________________
સમયસાર : આત્મખ્યાતિ
હોય ને તે સ્વસ્થાને સ્થિત છતાં તેની સત્તા સમગ્ર પુરમાં - નગરમાં વ્યાપે, તેમ ચિતિ પુરનો રાજા આ પુરુષ' - આત્મા એક છે અને તે સ્વરૂપ સ્થાને સ્થિત છતો સમગ્ર આત્મપ્રદેશરૂપે ચૈતન્યપુરમાં વ્યાપે છે, એટલું જ નહિ પણ તે ચૈતન્ય પુરમાં બેઠો બેઠો ચિતિરૂપ દર્શન - જ્ઞાન શક્તિથી વિશ્વ વ્યાપક બને છે, સર્વભાવમાં વ્યાપક “વિષ્ણુ' બને છે. આમ આ ચૈતન્ય - “વિષ્ણુ'ની સર્વ ભાવમાં વ્યાપક એવી એક ભાવરૂપા આ વિભુત્વ શક્તિ છે. અત એવ -
૯. વિશ્વના વિશ્વ - સર્વ “સામાન્ય ભાવ પરિણામાત્મ* - સામાન્ય ભાવે પરિણામ રૂપ દર્શનમથી સર્વદર્શિત્વ શક્તિ છે. અર્થાત્ સર્વ ભાવમાં વ્યાપક એવી એક ભાવરૂપા વિભુત્વ શક્તિ છે એટલે જ વિશ્વના' - સર્વ સકલ સમગ્ર જગતના “વિશ્વ” - સર્વ - સકલ- સમગ્ર સામાન્ય ભાવે પરિણામાત્મ - પરિણામ રૂપ દર્શનમયી એવી સર્વ દેખવાપણા રૂપ સર્વ દર્શિત્વ શક્તિ છે અને અત એવ જ -
૧૦. વિશ્વના વિશ્વ - સર્વ “વિશેષ ભાવ પરિણામાત્મ” - વિશેષ ભાવે પરિણામ રૂપ જ્ઞાનમયી સર્વજ્ઞત્વ શક્તિ છે. અર્થાત્ સર્વ ભાવમાં વ્યાપક એવી એક ભાવરૂપા વિભુત્વ શક્તિ છે એટલે જ વિશ્વના - સર્વ સકલ સમગ્ર જગતના “વિશ્વ' - સર્વ - સકલ - સમગ્ર વિશેષ ભાવે પરિણામાત્મ - પરિણામ રૂપ જ્ઞાનમયી એવી સર્વ જાણવારૂપ સર્વજ્ઞ શક્તિ છે. અત એવ -
૧૧. “નીરૂપ - અરૂપી આત્મ પ્રદેશમાં પ્રકાશમાન લોકાલોક આકારથી “મેચક' - ચિત્ર ઉપયોગ લક્ષણા સ્વચ્છવ શક્તિ છે. આ સર્વ દર્શિત્વ - સર્વજ્ઞત્વ શક્તિ છે એટલે જ અત્ર સ્વચ્છત્વ શક્તિ છે. જેમ દર્પણમાં સ્વચ્છપણાની શક્તિ છે તો તેમાં સન્મુખ મૂકેલ પદાર્થના યથાવત્ આકાર પ્રતિબિંબે છે, તેમ આ કેવલ દર્શન - જ્ઞાન ઉપયોગ રૂપ “કેવલ' જ્ઞાનમય દર્પણમાં છે સ્વચ્છપણાની શક્તિ છે એટલે તેમાં લોકાલોકના સકલ આકાર યથાવતુ પ્રતિબિંબે છે, તેથી ઉપયોગ “મેચક' - ચિત્ર વિચિત્ર - રંગબેરંગી નાના પ્રકારના આકારવાળો બને છે. અત્રે શંકા થવી સંભવે છે કે આત્મા તો અરૂપી છે, તેમાં લોકાલોકના ભાવ કેમ જણાય ? તેનું સમાધાન આ સ્વચ્છવ શક્તિથી કર્યું છે. આમ “નીરૂપ” -
