Book Title: Samaysara Part 02
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 910
________________ સ્યાદ્વાદ અધિકાર “આત્મખ્યાતિ'- ૪૭ શક્તિઓઃ “અમૃત જ્યોતિ’ ૨૨. “જ્ઞાતૃત્વમાત્રથી અતિરિક્ત - જ્ઞાતૃત્વ માત્ર સિવાયના એવા સકલ કર્મકૃત પરિણામ અનુભવની ઉપરમાત્મિકા અભોક્નત્વ શક્તિ ઉક્ત લક્ષણા અકર્તૃત્વ શક્તિ છે એટલે ભોક્નત્વ કર્તુત્વ સાપેક્ષ હોઈ અભોક્નત્વ જ હોય, તેમજ અમૂર્તનો મૂર્ત સાથે ભોક્ત-ભોગ્ય સંબંધ કેમ હોઈ શકે ? એટલા માટે જ અભોસ્તૃત્વ શક્તિ છે અને તે કેવી છે? “જ્ઞાતૃત્વ માત્રથી અતિરિક્ત' - એક જ્ઞાતૃત્વ માત્ર સિવાય મૂર્ત એવા સકલ કર્મકૃત પરિણામના અનુભવનો જ્યાં ઉપરમ છે એવી - અથી આ જ્ઞાનમાત્ર ભાવને સકલ કર્મકૃત (પુદ્ગલ) પરિણામ અનુભવનું માત્ર “જ્ઞાતૃત્વ" - જાણપણું જ છે - જાણપણારૂપ અનુભવ જ છે, પણ સકલ કર્મકૃત (પુદ્ગલ) પરિણામ અનુભવવા રૂપ ભોસ્તૃત્વ - ભોક્તાપણું નથી જ, આ જ્ઞાનમાત્ર ભાવ સકલ કર્મકૃત અનુભવ પરિણામને માત્ર જાણે જ છે, પણ વ્યાપ્ય - વ્યાપક ભાવથી ભોગવતો - અનુભવતો નથી, એટલે આમ માત્ર એક જ્ઞાતૃત્વ - જાણપણા સિવાય સકલ કર્મકૃત પરિણામ અનુભવનો જ્યાં ઉપરમ છે એવી ઉપરમાત્મિકા આ અભોક્નત્વ શક્તિ છે. અત એવ - ૨૩. સકલ કર્મના ઉપરમથી પ્રવૃત્ત એવી “આત્મપ્રદેશ નૈધ્વંદ્ય રૂપા' આત્મ પ્રદેશના નિષ્પદપણા રૂપ - સ્પંદન રહિતપણા રૂપ નિખિયત શક્તિ છે. ઉક્ત પ્રકારે અકપણું - અભોક્તપણું છે એટલે સકલ કર્મના ઉપરમથી - વિરમવાથી જ્યાં આત્મપ્રદેશોનું “નૈધ્વંદ્ય” - નિષ્પદપણું - સ્પંદન રહિતપણું - હલન ચલન રહિતપણું - નિષ્કપનપણું પ્રવૃત્ત છે, એવી આત્મપ્રદેશ નૈધ્વંદ્યરૂપા આ નિષ્ક્રિયત્ન શક્તિ છે. અત એવ - ૨૪. “આસંસાર' - આ સંસારથી માંડીને અનાદિથી “સંહરણ - વિસ્તરણથી' - સંકોચ - વિકાસથી લક્ષિત, કિંચિત્ “ઊન' - ઊણા “ચરમ' છેલ્લા શરીર પરિમાણથી અવસ્થિત એવું “લોકાકાશ સંમિત’ - લોકાકાશ પ્રમાણ “આત્મ - અવયવત્વ' - આત્મ અવયવપણું લક્ષણ છે જેનું એવી નિયત પ્રદેશવ શક્તિ છે. ઉક્ત લક્ષણા નિષ્ક્રિયત્વ શક્તિ છે અત એવ જેમ આત્મ પ્રદેશોની સ્થિતિ છે તેમ જ “નિયત' - નિશ્ચિત