________________
સમયસાર : આત્મખ્યાતિ
તે જ બંધનું કારણ છે. તેથી મન જ ગુણ-અવગુણનું ક્ષેત્ર છે, ઉત્પત્તિ સ્થાન છે. “મન ઇવ મનુષ્યના
વંઘમોક્ષયોઃ ” અને વીતરાગ જ્ઞાની પુરુષને તો એવો પરમ વૈરાગ્ય વર્તે છે મન ગુણ અવગુણ ખેતી કે તેને વિષયોમાં લેશમાત્ર પણ ઈનિઝ બુદ્ધિ હોતી જ નથી, નિર્મૂળ જ
થયેલી હોય છે, એટલે પૂર્વ કર્મવશાત ક્વચિત વિષયો ભોગવતાં છતાં પણ તે પરમ ઉદાસીન રહી, તે વિષયભોગના ગુણ-દોષથી લેપાતા નથી, એવા તે પરમ સમર્થ હોય છે. આમ સહજ જ્ઞાન સ્વભાવમાં જ અખંડ સ્થિતિ હોઈ જ્ઞાનનું જ જેને સદા આક્ષેપણ – આકર્ષણ છે એવા જ્ઞાનાક્ષેપકવંત ક્વચિત્ ભોગ ભોગવતાં છતાં પણ અસંગ હોઈ નિર્લેપ રહી શકે છે એમ કહ્યું, તે તેની અદ્ભુત યોગસિદ્ધિ સંપન્ન જે જ્ઞાનદશાનું સામર્થ્ય સૂચવવા માટે કહ્યું છે, તે ભોગ ભોગવે જ એમ કહેવા માટે કહ્યું નથી, પણ ક્વચિત કોઈ યોગીવિશેષને પૂર્વ પ્રારબ્ધોદયથી તેવી સંભાવનાની અપેક્ષા લક્ષમાં રાખી, તેનું અસાધારણ અપવાદરૂપ (Exceptional) અતિશયવંત (Extra - ordinary) દઢ યોગીપણું દર્શાવવા માટે કહ્યું છે. કારણકે જ્ઞાની સમ્યગુદૃષ્ટિ પુરુષ વિષયોને પર પદાર્થ જાણે છે, તેમાં આત્મભાવ કરતા નથી, તે પોતાના નથી જ એમ દેઢ આત્મપ્રતીતિથી માને છે અને તેમાં સ્વમાંતરે પણ પરમાણમાત્ર પણ આસક્તિ રાખતા નથી. એટલે સકકો ગોળો જેમ ભીંતને લાગતો નથી. તેમ ખરેખરા અનાસક્ત જ્ઞાની પુરુષ વિષયોથી બંધાતા નથી, કેવળ અલિપ્ત જ રહે છે. પૂર્વ પ્રારબ્ધોદયથી કદાચને ભોગ ભોગવવો પડે, તો પણ તેમાં સર્વથા અસંગપણાને લીધે જ્ઞાની લેવાતા નથી, એવી અપૂર્વ ઉપયોગ જાગૃતિ રાખે છે. આ ખરેખર ! તેઓના જ્ઞાનનું જ સામર્થ્ય અથવા વૈરાગ્યનું જ સામર્થ્ય છે.
“એવા શાને રે વિઘન નિવારણે, ભોગ નહિ ભવહેત; નવિ ગુણ દોષ ન વિષય સ્વરૂપથી. મન ગુણ અવગુણ ખેત... ધન.''
- શ્રી યશોવિજયજી કૃત યો.દે.સઝાય પણ આવું બેધારી તલવાર પર ચાલવા જેવું પરમ દુર્ઘટ કાર્ય તો કોઈ વિશિષ્ટ સામર્થના
સ્વામી એવા સિદ્ધહસ્ત - યોગારૂઢ પુરુષો જ કરી શકે. બાકી બીજ બીજાનું ગજું નથી સામાન્ય પ્રાકૃત જનો, કે સામાન્ય કોટિના યોગિજનો, કે યોગ પ્રારંભક
આરોહક સાધકો, કે કાચા જ્ઞાનીઓ કે શુષ્ક “પોલા” જ્ઞાનીઓ, તેનું જે આંધળું અનુકરણ કરવા જવાની વૃતા કરે. તો તેનું તો અધ:પતન થવાનું જ નિર્મા કારણકે તેમ કરવાનું તેનું ગજું નથી, સામર્થ્ય નથી. એટલે સંસાર પ્રસંગમાં રહી કેવળ અસંગ રહેવાનો અખતરો સામાન્ય પ્રાકતજનો અજમાવવા જાય, તો તે પ્રાયે નિષ્ફળ થવાને જ સર્જાયેલો છે. એટલું જ નહિ પણ તેને ઉલટો મહાઅનર્થકારક થઈ પડવાનો પ્રત્યેક સંભવ છે. હાલમાં સ્વછંદ મતિ કલ્પનાએ આવા અધ્યાત્મશાસ્ત્રો વાંચી તથારૂપ દશા વિના અનાસક્ત યોગની દાંભિક વાતો કરનારા અને ખોટો ફાંકો રાખનારા ઘણા જનો દૃષ્ટિગોચર થાય છે, પણ તે મહાનુભાવો ક્ષણભર જો પોતાનો દંભ અને ફાંકો છોડી દઈ સ્વસ્થ અંતરાત્માથી વિચારે તો તેઓને આ ઉપરથી ઘણો ધડો લેવાનું પ્રાપ્ત થાય એમ છે. કારણકે છઠ્ઠી દૃષ્ટિ જેટલી ઉંચી પરિપક્વ યોગદશાને પામેલા જ્ઞાનાક્ષેપકવંત યોગીવિશેષ જ જે કાર્ય કરવાને સમર્થ છે, તે કાચી દશાવાળા યોગ્યતાવિહીન જનો કેમ કરી શકે ? જેને હજુ એકડો પણ આવડતો નથી એવો બાલ, સ્નાતક પદવીને પામેલા વિદ્યાપારંગત પંડિતને કેમ પહોંચી શકે ? મોટા માણસના જેડામાં જેમ ન્હાનાનો પગ ન મૂકાય, તેમ મહાજ્ઞાની મહાપુરુષના આચરણનું અનુકરણ સામાન્ય મનુષ્યો ન જ કરી શકે અને યોગ્યતા વિના કરવા જાય તો ઉલટું અહિતકારક જ થઈ પડે. શ્રી નરસિંહ મહેતાને કહેવું પડ્યું છે કે –
આજ
૩૨૮