________________
સ્યાદ્વાદ અધિકાર “આત્મખ્યાતિ’- ૪૭ શક્તિઓઃ “અમૃત જ્યોતિ
૪૫. ઉત્પાદ - વ્યયથી આલિંગિત ભાવોના “અપાયથી' - હાનિથી - દર થઈ જવાથી “નિરપાય” - અપાય રહિત - નિરાબાધ “ધ્રુવત્વમથી' - ધ્રુવપણામયી અપાદાન શક્તિ છે, અર્થાત્ ઉત્પાદ - વ્યયથી આલિગિત - ભેટાયેલ ભાવોનો અપાય - હાનિ થાય છે, ઉત્પાદ - વ્યય રૂ૫ ભાવો ઉપજી - વણસીને ચાલ્યા જાય છે, છતાં તેથી જ્યાં કાંઈ અપાય - હાનિ ઉપજતી નથી : પાય - નિરાબાધ ધ્રુવપણું જે અપાદાન - કારક શક્તિથી હોય છે તે અપાદાન શક્તિ છે.
૪૬. “ભાભમાન' - ભાવવામાં આવી રહેલા ભાવના આધારપણા મયી અધિકરણ શક્તિ છે. અર્થાત આ ભાવવામાં આવી રહેલા સિદ્ધ ભાવનું આધારપણું જે અધિકરણ કારક શક્તિ થકી હોય છે. તે અધિકરણ શક્તિ છે.
આમ જ્ઞાનમાત્ર ભાવરૂપ આત્મા એ જ કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ એ ષકારક રૂપે પ્રવર્તી, સિદ્ધભાવ રૂપ ભાવ ક્રિયાને સાધે છે. માત્મા માત્માનં માત્મના માત્માને યાત્મનઃ આત્મનિ સાધવતિ - આત્મા આત્માને આત્માથી આત્માર્થે આત્મામાંથી આત્મામાં સાધે છે - એમ આ ષકારક ચક્ર પ્રક્રિયાનો પરમાર્થ રહસ્યભૂત પરમાર્થ છે. અત એવ - ૪૭. સ્વભાવ માત્રના “સ્વ - સ્વામિત્વમયી” - સ્વ - સ્વામિપણામયી સંબંધ શક્તિ છે. અર્થાત
સ્વભાવ માત્ર’ - સ્વભાવ સિવાય બીજું કંઈ જ નહિ એવો માત્ર “સ્વભાવ અમતચંદ્રજીએ કરેલું આત્મ જ’ આ જ્ઞાનમાત્ર ભાવ રૂપ આત્માનો “સ્વ” - પોતાનો - સ્વ ધન છે અને શક્તિઓનું પરમ અદભુત આ જ્ઞાનમાત્ર ભાવરૂપ આત્મા એનો “સ્વામી” - માલિક - ધણી છે એવો અલૌકિક મૌલિક નિરૂપણ સ્વ - સ્વામિપણા ૩૫ સંબંધ જેના થકી છે એવી સંબંધ શક્તિ છે - તાત્પર્ય
કે - જ્ઞાનમાત્ર ભાવમાં અંતર્ભવતી - જે જે શક્તિઓ ઉપર કહી તે તે આત્મ સ્વભાવ રૂપા છે, તે સર્વ શક્તિઓનો સંબંધ આત્મ સ્વભાવ સાથે છે અને આ આત્મ સ્વભાવ માત્ર જ આત્માનો “સ્વ” છે ને આત્મા જ તેનો “સ્વામી” છે - એમ સ્વભાવ માત્ર સાથે જ આત્માનો સ્વ - સ્વામિત્વ સંબંધ છે. બીજી કોઈ પણ પરભાવ સાથે આત્માનો સ્વ - સ્વામિત્વ સંબંધ નથી જ.
આમ આત્માના જ્ઞાનમાત્ર ભાવમાં “અંતઃપાતિની' - અંતર્ભાવ પામતી અનંત શક્તિઓની વાનકી રૂપે sample) ઉક્ત સુડતાલીશ આત્મશક્તિઓના પરમ અદભૂત તત્વ ચમત્કૃતિમય અલૌકિક મૌલિક નિરૂપણ પરથી સુજ્ઞ વિચક્ષણોને પરમ જ્ઞાન વિભૂતિ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીના અનંતશક્તિ સંપન્ન દિવ્ય આત્માના પરમ અદભત “સ્વ વિભવ'નો કિંચિત પરિચય પ્રાપ્ત થાય છે.