________________
સમયસાર : આત્મખ્યાતિ
માની બેસે છે. એટલે જોયના આલંબનમાં “લાલસ’ - લોલુપ મનથી તે “હારમાં આત્માથી બાહ્ય પદાર્થોમાં ભમ્યા કરે છે, પણ તે પરરૂપ જોયમાં પોતાનું જ્ઞાન સ્વરૂપ કંઈ મળતું નથી, એટલે સ્વરૂપ પ્રાપ્તિથી વંચિત રહેતો તે નાશ પામે છે. પણ આથી ઉલટું, સ્વ - પરના “અનેક' - એક નહિ એવા ભિન્ન ભિન્ન “અંત' - ધર્મરૂપ “અનેકાંત' સમજનાર સાદ્વાદવેત્તા સમજે છે કે આ શાનનું પરકાળથી તો “નાસ્તિપણું' - નહિ હોવાપણું છે, એટલે પરરૂપ શેયમાં તે શાન સ્વરૂપને શોધવા જતો નથી, પરંતુ ખીલાની જેમ ખોડેલા - “ખાત' સદાસ્થાયી - નિત્ય સહજ સ્વભાવભૂત શાન એક પુંજરૂપ - રાશિરૂપ થતો - એટલે કે ઉત્તરોત્તર વધતી જતી - ચઢતી જતી જ્ઞાનદશાને પામતો જતો, આત્મામાં જ તિષ્ઠ છે - સ્થિતિ કરે છે.
૮૩૪