________________
સ્યાદ્વાદ અધિકારઃ ‘આત્મખ્યાતિ’- ૪૭ શક્તિઓઃ “અમૃત જ્યોતિ ૧. આત્મદ્રવ્યના હેતુભૂત એવા “ચૈતન્ય માત્ર' - કેવલ ચૈતન્ય રૂપ ભાવપ્રાણનું “ધારણ' - ધારવું એ લક્ષણ છે જેનું તે જીવત્વ શક્તિ છે. અર્થાત “પ્રાણ ધારણ” એ જીવવું કહેવાય છે. આત્મા શાથી જીવે છે ? ને તેના પ્રાણ કયા છે ? “ચૈતન્ય માત્ર' - કેવલ ચૈતન્ય એ જ આત્માના ભાવપ્રાણ છે અને એ જ આત્મદ્રવ્યના ઉપાદાન - હેતુભૂત - કારણભૂત છે અને આ ચૈતન્ય માત્ર ભાવપ્રાણના “ધારણ” - ધારવા થકી જ આ આત્મા જીવે છે. એટલે આમ આત્મદ્રવ્યના હેતુભૂત ચૈતન્ય માત્ર ભાવપ્રાણ ધારણ લક્ષણા જીવત્વ શક્તિ છે. અત એવ -
૨. અજડત્વાત્મિકા – અજડપણા રૂપ ચિતિ શક્તિ છે, “ચિતિ’ - ચેતવા રૂપ – અનુભવવા રૂપ - સંવેદવા રૂપ શક્તિ છે. “ચિતિ' - ચેતવા રૂપ ચૈતન્યથી વિરુદ્ધ જડત્વ - જડપણું છે, આ જડત્વનો - જડપણાનો જ્યાં આત્યંતિક અભાવ છે, સર્વથા “નાસ્તિ' છે, એવી આ અજડત્યાત્મિક શક્તિ છે. અત એવ -
૩. અનાકાર-નિર્વિકલ્પ ઉપયોગમયી દૃષ્ટિ શક્તિ અને (૪) સાકાર - સવિકલ્પ ઉપયોગમયી જ્ઞાનશક્તિ છે. અર્થાત “ચિતિ' - એટલે ચેતવું - સંવેદવું - અનુભવવું, તે ચિત્ શક્તિ સામાન્યથી પણ, હોય ને વિશેષથી પણ હોય, એટલે સામાન્યથી ચેતવું અને વિશેષથી ચેતવું એમ તેના બે સ્પષ્ટ ભેદ પડે છે. સામાન્યથી ચેતવું તે “દર્શન' અને વિશેષથી ચેતવું તે “જ્ઞાન” એમ પરિભાષા ભેદથી કહેવાય છે. દર્શન છે તે “અનાકાર' - નિર્વિકલ્પ ઉપયોગ રૂપ અને જ્ઞાન છે તે “સાકાર” - સવિકલ્પ ઉપયોગ રૂપ છે. એટલે આમ નિર્વિકલ્પ - અનાકાર ઉપયોગમયી તે સામાન્યથી દેખવા રૂપ - દર્શન રૂપ “દષ્ટિ શક્તિ' - અને સવિકલ્પ - સાકાર ઉપયોગમયી તે વિશેષથી જણવા રૂપ “જ્ઞાન શક્તિ” છે. અત એવ -
૫. અનકલ સ્વલક્ષણા - અનાકુલપણા લક્ષણવાળી સુખ શક્તિ છે. તે આ પ્રકારે - દેખવા - જાણવા રૂપ દર્શન - જ્ઞાન શક્તિરૂપ ચિતિ થકી જ સુખ - આનંદ ઉપજે છે અથવા એ ચિતિ જ સ્વયં સુખધામ સુખ સ્વરૂપ છે, કારણકે “ચિતિ’ – સિવાય અન્ય કોઈ ભાવનો ત્યાં પ્રવેશ નથી, અન્ય કોઈ પરભાવના આવી ભરાવાથી આકુલપણું નથી, અનાકુલપણું જ છે અને આકુલપણું એ જ દુઃખનું લક્ષણ છે અને અનાકુલપણું એ જ સુખનું લક્ષણ છે, માટે આ “અનાકુલત્વ લક્ષણા' - અનાકુલપણું લક્ષણ છે જેનું એવી આ સુખ શક્તિ છે. અત એવ –
૬. સ્વરૂપના નિર્વર્તના - સર્જનના સામર્થ્ય રૂપા વીર્ય શક્તિ છે. આમ ઉપરોક્ત પ્રકારે દર્શન - જ્ઞાનમય ચિતિ સ્વરૂપ સદા વત્ય કરે છે અને અચિતિ રૂપ પરરૂપનું આકુલપણું - આવી ભરાવાપણું કદી વર્તતું નથી, એટલે સર્વદા ચૈતન્ય સ્વરૂપના અસ્તિપણાથી અને જડ પરરૂપના નાસ્તિપણાથી સ્વરૂપનું “નિર્વતન' - નિશ્ચય વર્તન – નિતાંત વર્તન હોય છે - સ્વયં સર્જન સદા હોય છે, એટલે આમ સ્વરૂપના નિર્વર્તનનું - સર્જનનું અખંડ “સામર્થ્ય” જ્યાં વર્તે છે એવી આ સ્વરૂપ નિર્વર્તન સામર્થ્ય રૂપ વીર્ય શક્તિ છે. અત એવ -
૭. અખંડિત પ્રતાપવંત “સ્વાતંત્ર્ય શાલિત્વ લક્ષણા' - સ્વાતંત્ર્ય શાલિપણા રૂપ લક્ષણવાળી પ્રભુત્વ શક્તિ છે. અર્થાતુ આવી સ્વરૂપ નિર્વર્તન સામર્થ્યવાળી અચિંત્ય અખંડ અનંત વીર્ય શક્તિ છે, એટલે જ “અખંડિત પ્રતાપ' - અખંડિતપણે સ્વરૂપમાં પ્રતપવા રૂપ “અખંડિત પ્રતાપ' તેનો હોય છે અને આવું અખંડિત પ્રતાપવંતું તેનું “સ્વાતંત્ર્યમ્ - સ્વતંત્રપણું - સ્વાધીનપણું હોય છે, બીજા કોઈની જ્યાં અપેક્ષા જરૂર કે આલંબન જ્યાં નથી એવું “સ્વ તંત્ર” - પોતાનું તંત્ર પોતે જ સ્વતંત્રપણે - સ્વાધીનપણે ચલાવ્યા કરે અને ધારે તે કરી શકે એવું “પ્રભુપણું - સ્વામીપણું - સર્વ સત્તાધીશપણું હોય છે, એટલે આમ અખંડ પ્રતાપી સ્વતંત્ર ચક્રવર્તી રાજની જેમ આ અખંડ પ્રતાપી સ્વતંત્ર ચૈતન્ય ચક્રવર્તીની અખંડિત પ્રતાપવંતુ સ્વાતંત્ર્ય શાલિપણું લક્ષણ છે જેનું એવી આ પ્રભુત્વ શક્તિ છે. અત એવ - એટલે જ -
૮. સર્વભાવમાં વ્યાપક એવી એક ભાવરૂપા વિભુત શક્તિ છે. ઉપરોક્ત પ્રકારે પ્રભુત્વ શક્તિ છે એટલે જ એની આ વિભુત્વ શક્તિ છે, કારણકે જે પ્રભુ છે તે વિભુ હોય છે. જેમ પુરનો રાજા એક
૮૫૧