________________
સ્યાદ્વાદ અ. “આત્મખ્યાતિ'-આત્માનો જ્ઞાનમાત્રતાથી વ્યઃ “અમૃત જ્યોતિ લક્ષણ પ્રસિદ્ધિથી લક્ષ્ય પ્રસિદ્ધિઃ આત્માના જ્ઞાનમાત્રતાથી વ્યપદેશ
नन्वनेकांतमयस्यापि किमर्थमत्रात्मनो ज्ञानमात्रतया व्यपदेशः ? लक्षणप्रसिद्ध्या लक्ष्यप्रसिद्ध्यर्थं । आत्मनो हि ज्ञानं लक्षणं तदसाधारणगुणत्वात् तेन ज्ञानप्रसिद्ध्या तल्लक्ष्यस्यात्मनः प्रसिद्धिः । ननु किमनया लक्षणप्रसिद्ध्या लक्ष्यमेव प्रसाधनीयं । नाप्रसिद्धलक्षणस्य लक्ष्यस्यप्रसिद्धिः प्रसिद्धलक्षणस्यैव तत्प्रसिद्धेः ननु किं तल्लक्ष्यं यज्ज्ञानप्रसिद्ध्या ततो भिन्न प्रसिद्ध्याति ? न ज्ञानाद्भिन्नं लक्ष्यं ज्ञानात्मनोव्यत्वेनाभेदात् । तर्हि किं कृतो लक्ष्यलक्षणविभागः ? प्रसिद्धप्रसाध्यमानत्वात् कृतः । प्रसिद्धं हि ज्ञानं ज्ञानमात्रस्य स्वसंवेदनसिद्धत्वात् । तेन प्रसिद्धेन प्रसाध्यमानस्तदविनाभूतानंतधर्मसमुदयमूर्तिरात्मा, ततो ज्ञानमात्राचलितनिखातया दृष्ट्या क्रमाक्रमप्रवृत्तं तदविनाभूतं - मनंतधर्मजातं यद्यावल्लक्ष्यते तत्तावत्समस्तमेवैकः खल्वात्मा,
एतदर्थमेवात्रास्य ज्ञानमात्रतया व्यपदेशः । શંકા - વારુ, અનેકાંતમય છતાં અત્રે આત્માનો શું અર્થે જ્ઞાનમાત્રતાથી વ્યપદેશ છે?
સમાધાન – લક્ષણ પ્રસિદ્ધિથી લક્ષ્ય પ્રસિદ્ધિ અર્થે, કારણકે આત્માનું સ્કુટપણે જ્ઞાન લક્ષણ છે, તેનું (આત્માનું) અસાધારણ ગુણપણું છે માટે, તેથી જ્ઞાન પ્રસિદ્ધિથી તેના લક્ષ્ય એવા આત્માની પ્રસિદ્ધિ છે.
શંકા - વારુ, આ લક્ષણ પ્રસિદ્ધિથી શું ? લક્ષ્ય જ પ્રસાધનીય (પ્રસાધવા યોગ્ય) છે. સમાધાન - અપ્રસિદ્ધ લક્ષણની લક્ષ્ય પ્રસિદ્ધિ નથી – પ્રસિદ્ધ લક્ષણની જ તત્મસિદ્ધિ છે માટે. શંકા - વારુ, તે લક્ષ્ય શું છે કે જે જ્ઞાનપ્રસિદ્ધિથી તેનાથી (જ્ઞાનથી) ભિન્ન એવું પ્રસિદ્ધ થાય છે? સમાધાન - જ્ઞાનથી ભિન્ન એવું લક્ષ્ય નથી, જ્ઞાન અને આત્માના દ્રવ્યપણાએ કરી અભેદ છે માટે. શંકા - તો પછી લક્ષ્ય - લક્ષણ વિભાગ કેમ કરવામાં આવ્યો ?
સમાધાન - પ્રસિદ્ધથી પ્રસાધ્યમાનપણાને લીધે (પ્રસાધવામાં આવવાપણાને લીધે) કરવામાં આવ્યો. કારણકે સ્કુટપણે જ્ઞાન પ્રસિદ્ધ છે - જ્ઞાનમાત્રનું સ્વ સંવેદનથી સિદ્ધપણું છે માટે. તે (જ્ઞાન) પ્રસિદ્ધ વડે કરીને તેનાથી (જ્ઞાનથી) અવિનાભૂત અનંત ધર્મસમુદાયમૂર્તિ આત્મા પ્રસાધ્યમાન (પ્રસાધવામાં આવી રહેલો) છે, તેથી જ્ઞાનમાત્રમાં અચલિત નિખાત (દઢ ખોડેલી) દૃષ્ટિથી ક્રમાક્રમ પ્રવૃત્ત એવું તદ્ અવિનાભૂત (તે જ્ઞાનથી અવિનાભૂત) અનંત ધર્મજાત જે જેટલું લક્ષાય છે, તે તેટલું સમસ્ત જ એક એવો નિશ્ચય કરીને ખરેખર ! આત્મા છે - એ અર્થે જ અત્ર આનો (આત્માનો) જ્ઞાનમાત્રતાથી વ્યપદેશ (નિર્દેશ) છે.
“અમૃત જ્યોતિ' મહાભાષ્ય જ્ઞાન સ્વરૂપપણું એ આત્માનું મુખ્ય લક્ષણ છે અને તેના અભાવવાળું મુખ્ય લક્ષણ જડનું છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૪૪૭), પ૩૦ (મહાત્મા ગાંધીજીના પ્રશ્નોના ઉત્તર વાળો અમૃત પત્ર)
અત્રે આત્માને જ્ઞાનમાત્ર કહ્યો તે અંગે શિષ્યને ઊઠતી શંકાનું નિવારણ કર્યું છે. શિષ્યને પ્રશ્ન ઊઠે છે કે – “અનેકાંતમય’ - અનેક અંતમય - ધર્મમય છતાં આત્માનો અત્રે “જ્ઞાનમાત્રતાથી” - કેવળ જ્ઞાનમાત્રપણે “વ્યપદેશ' - નિર્દેશ શું અર્થે કર્યો ? આ આત્મા “જ્ઞાનમાત્ર' - કેવલ જ્ઞાન છે એમ કેમ
૮૪૫