Book Title: Samaysara Part 02
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 941
________________ સમયસાર : આત્મખ્યાતિ બંધનથી અનવચ્છિન્નપણે જ્વલો! જ્વલંતપણે પ્રકાશો ! જ્વલંત સહજાત્મસ્વરૂપ પ્રકાશ પુંજથી ઝળહળો ! 'मुदितममृतचंद्रज्योतिरेतत्समंतात्, ज्वलतु विमलपूर्ण निसपलस्वभावं ।' । અર્થાતુ આ અમૃતચંદ્ર જ્યોતિ સર્વતઃ ઝળહળજો ! કેવી છે આ અમૃતચંદ્ર જ્યોતિ ? કદી પણ ન ચળતા એવા અચલિત ચિદાત્મા આત્મામાં આત્માથી આત્માને કદી પણ વ્હાર ન નીકળે એમ નિરંતર નિમગ્ન ધારતી અને સમસ્ત મોહને જેણે “ધ્વસ્ત” કર્યો છે - સર્વનાશ કર્યો છે એવી અને આ આત્મખ્યાતિ’ અમૃતરસપૂર્ણ અમૃત કૃતિ પૂર્ણ કરતી આ અમૃતવર્ષિણી ઉદિત અમૃતચંદ્ર જ્યોતિ આવું પરમ અમૃત વર્ષાવીને સાત્ત્વિક હર્ષથી પુલકિત – થતી “મુદિત થઈ છે - આનંદ આનંદ પામી ગઈ છે. સર્વ જ્યોતિથી “અતિશયિ’ - ચઢિયાતા તેજે કરી જે સ્વરૂપ- સુતેજ ઝળહળી જે અમૃતચંદ્ર જ્યોતિ આત્મારૂપ અમૃતચંદ્રની ખ્યાતિ પદે પદે વિશ્વ વિખ્યાવિ કરી રહી છે અને સર્વ દેશકાળથી અનવચ્છિન્ન જે સર્વ દિશાથી સર્વ નિહાળે છે એવી દૂર દૂરથી આકર્ષણ કરતી જે અમૃતચંદ્ર જ્યોતિ ચિગનમાં નિત્ય ચમકી રહી છે. વિભાવ ટળ્યાથી જે સદા વિમલ છે અને સ્વભાવ મળ્યાથી જે પૂર્ણ વિરાજે છે એવી આ ઉદિત અમૃતચંદ્ર જ્યોતિ સર્વ દિશામાં ઝળહળજો ! જેનો પ્રતિપંથિ - વિરોધી જગતમાં છે નહિ ને પદે પદે જે શિવપથદર્શી - મોક્ષમાર્ગ દર્શાવનાર છે, એવો જેનો “નિઃસપત્ન’ - નિર્વિરોધી પરમ પ્રભાવી સ્વભાવ પ્રકટ પ્રકાશ્યો છે, એવી આ અનુભવ અમૃતરસ વર્ષની ને ચકોર ચિત્તોને નિત્ય હર્ષતી આ ઉદિત અમૃતચંદ્ર જ્યોતિ સર્વ દિશામાં ઝળહળજો ! આમ “પરમશ્રુત'નું પ્રભાવન કરતો, અમૃત કળશોમાં અમૃત ભરતો, ને “આત્મખ્યાતિ' રૂપ અમૃતપદ ધરતો આ ભગવાન અમૃતચંદ્ર અમૃત પદ વરે છે. એવો આ “આત્મખ્યાતિ' અમૃત ગ્રંથ નિગ્રંથ અમૃતચંદ્રાચાર્ય દેવે પૂર્ણ તત્ત્વકળાથી ગૂંથ્યો છે, તે સકળ - સોળે કળાથી જાણે “ચંદ્ર' ખીલ્યો છે ! આત્મારૂપ અમૃતચંદ્રનો પ્રભાવ કરનારી આ દિવ્ય જ્ઞાન ચંદ્રિકા રેલાવી પરંબ્રહ્મ અમૃતચંદ્ર - બ્રહ્માએ આ શબ્દબ્રહ્મની આવી દિવ્ય સૃષ્ટિ સર્જી છે ! તેમાં - “આત્મખ્યાતિ'નો સુજશ ગાતા અમૃતકળશો ભવ્યજનોને અમૃત પીવાને પદે પદે સ્થાપ્યા છે, તે જાણે અમૃતચંદ્ર મહાકવિની કીર્તિના કીર્તિસ્થંભ સમા એમ ઝળહળતા અમૃત દીવા છે ! અમૃતચંદ્ર અત્યંત ઉછરંગથી - પરમ આત્મોલ્લાસથી તત્ત્વસિંધુનું અમૃતમંથન કરી એકેક અમૃત કળશમાં “અનુભવ અમૃતચંદ્ર' - રૂપ અમૃત સિંધુ સંભૂત કરી દીધો છે ! ચૌદ પૂર્વનો સાર એવો જે સમયસાર, તેનો “આત્મખ્યાતિ' મંથ વડે સાર લઈને વિજ્ઞાનઘન તે અમૃતચંદ્ર એકેક અમૃત કળશમાં વિજ્ઞાનઘન એવું તે પરમ અમૃત જમાવ્યું છે. જાણે ગાગરમાં સાગર સમાવ્યો છે ! શુદ્ધોપયોગી મહામુનીંદ્ર જ્ઞાનદાનેશ્વરી શ્રી કુંદકુંદાચાર્યજી જગદ્ગુરુએ સમયનું આ પ્રાભૃત કરી જગતને તેનું પ્રાભૃત (ભટણું) કર્યું અને તે આની અદ્દભુત મહાટીકાથી તે “સમય પ્રાભૃતને જ્ઞાનદાનેશ્વરી મહામુનિચંદ્ર અમૃતચંદ્ર મહાપ્રાભૃત કર્યું. આવા આ મહાજ્ઞાન દાનેશ્વરી બે જગન્ગની કુંદકુંદાચાર્ય અને અમૃતચંદ્રાચાર્યની જોડી - કે જેની જોડી જગમાં જડવી અસંભવ છે. તે માટે આ ભગવાનોનો દાસ કર જોડીને કહે છે કે આ જગદ્ગુરુની જોડી જુગ જુગ જીવો ! અને આ “ભગવાનનું આ “અમૃત જ્યોતિ' નામક મહાભાષ્ય, ભગવાનું અમૃતચંદ્રની દિવ્ય જ્યોતિને ઝળહળાવતું, જગતને વિષે ઝળહળો ! . ૮૮૬

Loading...

Page Navigation
1 ... 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952