________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર કળશ ૨૪૫
અર્થાત્ - ‘એક’ – અદ્વિતીય – અદ્વૈત ‘અક્ષય’ – કદી પણ ક્ષય નહિ પામતું એવું આ જગત્ ચક્ષુ’· વિશ્વનું દર્શન કરાવવા સમર્થ એવું વિશ્વનેત્ર ‘સમય પ્રાભૂત’ - સમયસાર શાસ્ત્ર ‘પૂર્ણતા’ - પૂર્ણપણું અથવા સમાપ્તિ પામે છે અને આ જગચક્ષુ આનંદમય એવા ‘વિજ્ઞાન ઘનને' - ‘અધ્યક્ષતા’ - પ્રત્યક્ષતા પમાડતું એવું છે. આ સમયસાર ખરેખર ! જગચક્ષુ જ છે. આ ‘સમયસાર' ‘જગ ચક્ષુ' વિના તો જગમાં સર્વત્ર અંધારૂં જ છે, જગમાં કાંઈ વસ્તુ દેખાય નહિ એટલે જગત્ બિચારૂં અંધારામાં ગોથાં જ ખાય છે, આ સમયસાર ‘જગ ચક્ષુ’ વિના જગત્ અંધમાર્ગમાં ચાલે છે, ઉત્પથે - ઉન્માર્ગે કુપથે – કુત્સિત માર્ગે અંધની જેમ ઠેબાં ખાતું તે કાંઈ દેખતું નથી. આ સમયસાર ‘જગ ચક્ષુ' તો સકલ જગત્ દેખાડે છે, ને જગત્માં જ્ઞાન પ્રકાશ રેલાવી સર્વ વસ્તુને પ્રકાશ પમાડે છે - પ્રકાશે છે. આ સમયસાર ‘જગ ચક્ષુ' જગમાં સાચો માર્ગ બતાવે છે, ને જગત્ને સાક્ષાત્ ‘દુષ્ટા' - દેખનારૂં કરતું સન્માર્ગે જ ચલાવે છે. આવું આ અનુપમ સમયસાર ‘જગ ચક્ષુ' રૂપ દિવ્ય ચક્ષુ તે દિવ્ય દૃષ્ટા કુંદકુંદાચાર્યજીએ જગને અર્પીને આત્મસર્વસ્વ સમર્યું છે, જે કુંદકુંદાચાર્યજીએ આ જગ ચક્ષુના સર્જનમાં આત્મવિભવ સર્વ અને ‘એકત્વ વિભક્ત આત્મા દર્શાવું' - યત્તવિહાં વાણં અપ્પો સ વિહવે' - એવી મહાપ્રતિજ્ઞા ‘તર્પી' છે
-
પરિપૂર્ણ પાર ઉતારી નિર્વહી છે, જે મહા જ્ઞાનદ્દાનેશ્વરી કુંદકુંદાચાર્યજીએ આ ‘સમય પ્રાભૂત’ જગચક્ષુનું જગતને ‘પ્રાતૃત’ - ભેટ અર્પી, ઋષિૠણનું તર્પણ કર્યું છે - કૈવલિ ભણિત’ સમય પ્રાભૂતનું જગને અર્પણ કરી શ્રુતકેવલિઓના ‘અન્વયને’ જ્ઞાનવંશ સંતતિને ‘ચિરંજીવ' અમૃત કરી છે. આવા આ જગચક્ષુ સમયપ્રાભૂતમાં વળી ‘આત્મખ્યાતિનું’ ‘મહાપ્રાભૂત’ ઉમેરીને તેવા જ મહાજ્ઞાનદાનેશ્વરી અમૃતચંદ્રાચાર્યજીએ આ જગચક્ષુની કાંતિમાં ઓર વૃદ્ધિ કરી છે, પરમર્ષિ કુંદકુંદાચાર્યજીનો સત્યકાર કરાવે એવા આ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પણ કુંદકુંદાચાર્યજીની જેમ આત્મવૈભવ સર્વસ્વ સમર્પી આ જગચક્ષુની દિવ્ય પ્રભાને ઉમંગથી ઓર વધારી છે, દિવ્યદ્રષ્ટા આ મુનીંદ્ર અમૃતચંદ્રે અહીં દિવ્ય દૃષ્ટિ અર્પીને, જગચક્ષુ આ સમયસારની ખ્યાતિ આ અનુપમ આત્મખ્યાતિ'માં પ્રતિપદે - પદે પદે તર્પી છે. આવા આ દિવ્યદૃષ્ટા જગદ્ગુરુ યુગલે - કુંદકુંદાચાર્ય અને અમૃતચંદ્રાચાર્ય એ બે પરમ જગદ્ગુરુની જોડીએ આ ‘સમયસાર’ ‘આત્મખ્યાતિ'થી જગન્ને ઉદ્યોતિત કર્યું છે.
