Book Title: Samaysara Part 02
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 902
________________ સ્યાદ્વાદ અધિકારઃ “આત્મખ્યાતિ - ૪૭ શક્તિઓઃ “અમૃત જ્યોતિ ननु क्रमाक्रमप्रवृत्तानंतधर्ममयस्यात्मनः कथं ज्ञानमात्रत्वं ? परस्परव्यतिरिक्तानंत धर्मसमुदायपरिणतैकज्ञप्तिमात्रभावरूपेण स्वयमेव भवनात् । अत एवास्य ज्ञानमात्रैकभावांतःपातिन्योऽनंताः शक्तयः उस्लवंते । શંકા - વારુ, ક્રમાક્રમ પ્રવૃત્ત અનંત ધર્મમય આત્માનું જ્ઞાનમાત્રપણું કેમ? સમાધાન - પરસ્પર વ્યતિરિક્ત (જૂદા) અનંત ધર્મ સમુદાય પરિણત એવા એવા એક શક્તિ માત્ર ભાવરૂપે સ્વયમેવ ભવનને લીધે, અત એવ આ જ્ઞાનમાત્ર એક ભાવમાં અંતઃ પાતિની એવી અનંત શક્તિઓ ઉસ્લવે છે. અમૃત જ્યોતિ મહાભાષ્ય સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય; પ્રગટ રૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય.” - શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત આત્મસિદ્ધિ સૂત્ર-૫૪ સકલ પ્રદેશ સમા ગુણધારી, નિજ નિજ કારજકારી, નિરાકાર અવગાહ ઉદારી, શક્તિ સર્વ વિસ્તારી.” - શ્રી દેવચંદ્રજી કોઈ શંકા કરે કે – વારુ, આ આત્મામાં તો ક્રમથી - એક પછી એક પ્રવૃત્ત - પ્રવર્તી રહેલા પર્યાયો રૂપ અને અક્રમથી - ક્રમરહિતપણે યુગપતું એકી સાથે પ્રવૃત્ત - આત્માના શાન માત્ર પ્રવર્તી રહેલા ગુણોરૂપ અનંત ધર્મો છે, એટલે આમ ક્રમ-અક્રમથી પ્રવૃત્ત એક ભાવઅંકપાતિની અનંત ધર્મમય આત્માનું આપ પ્રજ્ઞાપો છો તેમ જ્ઞાનમાત્રપણું કેવી રીતે ? અનંત શક્તિઓ તેનું અત્ર સ્પષ્ટ સમાધાન કર્યું છે કે - “પરસ્પર’ - એકબીજાથી વ્યતિરિક્ત’ - જૂદા એવા અનંત ધર્મોના સમુદાયમાં એક સમૂહમાં પરિણત’ . પરિણામ પામેલ એક “જ્ઞપ્તિમાત્ર’ - જાણવા માત્ર ભાવરૂપે “આત્માનું સ્વયમેવ' - સ્વયં જ - પોતે જ “ભવન’ - હોવાપણું છે માટે, આત્માનું જ્ઞાનમાત્રપણું છે. આ જૂદા જૂદા ગુણપર્યાયરૂપ અનંત ધર્મોનો સમુદાય ભલે છે, પણ તે અનંત ધર્મોના સમુદાયમાં, એક જ્ઞપ્તિ માત્ર ભાવ પરિણમે છે, એટલે અનંત ધર્મ સમુદાયમાં એકજ્ઞપ્તિ માત્ર ભાવરૂપે સ્વયં ભવનને - પરિણમનને લીધે આત્માનું જ્ઞાનમાત્રપણું છે. “અત એવ' - એટલા માટે જ આ આત્માના જ્ઞાનમાત્ર એક ભાવમાં “અંતઃ પાતિની’ - અંદર પડતી - અંદરમાં અંતર્ભાવ પામતી અનંત શક્તિઓ ઉપ્લવે છે - ઊઠે છે - ઉદભવે છે - સંતવાચ જ્ઞાનમાત્રમાવાંતઃાતિન્યોડનંતી - શિવત : ઉદ્ધવંતે | જેમકે - आत्मद्रव्यहेतुभूतचैतन्यमात्रभावप्राणधारणलक्षणा जीवत्वशक्तिः । अजडत्वात्मिका चितिशक्तिः । अनाकारोपयोगमयी दृष्टिशक्तिः । साकारोपयोगमयी ज्ञानशक्तिः । अनाकुलत्वलक्षणा सुखशक्तिः । स्वरूपनिर्वर्तनसामर्थ्यरूपा वीर्यशक्तिः । अखंडितप्रतापस्वातंत्र्यशालित्वलक्षणा प्रभुत्वशक्तिः । सर्वभावव्यापकैकभावरूपा विभुत्वशक्तिः । विश्वविश्वसामान्यभावपरिणामात्मदर्शनमयी सर्वदर्शित्वशक्तिः । विश्वविश्वविशेषभावपरिणामात्मज्ञानमयी सर्वज्ञत्वशक्तिः । नीरूपात्मप्रदेशप्रकाशमानलोकालोकाकारमेचकोपयोगलक्षणा स्वच्छत्वशक्तिः । स्वयंप्रकाशमानविशदस्वसंवित्तिमयी प्रकाशशक्तिः । क्षेत्रकालानवच्छिन्नचिद्विलासात्मिकाऽसंकुचितविकाशत्वशक्तिः । ૮૪૭

Loading...

Page Navigation
1 ... 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952