________________
સમયસાર : આત્મખ્યાતિ
મૂર્ત - રૂપી પગલદ્રવ્ય આહાર નથી, તેથી જ્ઞાન “આહારક' - આહાર કરનારું હોતું નથી, તો જ્ઞાનં નાહાર ભવતિ, એથી કરીને જ્ઞાનનો દેહ “આશંકનીય નથી – આશંકવા યોગ્ય નથી.
તાત્પર્ય કે – “પ્રાયોગિક' - પુરુષ પ્રયોગજન્ય વા “વૈગ્નસિક' - નૈસર્ગિક પરિણામજન્ય એવો કોઈ પણ તેવો ગુણ જ્ઞાનનો - આત્માનો છે નહિ, કે જેના સામર્થ્ય થકી જ્ઞાનથી - આત્માથી પરદ્રવ્ય પ્રહવાનું કે મૂકવાનું શક્ય બને. એટલે અમૂર્ત આત્મદ્રવ્યથી અનન્ય એવું અમૂર્ત જ્ઞાન મૂર્ત એવા પુદ્ગલ દ્રવ્યનો - પર દ્રવ્યનો આહાર કરે નહિ, એટલે જ્ઞાન “આહારક' - આહાર કરનાર છે નહિ અને પુદ્ગલમય આહાર હોય તો જ પુગલમય દેહનો સંભવ હોઈ શકે, એટલે આમ આત્માનો - જ્ઞાનનો આહાર છે નહિ એટલે આત્માનો - જ્ઞાનનો દેહ પણ આશંકવા યોગ્ય છે નહિ.
સર્વ
વિશુદ્ધ જ્ઞાન
૭૬૮