________________
સમયસાર : આત્મખ્યાતિ
જ્ઞાની એક સેર રૂપ સામાન્ય આત્મતત્ત્વની આશા રાખે છે, એટલે તે ક્ષણે ક્ષણે પ્રવર્તતી – ઉછળતી જ્ઞાન પરિણતિથી ભિન્ન' જૂદું જ કંઈ ઈચ્છે છે, જ્ઞાન વિશેષને નથી ઈચ્છતો અને જ્ઞાન પરિણતિથી જ જ્ઞાન તો છે નહિ. વિશેષ ભાર વિનાનું જ્ઞાન સામાન્ય તો છે નહિ, એટલે તેના હાથમાં કાંઈ આત્મતત્ત્વ આવતું નથી. પણ સ્યાદ્વાદી તો પરામર્શ - વિચાર કરે છે કે જ્ઞાનની અનિત્યતા તો ચિદુવાની વૃત્તિના ક્રમ થકી' - સમય પ્રવાહ ક્રમથકી છે, એટલે એમ પરામર્શતો - વિચારતો તે અનિત્યતાના પરિગમમાં પણ – જ્ઞાન વૃત્તિઅંશ ક્રમથી અનિત્ય છે એમ તેનું અનિત્યપણું સારી પેઠે જાણતો છતાં, નિત્ય એવું ઉજ્વલ જ્ઞાન પ્રાપ્ત કરે છે.
૮૪૨