વૃત્તિરૂપપણે પ્રદેશ અવસ્થિત રહે એવી નિયત પ્રદેશવ શક્તિ છે. તે કેવી છે ? “લોકાકાશ સંમિત - લોકાકાશ પ્રમાણ અસંખ્ય પ્રદેશાત્મક આત્મ અવયવત્વ લક્ષણા, લોકાકાશ પ્રમાણ અસંખ્ય પ્રદેશ તે જાણે આત્માના અવયવો છે એવી અને તે પણ કેવી રીતે નિયતપણે અવસ્થિત છે ? આ સંસારથી - અનાદિથી જે જે દેહ આ આત્મા ધારણ કરે છે, તે તે દેહ પ્રમાણ પ્રમાણે તે લોકાકાશ સંમિત અસંખ્ય આત્મપ્રદેશોનું “સંહરણ - વિસ્તરણ” - સંહરવું - વિસ્તરવું - સંકોચવું - વિકાસવું થયા કરે છે, એટલે આમ પ્રદેશોના સંહરણ - વિસ્તરણથી – સંકોચન - વિકાસનથી લક્ષિત થતા આ આત્મ પ્રદેશોનું આઘા - પાછા ખસવાપણે અનવસ્થિતપણું છે, તો પણ જ્યારે સિદ્ધિ ગમનનો સાધક એવો ચરમ' - છેલ્લો દેહ પર્યાય છૂટે છે, ત્યારે તે ચરમ દેહના પરિમાણથી “કંઈક ઊણા' - ત્રિભાગહીન માપ પ્રમાણે તે લોકાકાશ સંમિત આત્મ પ્રદેશો જેમ છે તેમ “અવસ્થિત’ રહે છે - આઘા પાછા ખસતા નથી, એટલે કે ચરમ દેહના ત્રીજા ભાગથી ન્યૂન એવડી ચરમ દેહાકાર પ્રમાણે જ્યાં આત્મ પ્રદેશોની ઘન રચના છે, એવી ચૈતન્ય ઘન સિદ્ધ ભગવાનની આત્મ પ્રદેશોની ઘન અવગાહના જેમ છે તેમ નિયત - પ્રદેશપણે શાશ્વત કાલ અવસ્થિત રહે છે. આમ આવી આ નિયત પ્રદેશત્વ શક્તિ છે. અત એવ - ૨૫. સર્વ શરીરોમાં “એક સ્વરૂપાત્મિકા' સ્વધર્મ વ્યાપકત્વ શક્તિ છે. ઉપર કહ્યા પ્રમાણે ભિન્ન ભિન્ન શરીરમાં આત્મ પ્રદેશોના સંકોચન — વિકાસન રૂપ સંહરણ - વિસ્તરણ છતાં લોકાકાશ પ્રમાણ અસંખ્ય પ્રદેશપણા રૂપ નિયત પ્રદેશપણું છે, અત એવ સર્વ શરીરોમાં “એક સ્વરૂપાત્મિકા' - એક સ્વરૂપ રૂપા એવી “સ્વધર્મ વ્યાપકત્વ શક્તિ’ - સ્વ ધર્મોમાં આત્મધર્મોમાં વ્યાપકપણાની શક્તિ છે. અત એવ - ૨૬. સ્વ - પરમાં સમાન - અસમાન - સમાનાસમાન એવા ત્રિવિધ ભાવની “ધારણાત્મિકા’ - ધારણા રૂપા સાધારણ - અસાધારણ - સાધારણાસાધારણ ધર્મત્વ શક્તિ છે, સ્વધર્મ વ્યાપકત્વ શક્તિ છે અત એવ સાધારણ - અસાધારણ - સાધારણાસાધારણ એમ ત્રણ પ્રકારના જેટલા સ્વધર્મ છે તે - રૂપ ૮૫૫

Loading...

Page Navigation
1 ... 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952