________________
સમયસાર : આત્મખ્યાતિ
કારણકે “નિયમસાર'માં કહ્યું છે તેમ - “સકલ” જલા મૂકીને, અનાગત (ભાવી) શુભ-અશુભનું વારણ કરી જે આત્માને ધ્યાવે છે, તેને પચ્ચખાણ – પ્રત્યાખ્યાન હોય છે. કેવલજ્ઞાન સ્વભાવ, કેવલ દર્શન સ્વભાવ, સુખમય, કેવલશક્તિ સ્વભાવ તે હું છું – ‘સોટું એમ જ્ઞાની ચિંતવે. શાન દર્શન લક્ષણ શાશ્વત આત્મા જ એક હારો છે, શેષ સર્વ સંયોગ લક્ષણ ભાવો મહારાથી બાહ્ય છે. (માટે) હું મમતા પરિવર્લ્ડ છું, નિર્મમતામાં ઉપસ્થિત છું, મ્હારું આલંબન આત્મા છે અને અવશેષ - બાકી બીજું બધું હું વોસરું છું - પરિત્યજું છું. નિશ્ચય કરીને આત્મા જ હારૂં જ્ઞાન છે, આત્મા હારૂં દર્શન અને ચારિત્ર છે, આત્મા જ મ્હારૂં પ્રત્યાખ્યાન છે, આત્મા જ હારો સંવર યોગ છે'; અને એવું પરમાર્થ - પ્રત્યાખ્યાન જે કરે છે તે આત્મા જ પોતે સાક્ષાત મૂર્તિમાનું પ્રત્યાખ્યાન બની આત્મામાં જ ચરનારો - રમણ કરનારો સાક્ષાતુ. ચારિત્રમૂર્તિ શુદ્ધોપયોગી શ્રમણ હોય છે, એટલે આ પ્રત્યાખ્યાનને “કલ્પ' - આચારવિધિ - ચારિત્ર પ્રકાર કહ્યો તે પણ યથાર્થ જ છે.
કારણકે એક અક્ષર પણ ચૂનાધિક નહિ એવી સંક્ષિપ્ત પરમ અદ્દભુત અલૌકિક પરમાર્થઘન સૂત્રાત્મક શૈલીના મહાન શિલ્પી “આત્મખ્યાતિ' સૂત્રકર્તાએ પણ સ્વયં આ વસ્તુ અતીવ ઉપયોગી જાણી અત્ર અતિ વિસ્તારથી વર્ણવી છે અને આત્માને સમસ્ત કર્મ પ્રકારથી વ્યાવૃત્ત કરી આત્મામાં જ આણવાને અર્થે આ કર્મસંન્યાસ ભાવનાનો પ્રત્યેકે પ્રત્યેક પ્રકાર પ્રસ્પષ્ટપણે અપૂર્વ ભાવથી નટાવતાં, તેના પ્રથમ અંગભૂત આ પ્રતિક્રમણ કલ્પ’ - પ્રતિક્રમણ સંબંધી જ્ઞાની પુરુષોએ કલ્પેલો આચાર વિધિ પ્રકાશ્યો છે અને પ્રતિક્રમણનો પરમાર્થ અર્થ અને ઈષ્ટ ઉદેશ પણ એ જ છે. “સ્વસ્થાનથી જે પ્રમાદના વશે કરીને પરસ્થાને ગયો હતો તેનું ત્યાં જ પુનઃ (પ્રતિ-પાછું) ક્રમણ - ગમન તે “પ્રતિક્રમણ કહેવાય છે.” પૌગલિક પરભાવ રૂપ મન-વચન-કાયાના યોગ એ ઉપયોગ રૂપ “સ્વસ્થાનથી' - આત્મસ્થાનથી પ્રશ્રુતિ રૂપ પ્રમાદ છે, એટલે મન-વચન-કાયાના શુભાશુભ યોગરૂપ સમસ્ત પ્રકારના પરસ્થાનથી પાછા વાળી - પ્રતિ’ - પાછું “ક્રમણ’ - ગમન કરી, તે જ ઉપયોગરૂપ “સ્વસ્થાનમાં - આત્મસ્થાનમાં “પ્રતિ’ - પાછું
મણ’ - ગમન કરવું તે પ્રતિક્રમણ.' અર્થાત પરભાવ - વિભાવમાંથી પાછા વળી સ્વભાવમાં પાછા આવવું એ જ “પ્રતિક્રમણ'નો ઈષ્ટ પરમાર્થ ઉદ્દેશ છે અને એવું પરમાર્થ પ્રતિક્રમણ જે કરે છે તે આત્મા જ પોતે સાક્ષાત મૂર્તિમાનું પ્રતિક્રમણ’ બની આત્મામાં જ ચરનારો - રમણ કરનારો સાક્ષાત્ ચારિત્રમૂર્તિ હોય છે, એટલે આ પ્રતિક્રમણને “કલ્પ- આચાર વિધિ - ચારિત્ર પ્રકાર કહ્યો તે પણ યથાર્થ જ છે.
કારણકે પરમ પરમાર્થ ગંભીર સૂત્ર શૈલીના અનન્ય પુરસ્કર્તા પરમ ભાવિતાત્મા “આત્મખ્યાતિ’ સૂત્રકર્તાએ આ વસ્તુ અત્યંત વિસ્તારથી વર્ણવી છે અને આત્માને સમસ્ત કર્તા ભાવ છોડાવી કેવળ દેષ્ટા-જ્ઞાતા ભાવમાં સ્થિર કરવાને અર્થે કર્મસંન્યાસ ભાવનાનો પ્રત્યેકે પ્રત્યેક પ્રકાર પ્રસ્પષ્ટપણે અપૂર્વ ભાવથી નટાવતાં, તેના દ્વિતીય અંગભૂત આ “આલોચના કલ્પ” - આલોચના સંબંધી જ્ઞાની પુરુષોએ
પાચારવિધિ પ્રકાશ્યો છે અને આલોચનાનો પરમાર્થ અર્થ અને ઈષ્ટ ઉદ્દેશ પણ એ જ છે. "मोत्तूण सवल जप्पमणागय सुहमसुहवारणं किया । अप्पाणं जो झायदि पचखाणं हवे तस्स ॥ केवलणाण सहावो केवलदंसणसहावसुहमइओ । केवलसत्तिसहक्दो सोहं इदि चिंतए णाणी ॥ एको मे सासओ अप्पा णाणदंसण लक्खक्णो । सेसा मे बाहिरा भावा सब्बे संजोग लक्खक्णा ॥ ममत्तिं परिवजामि णिम्ममत्तिमुवट्ठिदो । आलंबणं च मे आदा अवसेसं च वोसरे ॥ आदा खु मज्झ णाणे आदा मे सणे चरित्ते य । માતા પિતાને માતા સંવ નો ” - શ્રી કુંદકુંદાચાર્યજી પ્રણીત શ્રી “નિયમસાર” "स्वस्थानात्यत्सरस्थानं प्रमादस्य बशाद् गतः । तत्रैव क्रमणं भूयः प्रतिक्रमणमुच्यते ॥"
૭૩૦