________________
સમયસાર : આત્મખ્યાતિ
કહ્યું ? તેનો સદ્દગુરુ ભગવાન ઉત્તર આપે છે કે - લક્ષણ પ્રસિદ્ધિથી લક્ષ્ય પ્રસિદ્ધિ અર્થે - “નક્ષ પ્રસિદ્ધક્ય તફ્યુપ્રસિદ્ધયર્થ !' લક્ષણની - અસાધારણ ગુણ - ચિહ્નની પ્રસિદ્ધિ' - પ્રખ્યાતિ અથવા પ્રકષ્ટ સિદ્ધિ વડે કરીને લક્ષ્યની “પ્રસિદ્ધિ' - પ્રખ્યાતિ અથવા પ્રકષ્ટ સિદ્ધિ થાય એ અર્થે, પ્રસિદ્ધ - પ્રખ્યાત - સારી પેઠે જાણીતા લક્ષણ વડે લક્ષ્યની પ્રસિદ્ધિ થાય. - પ્રગટ ઓળખાણ થાય એ અર્થે. શાન છે તે આત્માનું “લક્ષણ” - વિશિષ્ટ ગુણ - ચિહ્ન છે, કારણકે તેનું - જ્ઞાનનું અસાધારણ ગુણપણું છે, એટલે સુપ્રસિદ્ધ એવા અસાધારણ ગુણરૂપ જ્ઞાન લક્ષણની પ્રસિદ્ધિ વડે કરીને તેના લક્ષ્યની' - તે લક્ષણના સાધ્ય આત્માની પ્રસિદ્ધિ - પ્રખ્યાતિ અથવા પ્રકષ્ટ સિદ્ધિ થાય છે. એટલે શિષ્ય પુનઃ પ્રશ્ન કરે છે - આ લક્ષણ પ્રસિદ્ધિથી શું ? લક્ષ્ય જ પ્રસાધનીય છે - તમેવ પ્રસાધનીય - લક્ષ્ય જ પ્રસાધવું - પ્રકૃષ્ટપણે સાધવું યોગ્ય છે. તેનો આચાર્ય ઉત્તર આપે છે – જેનું લક્ષણ અપ્રસિદ્ધ છે - પ્રસિદ્ધ નથી તેની લક્ષ્ય પ્રસિદ્ધિ નથી, કારણકે જેનું લક્ષણ પ્રસિદ્ધ છે તેની લક્ષ્ય પ્રસિદ્ધિ છે માટે.
ત્યારે શિષ્ય વળી પૂછે છે – આપે આ લક્ષ્ય - લક્ષણ ભેદ કરીને વાત કરી તો એવું તે કયું લક્ષ્ય છે - સાધ્ય છે કે જે જ્ઞાન પ્રસિદ્ધિ વડે કરીને તેનાથી” - તે જ્ઞાનથી “ભિન્ન’ - જુદું એવું પ્રસિદ્ધ થાય છે ? તેનો ઉત્તર આપતાં આચાર્યજી વદે છે - જ્ઞાનથી “ભિન્ન’ - જૂદું - પૃથક એવું લક્ષ્ય' - સાધ્ય નથી, કારણકે જ્ઞાન અને આત્માનો દ્રવ્યપણાએ કરી અભેદ છે - જ્ઞાનાત્મનોદ્રવ્યત્વેનામે, અર્થાત્ જ્ઞાન - આત્માનો પ્રદેશભેદ નથી, જે અને જેટલા ક્ષેત્રમાં આત્મા છે તે ને તેટલા ક્ષેત્રમાં જ્ઞાન વ્યાપક છે એટલે