જ્યાં કોઈ મુર્તતારૂ૫ રૂપ નથી એવા અરૂપી અમૂર્ત આત્મ પ્રદેશમાં પ્રકાશમાન લોકાલોકાકારથી મેચક - ચિત્ર ઉપયોગ લક્ષણા સ્વચ્છત્વ શક્તિ છે. અત એવ -
૧૨. સ્વયં - પોતે આપોઆપ પ્રકાશમાન “વિશદ - સ્પષ્ટ “સ્વ સંવિત્તિમયી' - સ્વ સંવેદનામથી પ્રકાશ શક્તિ છે. સ્વચ્છત્વ શક્તિ સાથે “સ્વયં” - બીજા કોઈથી નહિ પણ પોતે પોતાથી પ્રકાશમાન એવી પ્રકાશ શક્તિ પણ છે. સ્વચ્છપણું હોય પણ પ્રકાશન કરનાર પ્રકાશવા રૂપ પ્રકાશ જ ન હોય તો તે પ્રતિબિંબ કેમ ઝીલે ? તેમ જ્ઞાનમાત્ર ચિત - દર્પણ ભલે સ્વચ્છ હોય પણ તેમાં સ્વયં પ્રકાશી પ્રકાશ જ ન હોય તો તે સર્વ ભાવ કેમ ઝીલી શકે ? માટે “સ્વયં” - પોતે “પ્રકાશમાન - પ્રકાશી રહેલ એવી સ્વ - પર પ્રકાશક વિશદ' - સ્પષ્ટ - નિર્મલ ચકચકી રહેલ “સ્વ સંવિત્તિમયી' - સ્વ સંવેદનામયી - સ્વાનુભૂતિમય પ્રકાશ શક્તિ છે. અત એવ –
૧૩. ક્ષેત્ર-કાલથી “અનવચ્છિન્ન” - અમર્યાદિત - અખંડિત “ચિદ્ર વિલાસાત્મિકા’ - ચિત્ વિલાસ સ્વરૂપા અસંકુચિત વિકાશત્વ શક્તિ છે. અર્થાત્ ઉક્ત પ્રકારે લોકાલોક પ્રકાશક પ્રકાશ શક્તિ છે એટલે જ જે લોકાલોકમાં ક્યાંય સંકોચાતી નથી - કુંઠિત થતી નથી - પ્રતિહત થતી નથી એવી “અસંકુચિત - અસંકોચાયેલ - અકંઠિત - અપ્રતિહત “વિકાશ' - વિકાશવા - વિકાસવા રૂ૫ વિકાશપણું છે આમ અસંકુચિત વિકાશત્વ શક્તિ છે અને તે પણ કેવી ? અને શી રીતે ? અસંખ્ય પ્રદેશ પ્રમાણ જેનું આત્મક્ષેત્ર અને શાશ્વત સ્થિતિરૂપ જેનો આત્મકાળ કદી પણ “અવચ્છિન્ન” - ખંડિત - મર્યાદિત - કુંઠિત સંકુચિત થતો નથી પણ પૂર્ણ વિકાશિપણે સદા વર્તે છે એવા ક્ષેત્ર - કાલથી “અનવચ્છિન્ન - અખંડિત - અમર્યાદિત - અકુંઠિત - અસંકુચિત ચિમાં જ વિલાસ કરવો એ જ જેનું સ્વરૂપ છે એવી ચિદ્ વિલાસાત્મિકા આ અસંકુચિત વિકાશિત્વ શક્તિ છે. અથવા તો એમ સંપૂર્ણ લોકાલોક પ્રકાશક એવી પૂર્ણ પ્રકાશ શક્તિ છે એટલે હવે જ્યાં લેશ પણ સંકોચ - વિકાશનો અવકાશ રહ્યો નથી એવી
૮૫૨