________________
સમયસાર : આત્મખ્યાતિ
કારણ સ્વરૂપમાં તેનું પ્રતિષ્ઠિતપણું રહે એવી વિશિષ્ટ ગુણરૂપા આ અગુરુલઘુત્વ શક્તિ છે જેથી સ્વરૂપથી ન ગુરુ થાય ન લઘુ થાય, ન અધિક થાય ન ન્યૂન થાય એવું સ્વરૂપ સ્થિતિ સ્થાપકપણું જ હોય છે એવા વિશિષ્ટ અગુરુલઘુ ગુણરૂપ આ શક્તિ છે. આ અગુરુલઘુ ગુણ કેવો છે ? ષટ્ સ્થાનપતિત વૃદ્ધિ હાનિ પરિણત એવો છે. અર્થાત્ અનંત ભાગ વૃદ્ધિ, અસંખ્યાત ભાગ વૃદ્ધિ, સંખ્યાત ભાગ વૃદ્ધિ, સંખ્યાત ગુણ વૃદ્ધિ, અસંખ્યાત ગુણ વૃદ્ધિ, અનંત ગુણ વૃદ્ધિ અને અનંત ભાગ હાનિ, અનંત ગુણ હાનિ - એમ ષસ્થાનપતિત વૃદ્ધિ - હાનિ પરિણામે આ અગુરુલઘુ ગુણ ચક્ર ભ્રમણ ન્યાયે નિરંતર પરિણમ્યા કરે છે, અત એવ આ અગુરુલઘુ ગુણ જ ‘સ્વરૂપ પ્રતિષ્ઠત્વનું’ સ્વરૂપમાં પ્રતિષ્ઠિતપણાનું કારણ હોય છે. આની જેની અલૌકિક મૌલિક અપૂર્વ વ્યાખ્યા અમૃતચંદ્રજીએ પ્રકાશી છે તે આ સ્વરૂપ પ્રતિષ્ઠત્વ કારણ વિશિષ્ટ અગુરુલઘુગુણાત્મિકા આ અગુરુલઘુત્વ શક્તિ છે. અત એવ -
૧૮. ‘ક્રમ-અક્રમ વૃત્તિ વૃત્તિત્વ લક્ષણા' - ક્રમ વૃત્તિથી વૃત્તિપણું અને અક્રમ વૃત્તિથી વૃત્તિપણું લક્ષણ છે જેનું એવી ‘ઉત્પાદ-વ્યય-ધ્રુવત્વ શક્તિ છે. ઉક્ત સ્વરૂપા સ્વરૂપ પ્રતિષ્ઠત્વકારણ અગુરુ લઘુ શક્તિ છે, એટલે જ સ્વરૂપથી ‘સત્' હોઈ ‘ક્રમાક્રમથી’ ક્રમથી અક્રમથી વૃત્તિથી વૃત્તિપણા રૂપ લક્ષણવાળી ઉત્પાદ વ્યય - ધ્રુવત્વ શક્તિ છે, અર્થાત્ ‘ક્રમ વૃત્તિથી' - ક્રમે કરીને વર્તતા પર્યાયોથી ઉત્પાદ - વ્યય જ્યાં થયા કરે છે અને ‘અક્રમ વૃત્તિથી’ - અક્રમે કરીને સદા વર્તતા દ્રવ્યથી જ્યાં ‘ધ્રુવત્વ’ – ધ્રુવપણું - સદા સ્થિરપણું રહ્યા કરે છે એવી આ ઉત્પાદ - એવ -
-
વ્યય – ધ્રુવત્વ શક્તિ છે. અત
-
અંકિત સદેશ
૧૯. દ્રવ્ય સ્વભાવભૂત ધ્રૌવ્ય - વ્યય ઉત્પાદથી ‘લિંગિત’ ચિહ્નિત વિસદેશ રૂપ એક અસ્તિત્વ માત્રમયી પરિણામશક્તિ છે. એમ ઉત્પાદ - વ્યય વ્યત્વ શક્તિ છે એટલે જ ‘સત્' હોઈ ‘એક અસ્તિત્વ માત્રમયી' એક સત્તામાત્ર મયી પરિણામ શક્તિ છે. તે કેવા એક અસ્તિત્વ માત્રમયી છે ? દ્રવ્યના સ્વભાવભૂત હોવાથી જે સદાય હોય જ છે એવા ધ્રૌવ્ય - વ્યય - ઉત્પાદથી ‘લિંગિત' ચિહ્નિત ‘સદેશ રૂપ' - સમાન રૂપ ‘વિસર્દેશ રૂપ’ અર્થાત્ ધ્રૌવ્ય લિંગિત સદેશ રૂપ અને વ્યય - ઉત્પાદથી લિંગિત વિસદેશ રૂપ એવું એક અસ્તિત્વ માત્ર જ્યાં છે એવા એક અસ્તિત્વ માત્રમયી આ પરિણામ શક્તિ છે. અત એવ -
