________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંક સમયસાર ગાથા ૩૮૭-૩૮૯ (અંતર્ગત) : આલોચના કલ્પ મનથી અને વાચાથી નથી હું કરતો, નથી હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરતો. ૧૨ મનથી અને વાચાથી નથી હું કરાવતો, નથી હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરતો. ૧૩ મનથી અને કાયથી નથી હું કરતો, નથી હું કરાવતો. ૧૪ મનથી અને કાયથી નથી હું કરતો, નથી હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરતો. ૧૫ મનથી અને કાયથી નથી હું કરાવતો, નથી હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરતો. ૧૬ વાચાથી અને કાયથી નથી હું કરતો, નથી હું કરાવતો. ૧૭ વાચાથી અને કાયથી નથી હું કરતો, નથી હું કરતાં અન્યને પણ સમનુજ્ઞાત કરતો. ૧૮ વાચાથી અને કાયથી નથી હું કરાવતો, નથી હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરતો. ૧૯, મનથી નથી હું કરતો, નથી હું કરાવતો. ૨૦ મનથી નથી હું કરતો, નથી હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરતો. ૨૧ મનથી નથી હું કરાવતો, નથી હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરતો. ૨૨ વાચાથી નથી હું કરતો, નથી હું કરાવતો. ૨૩ વાચાથી નથી હું કરતો, નથી હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરતો. ૨૪ વાચાથી નથી હું કરાવતો, નથી હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરતો. ૨૫ કાયથી નથી હું કરતો, નથી હું કરાવતો. ૨૬ કાયથી નથી હું કરતો, નથી હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરતો. ૨૭ કાયથી નથી હું કરાવતો, નથી હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરતો. ૨૮ મનથી અને વાચાથી અને કાયથી નથી હું કરતો. ૨૯ મનથી અને વાચાથી અને કાયથી નથી હું કરાવતો. ૩૦ મનથી અને વાચાથી અને કાયથી નથી હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરતો. ૩૧ મનથી અને વાચાથી નથી હું કરતો. ૩૨ મનથી અને વાચાથી નથી હું કરાવતો. ૩૩ મનથી અને વાચાથી નથી હું કરતાં પમ અન્યને સમનુજ્ઞાત કરતો. ૩૪ મનથી અને કાયથી નથી હું કરતો. ૩૫ મનથી અને કાયથી નથી હું કરાવતો. ૩૬ મનથી અને કાયથી નથી હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરતો. ૩૭ વાચાથી અને કાયથી નથી હું કરતો. ૩૮ વાચાથી અને કાયથી નથી હું કરાવતો. ૩૯ વાચાથી અને કાયથી નથી હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરતો. ૪૦ મનથી નથી હું કરતો. ૪૧ મનથી નથી હું કરાવતો. ૪૨ મનથી નથી હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરતો. ૪૩ વાચાથી નથી હું કરતો. ૪૪ વાચાથી નથી હું કરાવતો. ૪૫
૭૨૧