________________
સમયસાર : આત્મખ્યાતિ आत्मख्याति टीका वेदयमानः कर्मफलमात्मानं करोति यस्तु कर्मफलं । स तत्पुनरपि बध्नाति बीजं दुःखस्याष्टविधं ॥ ३८७॥ वेदयमानः कर्मफलं मया कृतं जानाति यस्तु कर्मफलं । स तत्पुनरपि बध्नाति बीजं दुःखस्याष्टविधं ॥ ३८८ ॥ वेदयमानः कर्मफलं सुखितो दुःखितश्च भवति य चेतयिता । स तत्पुनरपि बध्नाति बीजं दुःखस्याष्टविधं ॥ ३८९ ॥
ज्ञानादन्यत्रेदमहमिति चेतनं अज्ञानचेतना । सा द्विधा कर्मचेतना कर्मफलचेतना च । તંત્ર ज्ञानादन्यत्रेदमहं करोमीति चेतनं कर्मचेतना । ज्ञानादन्यत्रेदं वेदयेऽहमिति चेतमं कर्मफल चेतना । सा तु समस्तापि संसारबीजं, संसारबीजस्याष्टविधकर्मणो बीजत्वात् ।
ततो मोक्षार्थिना पुरुषेणाज्ञानचेतनाप्रलयाय सकलकर्मसंन्यासभावनां सकलकर्मफलसंन्यासभावनां च नाटयित्वा स्वभावभूता भगवती ज्ञानचेतनैवैका नित्यमेव नाटयितव्या । तत्र तावत्सकलकर्मसंन्यासभावनां નાટ્યતિ Iરૂ૮૭ગારૂ૮૮||૩૮૧||
આત્મખ્યાતિ ટીકાર્થ જ્ઞાનથી અન્યત્ર ‘આ હું' એવું ચેતન તે અજ્ઞાન ચેતના, તે દ્વિધા (બે પ્રકારે) કર્મ ચેતના અને કર્મફલ ચેતના. તેમાં - જ્ઞાનથી અન્યત્ર આ હું કરૂં છું' એવું ચેતન તે કર્મ ચેતના,
જ્ઞાનથી અન્યત્ર ‘આ હું વેદું છું' એવું ચેતન તે કર્મફલ ચેતના,
તે તો સમસ્ત પણ સંસાર બીજ છે - સંસાર બીજ અષ્ટવિધ કર્મના બીજપણાને લીધે.
તેથી મોક્ષાર્થી પુરુષે અજ્ઞાન ચેતનાના પ્રલયાર્થે સકલકર્મસંન્યાસ ભાવના અને સકલ કર્મફલ સંન્યાસભાવના નાટિત કરીને સ્વભાવભૂતા ભગવતી જ્ઞાનચેતના જ એક નિત્યમેવ નાટિત કરવા યોગ્ય છે. તેમાં - પ્રથમ સકલકર્મસંન્યાસ ભાવના નાટિત કરે છે. ૩૮૭, ૩૮૮, ૩૮૯
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
યોગવાસિષ્ઠાદિ જે જે રૂડા પુરુષોનાં વચનો છે તે સૌ અહંવૃત્તિ પ્રતિકાર કરવા પ્રત્યે જ પ્રવર્તે છે. જે જે પ્રકારે પોતાની ભ્રાંતિ કલ્પાઈ છે તે તે પ્રકારે ભ્રાંતિ સમજી તે સંબંધી અભિમાન નિવૃત્ત કરવું એ જ સર્વ તીર્થંકરાદિ મહાત્માનું કહેવું છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૪૪, ૫૨૬
ઉત્થાનિકા કળશમાં સૂચવ્યા પ્રમાણે અજ્ઞાનચેતનાથી કર્મબંધ હોય છે એ ભાવનું અત્ર કથન કર્યું છે - કર્મફલને વેદતો જે કર્મફલને આત્મા કરે છે, કર્મફલ મેં કર્યું એમ જે જાણે છે, સુખિઓ દુઃખિઓ જે થાય છે, તે પુનઃ પણ દુઃખનું બીજ - મૂલ કારણ એવું અષ્ટવિધ - અષ્ટ પ્રકારનું કર્મ બાંધે છે. આ ગાથાના ભાવનું તત્ત્વ સર્વસ્વ સમર્પક અલૌકિક અદ્ભુત વિવરણ કરતાં તાત્ત્વિકશેખર અમૃતચંદ્રાચાર્યજી પ્રકાશે છે - જ્ઞાનાવયંત્રેલમહમિતિ ચેતન ગજ્ઞાનચેતના જ્ઞાનથી અન્યત્ર - અન્ય સ્થળે
કર્મસંન્યાસભાવના અને સલ કર્મફલસંન્યાસ ભાવના નાટિત કરી - સ્વમાવભૂતા માવતી જ્ઞાનવેતનૈવૈજા નિત્યમેવ નાયિતવ્યા - સ્વભાવભૂત એવી ભગવતી જ્ઞાનચેતના જ એક નિત્યમેવ નાટિત કરવા યોગ્ય છે - નટાવવા યોગ્ય છે. તંત્ર - તેમાં - તાવત્ - પ્રથમ તો સતર્મસંન્યાસભાવનાં નાટયંતિ - સકલ કર્મ સંન્યાસ ભાવના નાટિત કરે છે. ।। તિ ‘આત્મવ્યાતિ’ગાભમાવના ||૨૮૭||૨૮||રૂ૮૬||
૭૧૦