Book Title: Samaysara Part 02
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 939
________________ સમયસાર : આત્મખ્યાતિ मालिनी अविचलितचिदात्मन्यात्मनात्मानमात्म - न्यनवरतनिमग्नं धारयद् ध्वस्तमोहं । उदितममृतचंद्रज्योतिरेतत्समंता - जवलतु विमलपूर्णं निसपलस्वभावं ॥२७६॥ અવિચલિત ચિદાત્મા આત્મમાં આત્મથી જ, સતત મગન આત્મા ધારતી મોહ ધ્વંસી, મુદિત “અમૃતચંદ્ર જ્યોતિ' જ્વલો બધે આ ! વિમલ પૂરણ આવી નિઃ સપનૂ સ્વભાવી. ૨૭૬ અમૃત પદ - ૨૭૬ રત્નમાલા , ઝળહળજો આ અમૃત જ્યોતિ ! ઝળહળજો આ અમૃત જ્યોતિ !. કદી ન ચળંતા એહ ચિદાત્મા, આત્મ-હિં આત્માથી આત્મા, સતત નિમગ્નો જેહ ધરતી, મોહ સમસ્તો ધ્વસ્ત કરતી... ઝળહળશે આ અમૃત જ્યોતિ ! ૧ અમૃત કૃતિ અમૃત રસ પૂર્ણા, “આત્મખ્યાતિ' આ કરતી અપૂર્ણા, પુલકિત થાતી સાત્ત્વિક હર્ષ, ઉદિત થઈ જે અમૃત વર્ષા... ઝળહળજો આ અમૃત જ્યોતિ ! ૨ ઝળહળતી જે સ્વરૂપ સુતેજે, સર્વ જ્યોતિથી અતિશયિ તેજે, આતમ-અમૃતચંદ્રની ખ્યાતિ, પદ પદ કરતી વિશ્વ વિખ્યાતિ... ઝળહળજો આ અમૃત જ્યોતિ ! ૩ અનવચ્છિન્ના જે સર્વદેશ કાળે, સર્વ દિશાથી સર્વ નિહાળે, દૂર દૂરથી આકર્ષણ કરતી, ચિદ્ગગને જે નિત ચમકતી... ઝળહળજો આ અમૃત જ્યોતિ ! ૪ અમૃતચંદ્ર જ્યોતિ તેહ મુદામાં, ઝળહળજો આ સર્વ દિશામાં, વિભાવ ટળ્યાથી વિમલ સદા જે, સ્વભાવ ભળ્યાથી પૂર્ણ વિરાજે... ઝળહળજો આ અમૃત જ્યોતિ ! ૫ પ્રતિપંથિ જેનો નહિ જગમાં, શિવપથ દર્શિ જે પદપદમાં, નિઃસપત્ન એવો ભાસ સ્વભાવ, પ્રગટ પ્રકાશ્યો પરમ પ્રભાવ... ઝળહળજો આ અમૃત જ્યોતિ ! ૬ અમૃતચંદ્ર જ્યોતિ તેહ મુદામાં, ઝળહળજો આ સર્વ દિશામાં, - અનુભવ અમૃતરસ વરવંતી, ચકોર ચિતોને નિત હરપંતી... ઝળહળજો આ અમૃત જ્યોતિ ! ૭ પરમ શ્રત પ્રભાવન કરતો, અમૃત કળશે અમૃત ભરતો, “આત્મખ્યાતિ' અમૃત પદ ધરતો, ભગવાન આ અમૃત પદ વરતો... ઝળહળશે આ અમૃત જ્યોતિ ! ૮ આત્મખ્યાતિ' અમૃત ગ્રંથ એવો, નિગ્રંથ ગૂંથ્યો અમૃત દેવો, તત્ત્વકળાથી પૂરણ ઝીલ્યો, સકલ કળાથી “ચંદ્ર શું ખીલ્યો !... ઝળહળજો આ અમૃત જ્યોતિ ! ૯ જ્ઞાન ચંદ્રિકા દિવ્ય રેલાવી, આતમ - અમૃતચંદ્ર પ્રભાવી, પરંબ્રહ્મ અમૃતચંદ્ર આવી, શબ્દ બ્રહ્મની આ સૃષ્ટિ સર્જવી... ઝળહળજો આ અમૃત જ્યોતિ ! ૧૦ આત્મખ્યાતિ' ગાતા સુજશો, પદ પદ સ્થાપ્યા અમૃતકળશો, ભવ્યજનોને અમૃત પીવા, અમૃત કીર્તિના અમૃત દીવા... ઝળહળજો આ અમૃત જ્યોતિ ! ૧૧ ८८४

Loading...

Page Navigation
1 ... 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952