________________
સ્યાદ્વાદ અધિકારઃ “આત્મખ્યાતિ - ૪૭ શક્તિઓઃ “અમૃત જ્યોતિ ननु क्रमाक्रमप्रवृत्तानंतधर्ममयस्यात्मनः कथं ज्ञानमात्रत्वं ? परस्परव्यतिरिक्तानंत धर्मसमुदायपरिणतैकज्ञप्तिमात्रभावरूपेण स्वयमेव भवनात् । अत एवास्य ज्ञानमात्रैकभावांतःपातिन्योऽनंताः शक्तयः उस्लवंते ।
શંકા - વારુ, ક્રમાક્રમ પ્રવૃત્ત અનંત ધર્મમય આત્માનું જ્ઞાનમાત્રપણું કેમ?
સમાધાન - પરસ્પર વ્યતિરિક્ત (જૂદા) અનંત ધર્મ સમુદાય પરિણત એવા એવા એક શક્તિ માત્ર ભાવરૂપે સ્વયમેવ ભવનને લીધે, અત એવ આ જ્ઞાનમાત્ર એક ભાવમાં અંતઃ પાતિની એવી અનંત શક્તિઓ ઉસ્લવે છે.
અમૃત જ્યોતિ મહાભાષ્ય સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય; પ્રગટ રૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય.” - શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત આત્મસિદ્ધિ સૂત્ર-૫૪
સકલ પ્રદેશ સમા ગુણધારી, નિજ નિજ કારજકારી, નિરાકાર અવગાહ ઉદારી, શક્તિ સર્વ વિસ્તારી.” - શ્રી દેવચંદ્રજી કોઈ શંકા કરે કે – વારુ, આ આત્મામાં તો ક્રમથી - એક પછી એક પ્રવૃત્ત - પ્રવર્તી રહેલા
પર્યાયો રૂપ અને અક્રમથી - ક્રમરહિતપણે યુગપતું એકી સાથે પ્રવૃત્ત - આત્માના શાન માત્ર પ્રવર્તી રહેલા ગુણોરૂપ અનંત ધર્મો છે, એટલે આમ ક્રમ-અક્રમથી પ્રવૃત્ત એક ભાવઅંકપાતિની અનંત ધર્મમય આત્માનું આપ પ્રજ્ઞાપો છો તેમ જ્ઞાનમાત્રપણું કેવી રીતે ? અનંત શક્તિઓ તેનું અત્ર સ્પષ્ટ સમાધાન કર્યું છે કે - “પરસ્પર’ - એકબીજાથી
વ્યતિરિક્ત’ - જૂદા એવા અનંત ધર્મોના સમુદાયમાં એક સમૂહમાં પરિણત’ . પરિણામ પામેલ એક “જ્ઞપ્તિમાત્ર’ - જાણવા માત્ર ભાવરૂપે “આત્માનું સ્વયમેવ' - સ્વયં જ - પોતે જ “ભવન’ - હોવાપણું છે માટે, આત્માનું જ્ઞાનમાત્રપણું છે. આ જૂદા જૂદા ગુણપર્યાયરૂપ અનંત ધર્મોનો સમુદાય ભલે છે, પણ તે અનંત ધર્મોના સમુદાયમાં, એક જ્ઞપ્તિ માત્ર ભાવ પરિણમે છે, એટલે અનંત ધર્મ સમુદાયમાં એકજ્ઞપ્તિ માત્ર ભાવરૂપે સ્વયં ભવનને - પરિણમનને લીધે આત્માનું જ્ઞાનમાત્રપણું છે. “અત એવ' - એટલા માટે જ આ આત્માના જ્ઞાનમાત્ર એક ભાવમાં “અંતઃ પાતિની’ - અંદર પડતી - અંદરમાં અંતર્ભાવ પામતી અનંત શક્તિઓ ઉપ્લવે છે - ઊઠે છે - ઉદભવે છે - સંતવાચ જ્ઞાનમાત્રમાવાંતઃાતિન્યોડનંતી - શિવત : ઉદ્ધવંતે | જેમકે -
आत्मद्रव्यहेतुभूतचैतन्यमात्रभावप्राणधारणलक्षणा जीवत्वशक्तिः । अजडत्वात्मिका चितिशक्तिः । अनाकारोपयोगमयी दृष्टिशक्तिः । साकारोपयोगमयी ज्ञानशक्तिः । अनाकुलत्वलक्षणा सुखशक्तिः । स्वरूपनिर्वर्तनसामर्थ्यरूपा वीर्यशक्तिः । अखंडितप्रतापस्वातंत्र्यशालित्वलक्षणा प्रभुत्वशक्तिः । सर्वभावव्यापकैकभावरूपा विभुत्वशक्तिः । विश्वविश्वसामान्यभावपरिणामात्मदर्शनमयी सर्वदर्शित्वशक्तिः । विश्वविश्वविशेषभावपरिणामात्मज्ञानमयी सर्वज्ञत्वशक्तिः । नीरूपात्मप्रदेशप्रकाशमानलोकालोकाकारमेचकोपयोगलक्षणा स्वच्छत्वशक्तिः । स्वयंप्रकाशमानविशदस्वसंवित्तिमयी प्रकाशशक्तिः । क्षेत्रकालानवच्छिन्नचिद्विलासात्मिकाऽसंकुचितविकाशत्वशक्तिः ।
૮૪૭