Book Title: Samaysara Part 02
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 917
________________ સમયસાર : આત્મખ્યાતિ ઉપાય ઉપેયભાવ अथास्योपायोपेयभावश्चित्यते आत्मवस्तुनो हि ज्ञानमात्रत्वेऽप्युपायोपेयभावो विद्यत एव तस्यैकस्यापि स्वयं साधकसिद्धरूपोभयपरिणामित्वात् । तत्र यत्साधकं रूपं स उपायः । यत्सिद्धं रूपं स उपेयः । स्वरूपप्रच्यवनात्संसरतः - निश्चलपरिगृहीतव्यवहार अतोऽस्यात्मनोऽनादिमिथ्यादर्शनज्ञानचरित्रैः सम्यग्दर्शनज्ञानचारित्र-पाकप्रकर्षपरंपरया क्रमेण स्वरूपमारोप्यमाणस्यांतर्मग्ननिश्चयसम्यग्दर्शनज्ञानचरित्रविशेषतया साधकरूपेण च स्वयं परिणममानं ज्ञानमात्रमेकमेवोपायोपेयभावं साधयति । एव एवमुभयत्रापि ज्ञानमात्रस्यानन्यतया नित्यमस्खलितैकवस्तुनो निष्कंपपरिग्रहणात् तत्क्षण मुमुक्षूणामासंसारालब्धभूमिकानामपि भवति भूमिकालाभः । ततस्तत्र नित्यदुर्ललितास्ते स्वत एव क्रमाक्रमवृत्तानेकांतमूर्तयः साधकभावसंभवपरमप्रकर्षकोटिसिद्धिभावभाजनं भवंति । - ये तु नेमामंतर्नीतानेकांतज्ञानमात्रैकभावरूपां भूमिमुपलभंते तें नित्यमज्ञानिनो भवंतो ज्ञानमात्रभावस्य स्वरूपेणाभवनं पररूपेण भवनं पश्यंतो जानतोऽनुचरंतश्च मिथ्यादृष्टयो मिथ्याज्ञानिनो मिथ्याचरित्राश्च भवंतोऽत्यंतमुपायोपेयभ्रष्टा विभ्रमत्येव । હવે આનો ઉપાયોપેય (ઉપાય ઉપેય) ભાવ ચિંતવવામાં આવે છે જ્ઞાનમાત્રપણામાં પણ ઉપાયોપેય ભાવ વિદ્યમાન છે જ - તે એકનું પણ સ્વયં સાધક પરિણામિપણું છે માટે, તેમાં - જે સાધકરૂપ તે ઉપાય, જે સિદ્ધરૂપ તે ઉપેય. શાન એથી કરીને - અનાદિ મિથ્યાદર્શન - જ્ઞાન - ચરિત્રથી સ્વરૂપ પ્રચ્યવનને લીધે સંસરતા સુનિશ્ચલ પરિગૃહીત વ્યવહાર સમ્યગ્દર્શન ચારિત્રના પાકપ્રકર્ષની પરંપરાથી ક્રમે કરીને સ્વરૂપે આરોપાઈ રહેલા એવા આ આત્માને અંતર્મગ્ન નિશ્ચય સમ્યગ્દર્શન - જ્ઞાન - ચરિત્ર વિશેષતાએ કરીને સાધકરૂપે અને તથા પ્રકારે પરમ પ્રકર્ષની મકરિકાએ અધિરૂઢ રત્નત્રયાતિશયથી પ્રવૃત્ત સકલ કર્મક્ષયથી પ્રજ્વલિત અસ્ખલિત વિમલ સ્વભાવભાવતાએ કરીને સિદ્ધરૂપે સ્વયં (પોતે) પરિણમમાન (પરિણમી રહેલ) જ્ઞાનમાત્ર એક જ - ઉપાયોપેય ભાવ સાધે છે. - - એમ ઉભયત્ર (ઉભય સ્થળે) પણ જ્ઞાનમાત્રની અનન્યતાએ કરીને નિત્ય અસ્ખલિત એક વસ્તુના નિષ્કપ પરિગ્રહણને લીધે તત્ક્ષણ જ આસંસારથી અલબ્ધ ભૂમિક મુમુક્ષુઓને પણ ભૂમિકા લાભ થાય છે એટલે પછી ત્યાં નિત્ય દુર્લલિત તેઓ સ્વત એવ ક્રમાક્રમ વૃત્ત અનેકાંતમૂર્તિઓ - સાધક ભાવ થકી જેનો સંભવ છે એવા પરમ પ્રકર્ષ કોટિ રૂપ સિદ્ધિ ભાવનું ભાજન થાય છે. - - આત્મવસ્તુના સિદ્ધ રૂપ ઉભય પણ જેઓ આ - જ્યાં અનેકાંત અંતર્ભીત છે એવી જ્ઞાનમાત્ર એક ભાવરૂપ ભૂમિને ઉપલભતા (અનુભવતા, પામતા) નથી, તે નિત્ય અજ્ઞાનીઓ હોતાં - જ્ઞાનમાત્ર ભાવનું સ્વરૂપથી અભવન પરરૂપથી ભવન દેખતા જાણતા અને અનુચરતા મિથ્યાદૅષ્ટિઓ મિથ્યાજ્ઞાનીઓ અને મિથ્યાચરિત્રો હોતા અત્યંતપણે ઉપાયોપેયથી ભ્રષ્ટ થયેલાઓ વિભ્રમે જ છે. ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય “આત્મા સત્ ચૈતન્યમય સર્વાભાસ રહિત; જેથી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત.'' - શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૧૦૧ ‘હારૂં ધ્યાન તે સમકિત રૂપ, તેહ જ જ્ઞાન ને ચારિત્ર તેહ છે, તેથી જાયે સઘળાં હો પાપ, ધ્યાતા ધ્યેય સ્વરૂપ હોયે પછેજી.'' - શ્રી યશોવિજયજી અહીં આ આત્મવસ્તુના જ્ઞાનમાત્રપણામાં પણ આ જ્ઞાનમાત્રનો જ ઉપાયોપેય ભાવ છે એ સિદ્ધ ૮૨

Loading...

Page Navigation
1 ... 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952