________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર કળશ ૨૪૬ આ અધિકારનો અંતિમ સમયસાર કળશ (૫૪) પ્રકાશે છે કે આત્મનું તત્ત્વ જ્ઞાનમાત્ર વ્યવસ્થિત છે -
अनुष्टुप इतीदमात्मनस्तत्त्वं, ज्ञानमात्रमावस्थितं ।। अखंडमेकमचलं, स्वसंवेद्यमबाधितं ॥२४६॥ એમ આ આત્મનું તત્ત્વ, જ્ઞાનમાત્ર અવસ્થિત; અખંડ એક અચલ, સ્વસંવેદ્ય અબાધિત. ૨૪૬
અમૃત પદ - ૨૪૬ જ્ઞાનમાત્ર આ તત્ત્વ આત્મનું, અવસ્થિત છે એમ, અખંડ એક અચલ અબાધિત, સ્વ સંવેદ્ય જે તેમ... જ્ઞાનમાત્ર આ તત્ત્વ. ૧ જ્ઞાન સિવાય કોઈ અન્ય ભાવ તો, હોય નહિ જે ઠામ, એવું કેવલ જ્ઞાનમાત્ર આ, તત્ત્વ આત્મનું આમ.. જ્ઞાનમાત્ર. ૨ જ્ઞાન તે જ છે આત્મા એવું, તત્પણારૂપ આ તત્ત્વ, જ્ઞાન તે જ એ આત્મા કેરા, સ્વરૂપતણું આ સત્ત્વ... જ્ઞાનમાત્ર. ૩ જ્ઞાનમાત્ર આ તત્ત્વ આત્મનું, વ્યવસ્થિત છે આમ, વસ્તુ વ્યવસ્થાથી નિશ્ચયથી, જેમ છે તેમ તમામ... જ્ઞાનમાત્ર. ૪ ત્રણે કાળ ખંડિત ના એવું, હોયે જેહ અખંડ, દ્વૈતભાવ જ્યાં વિલયે એવું, એક અદ્વૈત પ્રચંડ... જ્ઞાનમાત્ર. ૫ પરભાવથી કદી ચળે ન એવું, અચલ અચલ શું ગાઢ, સ્વભાવ કદી બાધિત ન એવું, અવ્યાબાધ અબાધ... જ્ઞાનમાત્ર. ૬ સ્વથી સંવેદિત થાય એવું, સ્વ સંવેદ્ય સુનામ, સહાત્મસ્વરૂપ આત્મતત્ત્વ તે, જ્ઞાન અમૃત રસ ધામ... જ્ઞાનમાત્ર. ૭ ભગવાન અમૃતચંદ્ર ભાખ્યું, તત્ત્વ તણું આ સત્ત્વ,
દાસ ભગવાને અનુવદી તે, વિવેચિયું તત્ તત્ત્વ.. જ્ઞાનમાત્ર. ૮ અર્થ - એવા પ્રકારે આત્માનું આ તત્ત્વ જ્ઞાનમાત્ર અવસ્થિત છે, કે જે અખંડ એક અચલ સ્વ સંવેદ્ય અબાધિત એવું છે. ૨૪૬
અમૃત જ્યોતિ” મહાભાષ્ય “કેવળ નિજ સ્વભાવનું, અખંડ વરતે જ્ઞાન;
કહિયે કેવળ જ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ.” - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ આ શાસ્ત્રના આ “સર્વ વિશુદ્ધ જ્ઞાન' નામક નવમા અંકનો ઉપસંહાર કરતા આ કળશ કાવ્યમાં પરમ પરમાર્થ દિવ્ય સંગાતા પરમ પરમાર્થ મહાકવિ અમૃતચંદ્રજી તેમની પરમ પ્રિય જ્ઞાન જ્યોતિની મુક્ત કંઠે વ્યવસ્થિતિ ઉદ્દઘોષે છે - તીનસ્તત્વે જ્ઞાનમાત્ર અસ્થિતં - એવા પ્રકારે આત્માનું આ તત્ત્વ જ્ઞાન માત્ર કેવલ જ્ઞાન જ અવસ્થિત છે - વિશેષે કરીને “અવ' - સ્વ સમયની સ્વરૂપ મર્યાદાથી - સ્થિત - જેમ છે તેમ સ્થિતિ કરી રહ્યું છે, તે “અખંડ' - દ્રવ્યથી ક્ષેત્રથી કાલથી ને ભાવથી ખંડિત ન
૭૯૯