________________
સમયસાર : આત્મખ્યાતિ
થાય એવું, એક - અદ્વિતીય - અદ્વૈત, અચલ - ક્યારેય પણ ચલિત ન થાય એવું, સ્વ સંવેદ્ય - સ્વથી - પોતાથી - આત્માથી સંવેદ્ય - સંવેદાવા યોગ્ય - આત્માનુભવગમ્ય, અબાધિત - ત્રણે કાળમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારે બાધિત ન થાય એવું છે – હં મેવાં, સંવેદ્યમવથતું !'
અર્થાત્ - એવા પ્રકારે આ શાસ્ત્રમાં સવિસ્તર પ્રદર્શિત કર્યું તેમ આત્માનું આ તત્ત્વ “જ્ઞાનમાત્ર' અવસ્થિત છે - કેવલ' જ્ઞાન સિવાય બીજો કોઈ ભાવ જ્યાં નથી એવું કેવલ જ્ઞાનમાત્ર આ આત્માનું તત્ત્વ' છે - કેવલ જ્ઞાનમાત્ર એ જ આત્મા છે એવું આ આત્માનું તત્પણારૂપ તત્ત્વ છે, એ જ આત્માનું સ્વરૂપનું સત્ત્વ છે - એમ આ વ્યવસ્થિત' છે, “વિ' - વિશેષે કરીને “અવ' - સ્વ સમયની સ્વરૂપ મર્યાદાથી જેમ છે તેમ “સ્થિત” - સ્થિતિ કરી રહેલું છે, વસ્તુ-વ્યવસ્થાથી ત્રણે કાળમાં ન ચળે એવા નિશ્ચલ નિશ્ચયથી સ્થિત છે. આમ આત્માનું આ જ્ઞાનમાત્ર વ્યવસ્થિત તત્ત્વ ત્રણે કાળમાં દ્રવ્યથી - ક્ષેત્રથી - કાળથી - ભાવથી કદી પણ ખંડિત ન થાય એવું “અખંડ' છે, પરભાવથી કદી પણ ચલાયમાન ન થાય એવું અચલ જેવું અત્યંત “અચલ' છે, સકલ દ્વૈત ભાવનો જ્યાં વિલય છે એવું અદ્વૈત - અદ્વિતીય - “એક છે', એનો સ્વભાવ કદી પણ બાધિત ન થાય એવું અબાધિત “અબાધ' - અવ્યાબાધ છે. “સ્વથી' - પોતાથી - આત્માથી “સંવેદ્ય' - સંવેદાવા યોગ્ય - આત્માનુભવગમ્ય એવું “સ્વ સંવેદ્ય છે. એવું આત્માનું આ જ્ઞાનમાત્ર વ્યવસ્થિત તત્ત્વ વિજ્ઞાનઘને ભગવાન અમૃતચંદ્ર આ “સર્વવિશુદ્ધ જ્ઞાન” અધિકારના આ “અમૃત” કળશમાં સુપ્રતિષ્ઠિત કર્યું અને અમૃતચંદ્ર ભગવાનની આ અમૃત અલૌકિક આત્મખ્યાતિ' મહાટીકાને અનુવદતાં - અનુવદન - અનુવંદન કરતાં - આ ભગવાનના દાસે (ભગવાન દાસે) “અમૃત જ્યોતિ’ મહાભાષ્ય પરમશ્રુત ભક્તિથી આ પરમશ્રુત પ્રભાવનાર્થે આમાર્થે કર્યું.
નમસ્કાર હો નમસ્કાર હો ! પરમર્ષિ કુંદકુંદાચાર્યને ! નમસ્કાર હો નમસ્કાર હો ! પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યને !
નમ: સમયસારા ||
|| ઇતિ શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિ વિરચિત સમયસાર વ્યાખ્યા “આત્મખ્યાતિ'માં
સર્વવિશુદ્ધજ્ઞાન પ્રરૂપક નવમો અંક લા
॥ इति श्रीमद् 'अमृतचंद्रसूरिविरचितायां' समयसारव्याख्यामात्मख्याती
• सर्वविशुद्धज्ञान प्ररूपकः नवमोऽकः ॥९॥
॥ श्रीमद् अमृतचंद्रसूरिविरचित 'आत्मख्याति' व्याख्या उपरि
डॉ. भगवानदासेन कृते 'अमृत ज्योति' महाभाष्ये सर्वविशुद्धज्ञान प्ररूपकः नवमः अधिकारः ॥९॥
૮૦૦