્ઞાનઘન તે અમૃત સમાવ્યો... ઝળહળજો આ અમૃત જ્યોતિ ! ૧૩ શાનદાનેશ્વરી શ્રી કુંદકુંદ, શુદ્ધોપયોગી મહામુનિ ઈદ, સમયતણું આ પ્રાભૃત કીધું, જગગુરુ જગને પ્રાભૃત દીધું. ઝળહળજો આ અમૃત જ્યોતિ ! ૧૪ “આત્મખ્યાતિથી કરી તસ ખ્યાતિ, દિવ્ય સ્વાત્માની કરતી વિખ્યાતિ, મહાપ્રાભૃત તે કીધું સુઈદે, અમૃતચંદ્ર મહામુનિચંદ્ર... ઝળહળજો આ અમૃત જ્યોતિ ! ૧૫ શાન દાનેશ્વરી જગગુરુ જોડી, જગમાં જેની જડતી ન જોડી, દાસ ભગવાન આ કહે કર જોડી, જુગ જુગ જીવો જગગુરુ જોડી... ઝળહળજો આ અમૃત જ્યોતિ! ૧૬ આત્મખ્યાતિની અમૃત જ્યોતિ, ઉદિત થઈ અમૃત જ્યોતિ, ટીકા ભગવાનની ‘અમૃતયોતિ', જ્વલોજગમાં આઅમૃતજ્યોતિ!...ઝળહળજો આ અમૃતજ્યોતિ.૧૭ અર્થ - અવિચલિત ચિદાત્મા આત્મામાં આત્માને આત્માથી અનવરત નિરંતર) નિમગ્ન ધારતી, મોહને ધ્વસ્ત (સર્વથા નષ્ટ) કર્યો છે જેણે એવી, ઉદિત આ “અમૃતચંદ્ર જ્યોતિ’ વિમલ પૂર્ણ નિઃસપત્ન સ્વભાવવંતી સમંતાતુ (સર્વ દિશામાં) જ્વલો! (ઝળહળો !) ૨૭૬ અમૃત જ્યોતિ મહાભાષ્ય દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક પરમ જ્યોતિ – સ્વરૂપ એવો આ આત્મા તેમાં નિમગ્ન થાઓ.” જે જ્ઞાનમાં દેહાદિ અધ્યાસ મટ્યો છે અને અન્ય પદાર્થને વિષે અહંતા મમતા વર્તતાં નથી, તથા ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે, અર્થાત્ જ્ઞાન સ્વરૂપપણું ભજે છે, તે જ્ઞાનને નિરાવરણ શાન કહેવા યોગ્ય છે.- શ્રીમદ્ રાજચંદ્ર, ૭૫૯, દ૯૦, ૮૩૨, ૬૭૯ કેવલ જ્યોતિ તે તત્ત્વ પ્રકાશે, શેષ ઉપાય અસારો રે.” - શ્રી યશોવિજયજી કૃત યો.દ. સઝાય આચાર્યચૂડામણિ ભગવાન કુંદકુંદાચાર્યજીએ રચેલા આ તત્ત્વજ્ઞાનના મેરુશિખર સમા આ સમયસાર શાસ્ત્રના ચૂડામણિરૂપે શોભતી અને આત્માની તેમજ આત્માના - અમૃતચંદ્ર' જ્યોતિ આ પોતાના દિવ્ય આત્માની બુલંદ ખ્યાતિ પોકારતી આ અચિંત્ય ચિંતામણિ સમંતાતુ જ્વલંતુ વિમલ નિધાન સમી યથાર્થનામા “આત્મખ્યાતિ' પરમ અમૃત (most immortal & પૂર્ણ નિઃસપત્ન સ્વભાવ nectar incarnate) કૃતિના ભવ્ય પૂર્ણાહુતિ પ્રસંગે આ બીજે પરમ પરમામૃત સંભૂત પૂર્ણ મંગલ કળશ ચઢાવતાં, આવી પરમ અભુત કૃતિથી પરમ કૃતકૃત્ય બની પરમ અમૃતત્વને (Immortality) પામેલા યથાર્થનામા આચાર્યચૂડામણિ ભગવાન અમતચંદ્રાચાર્યજી પૂર્ણાનંદ ઉલ્લાસથી “આ વિમલ પૂર્ણ” ઉદિત “અમૃતચંદ્ર - જ્યોતિ' “સમંતાતુ’ - સર્વતઃ સર્વ દિશામાં - સર્વ કાળમાં - સર્વ ક્ષેત્રમાં - વલો - ઝળહળો ! એવો મંગલ આશિર્વાદ આપે છે - વિવનિતવિદ્યાભવાનભાના-ન્યનવરતનમનું ઘારયત્ વ્રતમહં - “અવિચલિત' - કદી પણ વિચલિત નહિ થયેલ ચિત્ છે આત્મા જેનો એવા “ચિદાત્મા” આત્મામાં આત્માને આત્માથી “અનવરત નિમગ્ન” - નિરંતર સતત “નિમગ્ન’ - નિતાંત મગ્ન - તેમાંથી કદી પણ બહાર ન નીકળે એમ ડૂબી ગયેલ ધારતી, મોહ જેણે ધ્વસ્ત કર્યો છે - સર્વનાશ કર્યો છે એવી, “નિઃસપત્ન’ - વિભાવ રૂપ શોક્ય - પ્રતિપક્ષી વિનાની – નિર્વિરોધી - નિરાવરણ સ્વભાવવાળી આ “ઉદિત’ થયેલી “મોદ' - પરમાનંદ પામેલી વિમલ પૂર્ણ “અમતચંદ્ર - જ્યોતિ' “સમતા' - સર્વતઃ સર્વ દિશામાં - સર્વ કાળમાં - સર્વ ક્ષેત્રમાં દેશ - કાળના ૮૮૫

Loading...

Page Navigation
1 ... 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952