________________
સમયસાર : આત્મખ્યાતિ
આરાધનનું પરમોત્તમ તત્ત્વવિધાન અત્ર પ્રકાશ્ય છે - (૧) “આ સંસારથી' - જ્યારથી આ સંસાર છે ત્યારથી માંડીને એટલે કે અનાદિથી આ આત્મા પરદ્રવ્ય પ્રત્યયે ઉપજતા હોવાથી પરદ્રવ્ય સ્વરૂપ એવા રાગ - દ્વેષાદિ ઔપાધિક ભાવોમાં નિત્યમેવ - સદાય “અવતિષ્ઠમાન' છે - એમ ને એમ સ્થિતિ કરી રહ્યો છે. એમ શાથી ? સ્વપ્રજ્ઞાવોન - “સ્વ પ્રજ્ઞાદોષથી' - સ્વ પ્રજ્ઞા અપરાધથી, “સ્વ” - પોતાની - આત્માની પ્રજ્ઞાના - બુદ્ધિના દોષથી – અપરાધથી. આમ અનાદિથી પરદ્રવ્ય એવા રાગ-દ્વેષાદિમાં “સ્વ પ્રજ્ઞાદોષથી” નિત્ય જ અવતિમાન એવાને (આત્માને) પણ સ્વપ્રજ્ઞા-નૈવ - “સ્વપ્રજ્ઞા ગુણથી જ’ - સ્વ - પોતાની - આત્માની પ્રજ્ઞાનો - બુદ્ધિના - સાચી સમજણના ગુણથી જ વ્યાવૃત્ત કરી - પાછો વાળી, “નિશ્ચિત’ - નિશ્ચય સ્વરૂપમાં જ નિયત એવા આત્માને દર્શન - જ્ઞાન - ચારિત્રમાં નિત્યમેવ - સદાય અતિનિશ્ચલપણે “અવસ્થાપ” ! “અવ' - જેમ છે તેમ સ્વસમય રૂપ સ્વરૂપ મર્યાદાથી “સ્થાપ” - સ્થાપન કર ! તથા - (૨) ચિત્તાન્તર નિરોધથી વા ચિન્તાન્તર નિરોધથી - “ચિત્તાન્તરના” - અન્ય કોઈ ચિત્તના અથવા “ચિન્તાન્તરના” - અન્ય કોઈ ચિન્તાના “નિરોધથી” - નિતાંત રોધથી - નિયંત્રણથી - રોકી દેવાથી અત્યંત “એકાગ્ર” થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રને જ ધ્યાન ! અન્ય ચિત્તવૃત્તિ
જ્યાં વર્તે છે એવા “ચિત્તાંતરના' અથવા અન્ય ચિન્તા જ્યાં વર્તે છે એવા ચિન્તાન્તરના નિરોધથી, જ્યાં દ્વૈત કે દ્વિધાભાવ વર્તતો નથી એવા અદ્વૈત - એક દર્શન - જ્ઞાન - ચારિત્રમાં જ ચિત્ત વા ચિન્તા જેને અઝ' - પ્રધાન છે એવો “એકાગ્ર થઈને દર્શન - જ્ઞાન - ચારિત્રનું જ ધ્યાન ધર ! તથા - (૩) કર્મ” તે હું છું એવી “ચેતના” - ચેતવાપણું - અનુભવવાપણું - અનુભૂતિ જ્યાં છે એવી સકલ કર્મ ચેતનાના અને કર્મફલ” તે હું છું એવી “ચેતના” - ચેતવાપણું - અનુભવવાપણું - અનુભૂતિ જ્યાં છે એવી સકલ કર્મફલ ચેતના”ના “સંન્યાસથી' - પરિત્યાગથી “શુદ્ધજ્ઞાન” જ - “કેવલ” જ્ઞાન જ હું છું એવી “ચેતના” - ચેતવાપણું - અનુભવવાપણું - અનુભૂતિ જ્યાં છે એવી “શુદ્ધ જ્ઞાન ચેતના” સાથે જ્યાં તન્મયતા છે એવો “શુદ્ધ જ્ઞાન ચેતનામય' થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રને જ “ચેત' - અનુભવ ! અનુભવન કર ! તથા - (૪) દ્રવ્યનો સ્વભાવ છે કે પ્રતિક્ષણે – પ્રતિસમયે દ્રવ્યા કરવું - પરિણામ પામ્યા કરવું, એટલે દ્રવ્યના આવા (પરિણામ) સ્વભાવ વશ થકી “પ્રતિક્ષણે” - પ્રત્યેક ક્ષણે - ક્ષણે વિભમાણ' - વર્લૅમાન - વૃદ્ધિ પામી રહેલ - ઉલસાયમાન થઈ રહેલ પરિણામપણાએ કરીને તન્મય' - દર્શન - જ્ઞાન - ચારિત્રમય પરિણામવાળો થઈને દર્શન - જ્ઞાન - ચારિત્રમાં જ “વિહર !' વિચર ! અર્થાત પ્રતિક્ષણે ઉત્તરોત્તર વધતી જતી - ઉલ્લસાયમાન થતી દશાવાળા દર્શન - જ્ઞાન - ચારિત્ર પરિણામોમાં જ તન્મય થઈને - તે દર્શન - જ્ઞાન - ચારિત્ર પરિણામમય થઈને “વિતરણ” - વિચરણ કર ! તથા - (૫) જ્ઞાનરૂપ એક જ અચલિત એવું “અવલંબમાન” - અવલંબતો રહી, શેયરૂપે ઉપાધિતાએ' કરી - ઉપાધિપણાએ કરી “સર્વતઃ જ' - બધી બાજુએથી જ “પ્રધાવતા” - અત્યંત દોડાદોડ કરી રહેલા એવા પણ પરદ્રવ્યોમાં સર્વેયમાં પણ જરા પણ વિહરીશ મા ! અર્થાતુ આત્માનું જ્ઞાન સ્વભાવપણું છે એટલે નાના પ્રકારના પરદ્રવ્યરૂપ જોય તો તેમાં પ્રતિબિંબિત થઈ પ્રતિભાસવાના જ, પણ આ તો અનેક ચલાયમાન થતા શેયરૂપ ઔપાધિક ભાવો છે ને હું તો એક જ અચલિત જ્ઞાનરૂપ સહજ સ્વભાવભૂત ભાવ છું, એમ જાણી, જ્ઞાનરૂપ એક જ અચલિત એવું અવલંબતો રહી, શેયરૂપે ઉપાધિપણે ચોતરફથી દોડાદોડ કરી રહેલા એવા પણ “પદ્રવ્યોમાં' સર્વેયમાં જરા પણ વિહરીશ મા ! વિહરણ - વિચરણ કરીશ મા !
આ મોક્ષમાર્ગના ઉપાયો અંગે સાક્ષાત્ સમયસારભૂત શ્રીમદ્ રાજચંદ્રના અનુભવસિદ્ધ ટંકોત્કીર્ણ વચનામૃત છે કે -
જે ઉપાયો દર્શાવ્યા તે સમ્યગદર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યફચારિત્ર અથવા તે ત્રણેનું એક નામ “સમ્યકમોક્ષ.” “સમ્યફદર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યફદર્શનની મુખ્યતા ઘણા સ્થળે તે વીતરાગોએ કહી છે, જો કે
૭૭૮