Book Title: Samaysara Part 02
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 938
________________ સ્યાદ્વાદ અધિકારઃ સમયસાર કલશ ૨૭૫: “અમૃત જ્યોતિ ““શુદ્ધ નિ:પ્રયાસ નિજ ભાવ ભોગી યદા, આત્મક્ષેત્રે નહીં અન્ય રક્ષણ તદા; એક અસહાય નિઃસંગ નિર્બદ્ધતા, શક્તિ ઉત્સર્ગની હોય સહુ વ્યક્તતા... ધર્મ.' - શ્રી દેવચંદ્રજી આ “આત્મખ્યાતિ' પરમ અમૃતકૃતિની (most immortal nectar-like work) ભવ્ય પૂર્ણાહુતિ (greatest finish) કરતાં પરમ અમૃત (Immortal) પરમાર્થ મહાકવિ જગદ્ગુરુ અમૃતચંદ્રાચાર્યજી આ પરમ પરમામૃત સંભૂત કળશ કાવ્યમાં* પરમ ભાવોલ્લાસથી આ ચિત્ ચમત્કાર જયવંત સહજ ગુંજ સ્વરૂપ રૂપ સહજ સ્વરૂપના જય ઉદ્ઘોષે છે - ગતિ સહનપુનઃ પુનમન્નત્તિોડી ચિત્ ચમત્કાર આ આત્મા એજન્ટcx x સ્વતવિવિ7ોડવેઝ ઇવ સ્વરૂT: - “સ્વરૂપ” - સ્વ - પોતાનું રૂપ - નિજરૂપ છે જેનું એવો આ સ્વરૂપ સહજ પુંજ જય પામે છે, “સહજ' - સ્વભાવભૂત ભાવનો “પુંજ' - રાશિ - સમૂહ એવો આ સ્વરૂપ આત્મા વિજયવંત વર્તે છે, કેવો છે. આ સહજ પુંજ? પુંજમાં “મજ્જતી” - મગ્ન થતી (ડૂબી જતી) “ત્રિલોકી” - લોકત્રિયી છે, એટલે “અખિલ” - સમસ્ત વિકલ્પ જ્યાં અલિત થાય છે - ખરી જાય છે. એવો છતો પણ જે “એક જ છે - જ્યાં દ્વિતીય - બીજું કંઈ પણ નથી એવો અદ્વૈત જ છે, અર્થાત્ ત્રણે લોક આ સહજ પુંજમાં પ્રતિભાસિત થતા હોઈ જાણે. તેમાં “મગ્ન થાય છે - ડૂબી જાય છે, એટલે પછી ત્રણે લોક સંબંધી કંઈ પણ વિકલ્પને સ્થાન રહેતું નથી - લેશ પણ અવકાશ રહેતો નથી, તત્સંબંધી સમસ્ત વિકલ્પ અલના પામી છૂટી જાય છે, એટલે નિર્વિકલ્પ એવો તે સ્વરૂપ માત્ર જ છે, તે જયવંત વર્તે છે. એનું સ્વરૂપ શું છે ? વરસવિસરપૂચ્છિન્નતત્ત્વોપર્તમ: - સ્વરસના - “સ્વ” - પોતાના “રસના” - ચિદૂસના “વિસરથી' - ફેલાવથી (Projections) પૂર્ણ અચ્છિન્ન” - અખંડ “તત્ત્વોપલંભ' - તત્ત્વાનુભવ - તત્ત્વાનુભૂતિ - તત્ત્વપ્રાપ્તિ જ્યાં થાય છે એવો, “પ્રસંભથી' - વસ્તુના સ્વરૂપબલથી કદી પણ વ્હાર ન જાય એમ “નિયમિત' - સ્વરૂપમાં નિયત નિશ્ચયવૃત્તિથી નિયમમાં રખાયેલ છે “અર્ચિષ” - નીકળતા કિરણ - રમિ જેના એવો આ “ચિતુચમત્કાર' છે, જ્યાં ચિતુના “ચમત્કાર'- પરમ આશ્ચર્યકારી - પરમ ‘અભુતાદભુત” (most wonderful) ચમકારા થયા કરે છે એવો ચિચમત્કાર છે – પ્રસનિયમિતાર્વિધુ વિદ્યમત્કાર gs: અર્થાત આ ચિત ચમત્કાર રૂપ સહાત્મસ્વરૂપી સહજ કુંજ જયવંત છે. જે જ્ઞાનકુંજમાં ત્રિલોકી મસ્જિત થતાં તત્ સંબંધી અખિલ વિકલ્પ અલિત થાય છે, એટલે નિર્વિકલ્પ દશાને પામેલો આ સહજ પુંજ એક જ સ્વ છે રૂપ જેનું એવો “સ્વરૂપ” છે - સહજત્મસ્વરૂપ છે. સ્વરસ વિસરથી પૂર્ણ એવો અખંડ તત્ત્વ અનુભવ જ્યાં થાય છે એવો આ સહાત્મસ્વરૂપી સહજ પુંજ સ્વબલથી - સ્વરૂપ સામર્થ્યથી જેના “અર્ચિ' - કિરણ નિયમિત છે, એવો આ ચિચમત્કાર છે, અર્થાત્ સ્વરૂપથી વ્હારમાં કદીય ન જતી ને સદા સ્વરૂપમાં જ સમાતી એવી નિયમિત છે અર્ચિષ - જ્યોતિષ જેની એવી : ચમકતો - ચિચમત્કારે ચિને ચમકાવતો ચિચમત્કાર છે. એવો આ ચિચમત્કાર સહજાત્મસ્વરૂપી પરમ આત્મદેવ ચૈતન્ય દેવ જય પામે છે ! આવી આ ચિત્ ચિંતામણિમય “આત્મખ્યાતિ' અમૃતગીતા “તત્ત્વ ચિંતામણિ' અમૃતચંદ્રાચાર્ય તત્ત્વ ચિંતામણિમય સુછંદથી - સુંદર દિવ્ય પ્રકારથી સંગીત કરી છે. “તત્ત્વ ચિંતામણિ રત્નની શિલાઓ શિલ્પી - કળાકાર અમૃતચંદ્ર મહાકવિએ અમૃત એવી અનલ્પ પરમ કળા દાખવી છે. આ “આત્મખ્યાતિ’ રૂ૫ તત્ત્વ ચિંતામણિમય પ્રાસાદ તે સાક્ષાત તત્ત્વચિંતામણિ ભગવાન અમતચંદ્રનો અમત પ્રસા ભગવાન અમૃતચંદ્ર સર્વાગે “સુવર્ણ” મઢેલ દિવ્ય કળશ ચઢાવ્યા છે ! સહજ સ્વરૂપી ભગવાન અમૃતચંદ્ર જ્ઞાનામૃતરસ - ચંદ્રિકા પરમ આનંદથી રેલાવી છે ! ८८३

Loading...

Page Navigation
1 ... 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952