________________
સમયસાર : આત્મખ્યાતિ
આશ્રયભૂત શરીરના મમકાર ત્યાગ થકી તદાશ્રિત દ્રવ્ય લિંગના ત્યાગ કરીને, દર્શન-જ્ઞાન-ચારિત્રના મોક્ષમાર્ગપણે ઉપાસનનું દર્શન છે માટે.
અમૃત જ્યોતિ” મહાભાષ્ય જાતિ વેષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જે હોય; સાધે તે મુક્તિ લહે, તેમાં ભેદ ન કોય.”
- શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ ગાથા સૂત્ર-૧૦૭ ઉત્થાનિકા કળશમાં સૂચવ્યા પ્રમાણે આ ગાથામાં દ્રવ્યલિંગ મોક્ષનું કારણ નથી એમ શાસ્ત્રકર્તાએ સ્પષ્ટ વિધાન કર્યું છે - “પાખંડી હિંગો' - સાધુ લિંગો વા બહુ પ્રકારના ગૃહ લિંગો ગ્રહીને આ લિંગ મોક્ષમાર્ગ છે એમ મૂઢો વદે છે, પણ લિંગ મોક્ષમાર્ગ નથી હોતો, કારણકે “દેહ નિર્મમ - દેહ પ્રત્યે મમતા રહિત અથવા “દેહ નૈસ્મૃમ્ય - દેહ પ્રત્યે જેને નિર્મમપણું છે એવા અહંતો લિંગ મૂકીને દર્શન-જ્ઞાન-ચરિત્રને સેવે છે - ઉપાસે છે. આ ગાથાનો ભાવ ઓર સ્પષ્ટ સમજાવતાં “આત્મખ્યાતિ'કર્તા વદે છે – વિવું દ્રવ્યક્તિના જ્ઞાનેન મોસમ મચમના: સંતઃ -- “કોઈ - અનિર્દિષ્ટ નામ નિર્દેશવાળી આ જગતુમાં જે કોઈ પણ છે તેઓ અજ્ઞાનથી ‘દ્રવ્યલિંગને' - બાહ્ય વેષ-ચિહ્નને મોક્ષમાર્ગ માનતા સતા, મોહથી દ્રવ્યલિંગને જ અંગીકાર કરે છે, ભાવલિંગનું જ્યાં કંઈ પણ ઠામ ઠેકાણું નથી એવા માત્ર દ્રવ્યલિંગને જ – બાહ્ય વેષને જ ગ્રહણ કરે છે, તે પણ “અનુપપત્ર' - અઘટમાન છે. શા માટે ? સર્વેકામેવ માવતીમવાનાં શુદ્ધજ્ઞાનમય સતિ - સર્વે જ ભગવત્ અહેવોનું – શુદ્ધ જ્ઞાનમયપણું સતે - દ્રવ્યલિંગના આશ્રયભૂત એવા શરીરના “આ મહારું છે' એવા મમકારના ત્યાગ થકી તદાશ્રિત - તે શરીરાશ્રિત દ્રવ્યલિંગના ત્યાગ કરીને - દ્રવ્યક્તિાશ્રયમૂતશરીરમમારત્યાહૂ તાશ્રિતદ્રવ્યક્તિાત્યાન, દર્શન-જ્ઞાન-ચારિત્રનું મોક્ષમાર્ગપણે ઉપાસનનું દર્શન છે માટે - ફર્શનજ્ઞાનવરિત્રાણાં મોક્ષમાલ્વેિનોપાસનસ્ય સર્જનાત્ | - અર્થાત્ જ્યાં પરમાણુ માત્ર પણ પરભાવ - વિભાવની અશુદ્ધિને સમયમાત્ર પણ અવકાશ દાન નથી એવું “શુદ્ધ' - કેવલ જ્ઞાનમયપણું સતે, ભગવદ્ અહદેવોએ શરીરના મમકારનો - મ્હારાપણાનો ત્યાગ કર્યો, એટલે શરીર મમકારના ત્યાગથી શરીરાશ્રિત - તે શરીરના આશ્રયે રહેલા દ્રવ્યલિંગનો પણ ત્યાગ કર્યો અને એમ શરીર મમકારના અને શરીરાશ્રિત દ્રવ્યલિંગનો ત્યાગ કરીને ભગવત અહંતદેવોએ દર્શન-જ્ઞાન-ચારિત્રનું જ મોક્ષમાર્ગપણે ઉપાસન-સેવન - આરાધન કર્યું. આ જ એમ સૂચવે છે કે જેનું સ્વયં ભગવતુ અહદેવોએ ઉપાસન કર્યું, તે દર્શન-જ્ઞાન-ચારિત્ર જ મોક્ષમાર્ગ છે - નહિ કે દ્રવ્યલિંગ. જો દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ હોત, તો ભગવદ્ અહદેવો એનો શા માટે ત્યાગ કરત? માટે દેહાશ્રિત દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી જ. આ અંગે શ્રી પૂજ્યપાદસ્વામીજીએ તેમની લાક્ષણિક તત્ત્વતલસ્પર્શી શૈલીમાં સમાધિશતકમાં કહ્યું છે તેમ - “લિંગ એ દેહાશ્રિત દેષ્ટ છે, દેહ એ આત્માનો ભવ છે. તેથી આ લિંગમાં આગ્રહ કરનારાઓ ભવથી - સંસારથી મુક્ત થતા નથી” - મોક્ષ પામતા નથી.
કોઈ અમે લિંગથી તરશું, જૈન લિંગ વારુ. ઈ.” શ્રી યશોવિજયજી કૃત સા.ત્ર. ગાથા સ્તવન
સર્વ વિશુદ્ધ (જ્ઞાન