‘એક' અદ્વૈત આ શુદ્ધ આત્માનું ખ્યાપન કરતું દિવ્ય ચક્ષુ એવું આ જગદ્ગુરુનું જગચક્ષુ સકલ જગમાં ‘એક’ અદ્વૈત - અદ્વિતીય છે. ‘કેવળ' જ્ઞાનમય શુદ્ધ આત્માનું સાક્ષાત્ દર્શન કરતું આ ‘કેવળ જ્ઞાનમય' જગચક્ષુ સર્વ જગને સાક્ષાત્ દેખે છે. પરનું પરમાણુ પણ ન પ્રવેશે એવા સર્વ પ્રદેશે જ્ઞાનમય ‘વિજ્ઞાનઘન' ચિદાત્મા આત્માને પ્રત્યક્ષ કરતું આ દિવ્ય જગચક્ષુ સાક્ષાત્ ‘વિજ્ઞાનઘન’ એવા કુંદકુંદાચાર્ય અને અમૃતચંદ્રાચાર્યે જગને અર્ધું છે. કદી પણ ક્ષય ન જ પામે એવું ‘અક્ષય' આ જગચક્ષુ - જગત્ સર્વ પ્રત્યક્ષ દેખે છે એવું આ મુમુક્ષુઓ સદા દેખો ! આ ‘અક્ષય નિધિ' તો અનંતકાળે પણ કદી ખૂટ્યો ખૂટે એમ નથી ભલે અનંત અનંત મુમુક્ષુઓ લૂંટાય તેટલો લૂંટે ! આ ‘અક્ષયનિધિ’ જ્ઞાનરત્નથી ભરેલો અમૃતનો દરીયો છે, અક્ષય જ્ઞાનનિધિ ભગવાન્ કુંદકુંદ ને ભગવાન્ અમૃતચંદ્રે જગત્ની પાસે ખૂલ્લે ખૂલ્લો ધર્યો છે. એવું અક્ષય નિધિ જગચક્ષુ આ ‘સમયસાર’ શાસ્ત્ર પૂર્ણ ‘આત્મખ્યાતિ’નું પાત્ર એવું જ્ઞાનપૂર્ણ આ ‘પૂર્ણ’ થયું - સમાપ્ત થયું. ‘પૂર્ણ' પ્રકાશતું આ ‘પૂર્ણ' થયું તોય આ ‘પૂર્ણ’ રહ્યું છે ! પૂર્ણમાંથી પૂર્ણ આ નીકળ્યું તોય પૂર્ણશેષ આ પૂર્ણ છે ! ભગવાન કુંદકુંદ ને ભગવાન અમૃતચંદ્રે સિંધુ સમાન શાસ્ત્રસિંધુ મંથીને આ શાસ્ત્રરૂપ પૂર્ણ કળશ પાત્રને જ્ઞાનામૃતથી પૂર્ણ ભર્યું છે. પૂર્ણ આનંદથી પૂર્ણ આનંદમય વિજ્ઞાનઘન' આ આત્માને પ્રત્યક્ષ કરતું આ દિવ્ય જગચક્ષુ આ દિવ્ય મહાત્માઓએ જગને અર્ધું છે. વિજ્ઞાનના ‘ઘન' - મેઘ વર્ષતો આ આત્મા ‘ઘન વિજ્ઞાન' છે ‘વિજ્ઞાન ઘન' છે - તેનો સાક્ષાત્ ‘વિજ્ઞાનઘન’ ભગવાન્ અમૃતચંદ્રે અત્ર - ‘અમૃત કળશ’માં ગાયો છે અપૂર્વ આત્મભાવનાથી ભાવિતાત્મપણે સંગીત કર્યો છે
-
-
૭૯૫