અસમાન રૂપ એવા,
-
-
-
-
-
-
-
-
-
૨૦. કર્મબંધના ‘વ્યપગમથી' - દૂર થવાથી ‘વ્યંજિત' - વ્યક્ત થયેલ એવી સહજ સ્પર્શાદ શૂન્ય આત્મપ્રદેશાત્મિકા અમૂર્તત્વ શક્તિ છે, ઉક્ત લક્ષણા દ્રવ્યની એકાસ્તિત્વ માત્રમયી પરિણામ શક્તિ છે અને આ અમૂર્ત દ્રવ્યના પરિણામ અમૂર્ત છે, અત એવ ‘અમૂર્તત્વ શક્તિ' - અમૂર્ત પણાની શક્તિ છે. કેવી છે તે ? કર્મબંધના ‘વ્યપગમથી’ - દૂર થઈ જવાથી ‘વ્યંજિત’ - વ્યક્ત થયેલ - પ્રકટિત ‘સહજ' (આત્માની સહજન્મા) સ્વભાવભૂતપણે ‘સ્પર્શાદિ શૂન્ય' મૂર્ત દ્રવ્યના સ્પર્શ - ૨સ - ગંધ - વર્ણ ગુણથી શૂન્ય એવા આત્મપ્રદેશ જ્યાં છે, એવી સહજ - સ્વભાવભૂત સ્પર્ધાદિ શૂન્ય આત્મપ્રદેશાત્મિકા - આત્મપ્રદેશ રૂપા આ અમૂર્તૃત્વ શક્તિ છે. અત એવ
-
-
=
=
-
૨૧. ‘શાતૃત્વ માત્રથી અતિરિક્ત' શાતૃત્વ માત્ર સિવાયના એવા સકલ કર્મકૃત - પરિણામ કરણની ‘ઉપરમાત્મિકા ઉપરમ રૂપા અકર્તૃત્વ શક્તિ છે. ઉક્ત લક્ષણા અમૂર્ત્તત્વ શક્તિ છે, અત એવ અમૂર્તનો મૂર્ત સાથે કર્તા કર્મ સંબંધ કેમ હોઈ શકે ? એટલા માટે જ ‘જ્ઞાતૃત્વ માત્રથી અતિરિક્ત’ એક શાતૃત્વ માત્ર સિવાય મૂર્ત એવા સકલ કર્મ કૃત ‘પરિણામ કરણનો' પરિણામ કરવાનો જ્યાં ઉપરમ છે એવી ‘ઉપ૨માત્મિકા’ ઉપરમરૂપા આ અકર્તૃત્વ શક્તિ છે. અર્થાત્ આ જ્ઞાનમાત્ર ભાવને સકલ કર્મકૃત પરિણામનું માત્ર જ્ઞાતૃત્વ - જાણપણું જ છે, પણ સકલ કર્મકૃત પરિણામ કરવા રૂપ કર્તૃત્વ કર્તાપણું નથી જ, આ જ્ઞાનમાત્ર ભાવ સકલ કર્મકૃત પરિણામને માત્ર જાણે જ છે પણ વ્યાપ્ય - વ્યાપક ભાવથી કરતો નથી, આ કર્મ પરિણામ કરણ તો કર્મકૃત છે, કર્મ જ વ્યાપ્ય વ્યાપક ભાવથી તે પરિણામ કરે છે, એટલે આમ માત્ર એક જ્ઞાતૃત્વ સિવાય સકલ કર્મકૃત પરિણામકરણનો જ્યાં ઉપ૨મ છે એવી ઉપ૨માત્મિકા આ અકર્તૃત્વ શક્તિ છે. અત એવ -
૮૫૪
-