એ બેનું પૃથકપણું છે નહિ, જ્ઞાન - આત્માનો દ્રવ્યપણે અભેદ હોઈ ભેદ પાડી શકાય એમ નથી. એટલે શિષ્ય પુનઃ પ્રશ્ન કરે છે - જે એમ છે તો પછી આ લક્ષ્ય અને આ લક્ષણ એમ લક્ષ્ય - લક્ષણ વિભાગ કેમ કરવામાં આવ્યો ? તેનો ઉત્તર આચાર્યજી આપે છે - પ્રસિદ્ધ વડે “પ્રસાધ્યમાનપણાને લીધે' - પ્રસાધાઈ રહ્યાપણાને લીધે કરવામાં આવ્યો, જે “પ્રસિદ્ધ' - પ્રખ્યાત - સારી પેઠે જાણીતું અથવા પ્રકૃષ્ટપણે સિદ્ધ છે, તે વડી કરી આનું પ્રકૃષ્ટપણે સાધવાપણું કરાઈ રહ્યું છે એટલા માટે આ લક્ષ્ય - લક્ષણ વિભાગ કરવામાં આવ્યો, કારણકે જ્ઞાન “પ્રસિદ્ધ’ - પ્રખ્યાત - પ્રકૃષ્ટપણે સિદ્ધ છે, જ્ઞાનમાત્રનું “સ્વ સંવેદનથી' . આત્માનુભવથી સિદ્ધપણું છે માટે, આબાલ ગોપાલ કોઈને પણ જ્ઞાનમાત્ર એ સ્વસંવેદનથી - સ્વાનુભવથી સિદ્ધ છે માટે – પ્રસિદ્ધ દિ જ્ઞાન જ્ઞાનમીત્રી સંવેદનસિદ્ધતાત્ |
તે પ્રસિદ્ધ એવા જ્ઞાન વડે કરીને પ્રસાધાઈ રહેલો આ આત્મા તેનાથી - તે જ્ઞાનથી અવિનાભૂત એવા અનંત ધર્મનો સમુદાયમૂર્તિ છે - વિનામૂતાનંતથfસમુદયમૂર્તિરાત્મા | અર્થાત્ જ્ઞાન વિના જેનું હોવાપણું હોય નહિ એવા - તદ્ અવિનાભૂત અનંત ધર્મોનો “સમુદય' - એકી સાથે ઉદય જ્યાં છે એવી મૂર્તિ રૂપ આ આત્મા છે, જ્ઞાન વિના નહિ હોતા - જ્ઞાનથી અવિનાભૂત એવા અનંત ધર્મસમુદાયના સમુદાય રૂપ આ આત્મા છે. તેથી કરીને “જ્ઞાનમાત્ર’ કહ્યું એટલે તેનાથી અવિનાભૂત એવો તદન્તઃપાતી અનંત ધર્મસમુદય - એકી સાથે હોતો સમગ્ર (Total) ગુણસમૂહ આવી જ ગયો. એટલે આમ આત્માનું અનેક ધર્મમય અનેકાંતમયપણું અચલ અખંડ અબાધિત જ રહ્યું.
તેથી “જ્ઞાનમાત્રાવતિનવતિય વૃધ્યા' - “જ્ઞાનમાત્ર પ્રત્યે અચલિતપણે “નિખાત’ - ખીલાની જેમ દઢ ખોડેલી દૃષ્ટિથી ક્રમથી - એક પછી એક એમ અનુક્રમે અને અક્રમથી - એકી સાથે પ્રવૃત્ત એવું તદ્ અવિનાભૂત' - તે જ્ઞાનથી અવિનાભૂત - તે જ્ઞાન વિના નહિ હોતું એવું “અનંતધર્મ જાત’ - અનંત ધર્મ માત્ર જે જેટલું લક્ષાય છે – લક્ષવામાં આવે છે, તે તેટલું સમસ્ત જ એક ખરેખર ! નિશ્ચય કરીને આત્મા જ છે - તત્તાવતુ સમસ્ત વૈજ: વન્તા | કારણકે “જ્ઞાનમાત્ર' ગ્રહણમાં તેનાથી અવિનાભૂત અનંત ધર્મસમુદયનું પણ ગ્રહણ આવી જ ગયું. એટલે એ અર્થે જ અત્રે “આનો - આ પ્રત્યક્ષ અનુભૂયમાન આત્માનો જ્ઞાનમાત્રતાથી વ્યપદેશ છે - કેવળ જ્ઞાનમાત્રપણે વ્યપદેશ – નિર્દેશ છે.
અમૃતન
૮૪૬