________________
સર્વ વિશુદ્ધ શાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર ગાથા ૪૧૨ સમ્યકજ્ઞાનથી જ સમ્યકદર્શનનું પણ ઓળખાણ થાય છે, તો પણ સમ્યક્દર્શનની પ્રાપ્તિ વગરનું જ્ઞાન સંસાર એટલે દુઃખના હેતુ રૂપે હોવાથી સમ્યક્દર્શનનું મુખ્યપણું ગ્રહણ કર્યું છે.”
જેમ જેમ સમ્યક્દર્શન શુદ્ધ થતું જાય છે, તેમ તેમ સચ્ચારિત્ર પ્રત્યે વિર્ય ઉલ્લસતું જાય છે અને ક્રમે કરીને સમ્યક્યારિત્રની પ્રાપ્તિ થવાનો વખત આવે છે, જેથી આત્મામાં સ્થિર સ્વભાવ સિદ્ધ થતો જાય છે અને ક્રમે કરીને પૂર્ણ સ્થિર સ્વભાવ પ્રગટે છે અને આત્મા નિજપદમાં લીન થઈ સર્વકર્મ કલંકથી રહિત થવાથી એક શુદ્ધ આત્મસ્વભાવરૂપ મોક્ષમાં પરમ અવ્યાબાધ સુખના અનુભવસમુદ્રમાં સ્થિત થાય છે.' - શ્રીમદ્ રાજચંદ્ર, એ. ૭૫૫
સર્વ વિશુદ્ધ જ્ઞાન,
૭૭૯