Book Title: Samaysara Part 02
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 934
________________ સ્યાદ્વાદ અધિકારઃ સમયસાર કલશ ૨૭૩ : ‘અમૃત જ્યોતિ’ पृथ्वीवृत्त इतो गतमनेकतां दधदितः सदाप्येकता मितः क्षणविभंगुरं ध्रुवमितः सदैवोदयात् । इतः परमविस्तृतं धृतमितः प्रदेशै र्निजै रहो सहजमात्मनस्तदिदमद्भुतं वैभवं ॥ २७३ ॥ અહિ ગત અનેકતા ધરતું એકતા ‘હ્યાં' સદા, અહીં ક્ષણ વિભંગુર ધ્રુવ જ ઉદયે ‘હ્યાં’ સદા; અહીં પરમ વિસ્તૃત ધૃત નિજ પ્રદેશે અહીં, અહો ! સહજ આત્મનો વિભવ અદ્ભુતો આ સહી ! ૨૭૩ અમૃત પદ - ૨૭૩ - ‘સાહેબા વાસુપૂજ્ય જિનંદા' એ રાગ એહ તરફ અનેકતા પામ્યો, એહ તરફ નિત એકતા જામ્યો, એહ તરફ ક્ષણભંગ વિરામ્યો, એહ તરફ ધ્રુવ ઉદયથી રામ્યો... ૧ એહ તરફ પર વિસ્તર વિસ્તાર્યો, એહ તરફ નિજ પ્રદેશે ધાર્યો, અહો ! અદ્ભુત વૈભવ આ ભારી, આત્માનો સહજ અચરજકારી... ૨ સહજાત્મસ્વરૂપી આતમ કેરો, વૈભવ અદ્ભુત સહજ અનેરો, ભગવાન અમૃતચંદ્રે ગાયો, અમૃત કળશે અનુભવ પાયો... ૩ અર્થ - આ તરફ અનેકતા પામી ગયેલો આ તરફ સદાય એકતા ધારતો, આ તરફ ક્ષણ વિભંગુર, આ તરફ સદૈવ ઉદય થકી ધ્રુવ, આ તરફ પરમ વિસ્તૃત (વિસ્તારવંત), આ તરફ નિજ પ્રદેશોથી ધૃત (ધારી રખાયેલ), એવો અહો ! તે આ સહજ અદ્ભુત વૈભવ આત્માનો છે. ૨૭૩ - ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ‘“તે આત્મસ્વરૂપથી મહત્ એવું કંઈ નથી. એવો આ સૃષ્ટિને વિષે કોઈ પ્રભાવજોગ ઉત્પન્ન થયો નથી, છે નહીં, અને થવાનો નથી કે જે પ્રભાવજોગ પૂર્ણ આત્મસ્વરૂપને પણ પ્રાપ્ત ન હોય.'' ‘‘આત્મા અત્યંત સહજ સ્વસ્થતા પામે એ જ સર્વ જ્ઞાનનો સાર શ્રી સર્વજ્ઞે કહ્યો છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૩૭, ૫૦૫ “તાહરી શુદ્ધતા ભાસ આશ્ચર્યથી, ઉપજે રુચિ તિણે તત્ત્વ ઈહે, અહો ! શ્રી સુમતિ જિન શુદ્ધતા તાહરી, સ્વગુણ પર્યાય પરિણામ રામી.” - શ્રી દેવચંદ્રજી આ બીજા પૃથ્વીવૃત્ત નિબદ્ધ કળશ કાવ્યમાં આત્માના અનેકાંત સ્વભાવનું પરમ સુંદરતાદેશ્ય સ્વભાવોક્તિમય હૃદયંગમ શબ્દચિત્ર આલેખી મહાન્ પરમાર્થ શિલ્પી એક-અનેક ઃ ક્ષણિક - ધ્રુવ ઈ. મહાગીતાર્થ અમૃતચંદ્રજીએ પરમ આત્મભાવોલ્લાસથી સહજ અદ્ભુત વૈભવ આત્માનો સહજ અદ્ભુત વૈભવ સંગીત કર્યો છે इतो गतमनेकतां दधदितः सदाप्येकताम् તરફ ‘અનેકતા’ અનેકપણું પામેલો છે, ‘અહીં’ ‘અહીં' - આ ‘એકતા’ ‘અહીં’ એકપણું ધારી રહ્યો છે, તઃ ક્ષળવિત્રંતુŘ ધ્રુમિતઃ સરૈવોયાત્ - ૮૭૯ - આ તરફ સદાય - આ તરફ

Loading...

Page Navigation
1 ... 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952