________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર કળશ ૨૪૨ પરમાર્થને કળતા નથી – ઓળખતા નથી, “પરમાર્થ વનયંતિ નો બના?, તે અંગે અન્યોક્તિ કરે છે - તુષોઘવિમુઘવુદ્ધ:' - તુષ બોધથી વિમુગ્ધ બુદ્ધિવાળાઓ, અર્થાત્ તુષના ફોતરાંના બોધથી - જ્ઞાનથી જેની બુદ્ધિ વિમુગ્ધ બની ગઈ છે - ભોળવાઈ ગઈ છે, તેઓ અહીં “તુષ'ને – ફોતરાંને કળે છે - ઓળખે છે, તંડુલને - ચોખાને નહિ ! “વત્તયંતીદ તુષ જ તંદુર્ત |
અર્થાતુ વ્યવહારથી જેઓની દૃષ્ટિ “વિમૂઢ' છે - વિશેષે કરીને મૂઢ - મોહ પામેલી છે, તે વ્યવહાર વિમૂઢ દૃષ્ટિ જનો પરમાર્થને કળતા નથી - સમજતા નથી - જેમ ઘૂવડની દૃષ્ટિ સૂર્યને કળતી નથી તેમ. ‘તુષ બોધથી' - સુષના ફોતરાંના બોધથી જેની બુદ્ધિ વિમુગ્ધ છે - ભોળી બનેલી છે એવા મુગ્ધ બુદ્ધિ બાલ જેવા “મુગ્ધ બુદ્ધિ' જનો “તુષને જ' - ફોતરાંને જ મળે છે, “તેંડુલને' - ચોખાને - ધાન્યને નથી મળતા. ફોતરાંને અહીં ધાન્ય માનીને જે મુગ્ધજનો ધાન્ય છાંડે છે, તેઓ ધાન્ય કદી પણ પામે નહિ, તે તો માત્ર ફોતરાં જ ખાંડતા રહે ! તેમ વ્યવહારને પરમાર્થ માનીને જેઓ પરમાર્થ - ધાન્યને છાડે છે. તેઓ કદી પરમાર્થ - ધાન્યને પામે નહિ, તે માત્ર વ્યવહાર - ફોતરાં જ ખાંડતા રહે છે. “મુગ્ધ બુદ્ધિ' - બાળો ભોળો બાળ જેમ રમકડાથી ભોળવાઈ જઈ અહીં મહામૂલ્યવાનું રત્નને છોડે છે, તેમ આ વ્યવહાર - રમકડાથી ભોળવાઈ જઈને મુગ્ધબુદ્ધિ જનો અમૂલ્ય પરમાર્થ - રત્નને છાંડે છે ! લાકડાના ઘોડાને સાચો માનીને મુગ્ધ બુદ્ધિ બાલ જેમ આરહે છે, તેમ ખોટા - અભૂતાર્થ વ્યવહારને સાચો - ભૂતાર્થ માનીને મુગ્ધ બુદ્ધિ બાલ જનો વ્યવહાર પર આરોહે છે – “વ્યવહારને ઘોડે ચડે છે. આમ અભૂતાર્થ - અસત્ય - અસત્ વ્યવહારને ભૂતાર્થ - સત્ય - સતુ માનતાં જેઓ પરમાર્થને છાંડે છે, તે વ્યવહાર વિમૂઢ મુગ્ધ બુદ્ધિ જનો ભૂતાર્થ – સત્ય - સત્ એવા પરમાર્થમાં પદ કેમ માંડે? “સમયનો સાર' - સમયસાર છોડીને નિઃસાર વ્યવહારમાં જે મોહે છે, તે વિમૂઢ પરમ “અમૃત” એવો ભગવાન સમયસાર કેમ આરોહે ?
CC
૭૮૭