________________
સમયસાર : આત્મખ્યાતિ
હવે જ્ઞાનીનું અત્રાણ ભયરહિતપણું સમયસાર કળશમાં (૨૫) પ્રકાશે છે –
यत्सनाशमुपैति तत्र नियतं व्यक्तेति वस्तुस्थितिनिं सत्स्वयमेव तत्किल ततस्त्रातं किमस्यापरैः । अस्यात्राणमतो न किंचन भवेत्तद्भीः कुतो ज्ञानिनो, निश्शंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विंदति ॥१५७॥ જે સતુ નાશ ન પામતું નિયત તે વસ્તુ સ્થિતિ વ્યક્ત છે, જ્ઞાન સત્ સ્વયમેવ તત્ તસ ખરે ! બીજાથી શું ત્રાત છે? એથી આનું અત્રાણ કૈં ન ભવતું તદ્ભીતિ શી જ્ઞાનિને ? નિઃશંકો સતત સ્વયં સહજ તે વિંદે સદા જ્ઞાનને. ૧૫૭
અમૃત પદ-૧૫૭ જે સતુ નાશ ન પામે નિયત તે, વસ્તુ સ્થિતિ આ વ્યક્તા, જ્ઞાન સત્ સ્વયં તવું, તેનું શું, ત્રાણ કરવા પર શક્તા ?... નિઃશંક સતત સ્વયં. ૧ એથી આના અત્રાણ તણો, સંભવ કંઈ ન હવંતો, તેથી અત્રાણ તણો જ્ઞાનીને, ભય ક્યાથી જ ભવંતો ?... નિઃશંક સતત સ્વયં. ૨ નિઃશંક સતત સ્વયં સહજ તે, જ્ઞાન સદા વિંદતો,
ભગવાન અમૃત સહજ સ્વરૂપી, સમ્યગુષ્ટિ સંતો... નિઃશંક સતત સ્વયં. ૩ અર્થ - કારણકે જે સત્ છે તે નિયતપણે નાશ પામતું નથી – એવી વ્યક્ત (પ્રગટ) વસ્તુસ્થિતિ છે (અને) જ્ઞાન તે તો પ્રગટપણે સહુ સ્વયમેવ છે, તેથી આનું (જ્ઞાનનું) શું અપરોથી - બીજાઓથી ત્રાત થયું? (રક્ષણ કરાયું), એથી કરીને આનું અત્રાણ કંઈ હોય નહિ, તો પછી શાનીને તેની (અત્રાણની) ભીતિ ક્યાંથી હોય? એટલે નિઃશંક સતત સ્વયં તે સહજ જ્ઞાન સદા વિંદે છે - વેદે છે – અનુભવે છે.
અમૃત જ્યોતિ’ મહાભાષ્ય મુમુક્ષુ જીવન એટલે વિચારવાન જીવને આ સંસારને વિષે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૫૩૭:
અત્રે શાનીના અત્રાણ ભયરહિતપણાનું પ્રૌઢ તત્ત્વ વિચારણામૂલક નિરૂપણ કર્યું છે - યત્ સત્રાશમુપૈતિ તન્ન નિયત વ્યક્તિ વસ્તુસ્થિતિઃ - કારણકે જે “સત’ છે - અસ્તિત્વરૂપ સત્તારૂપ વસ્તુ છે, તે “નિયતપણે” - ચોક્કસ અખંડ નિશ્ચયપણે નાશ પામે નહિ - આ “વ્યક્ત” --પ્રગટ વસ્તુસ્થિતિ છે, જ્ઞાને સત્ સ્વયમેવ સર્જિન - અને જ્ઞાન છે તે ખરેખર ! પ્રગટપણે નિશ્ચય કરીને “સતુ’ - સ્વરૂપ અસ્તિત્વ - સ્વરૂપ સત્તા ધરાવતું સ્વયમેવ - પોતે જ આપોઆપ જ છે, તો પછી તેનું “અપરોથી' - બીજાઓથી શું “ત્રાત” થયું? શું રક્ષિત થયું ? “તતસ્ત્રાતં મિસ્યા: ” એથી કરીને “આનું' - આ જ્ઞાનનું “અત્રાણ” - ત્રાણ વગરનું - રક્ષણ વગરનું (unprotected) કંઈ પણ હોય નહિ - “માત્રામતો ન વિના મવેત', તો પછી શાનીને “તેની” - અત્રાણની ભીતિ ક્યાંથી હોય? તદુપ:
તો જ્ઞાનિનો ? એટલે આમ સતત – નિરંતર નિઃશંક એવો તે જ્ઞાની સ્વયં સહજ જ્ઞાન સદા વિદે છે - વેદે છે – અનુભવે છે - “નિશં: સતતં યે તે સહનં જ્ઞાનં સવા વિંતિ '
૩૫૨