Book Title: Samaysara Part 02
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 926
________________ સ્યાદ્વાદ અધિકાર સમયસાર કલશ ૨૬૮: ‘અમૃત જ્યોતિ” રૂપ બહાસના શુદ્ધ પ્રકાશભરથી' - પ્રકાશ સમૂહથી – તેજ:પુંજથી “નિર્ભર' - ભરપૂર એવું “સુપ્રભાત' - સંદર મંગલ પ્રભાત (good morning) પ્રાતઃકાળ જ્યાં થયેલો છે એવો, તથા “આનંદ સુસ્થિત’ - આનંદમાં સ્થિત - સારી પેઠે સ્થિત એવું “સદા’ - નિત્ય “અખલિત’ - અખંડિત એક રૂપ છે જેનું એવો – “આનંદસુતાનિતૈવરૂપ:' | અત્રે ધ્વનિ આ છે – સૂર્યનો ઉદય થાય છે ત્યારે “પ્રભાત” - પ્રાતઃકાળ થાય છે, પ્રકાશપુંજ રેલાય છે, કમલિની વિકાસ પાસ વેરે છે અને લોકો આનંદઆનંદ પામે છે. તેમ આ પૂર્ણ આત્મ-ભાસ્કરનો ઉદય થાય છે, ત્યારે કેવલજ્ઞાન રૂપ “સુપ્રભાત' (good morning) થાય છે. અત્રે “સુપ્રભાત' કહેવાનું પ્રયોજન એ છે કે સૂર્યોદય વેળાએ જે પ્રભાત થાય છે તે પુનઃ અસ્ત પણ પામે છે એટલે તે સુપ્રભાત નથી પણ દુઃપ્રભાત છે, પરંતુ આ કેવળ જ્ઞાન પ્રભાત થયા પછી કોઈ કાળે કદી પણ અસ્ત પામતું નથી, એટલે તે જ ખરેખરૂં “સુપ્રભાત' છે અને તે સુપ્રભાત શુદ્ધ પ્રકાશ ભરથી - પૂર્ણ પ્રકાશ સમૂહથી - પૂર્ણ તેજ:પુંજથી નિર્ભર - પરિપૂર્ણ હોઈ શુદ્ધ જ્ઞાન પ્રકાશની રેલછેલ કરે છે અને આ શુદ્ધ પ્રકાશ કેવો છે ? અખંડ ચિદ્ર વસ્તુના પ્રચંડ પ્રભાવમાં વિલાસ કરતાં - રમણ કરતાં પૂર્ણ વિકાસને પામેલી આત્મભાવ - કમલિનીનું જાણે વિકાસહાસ હોયની ! અને આમ આત્મભાવ - કમલિનીના વિકાસ પાસ રૂપ શુદ્ધ જ્ઞાન પ્રકાશ પુંજ અખિલ વિશ્વમાં રેલાઈ રહ્યો છે એવું કેવલ જ્ઞાનરૂ૫ મંગલ સુપ્રભાત જ્યાં સદાય વર્તે છે. ત્યાં સદાય આનંદ મંગલ કેમ ન વર્તે ?

Loading...

Page Navigation
1 ... 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952