________________
સર્વ વિશદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંક: સમયસાર ગાથા ૩૯૦ - ૪૦૪
न धर्मो ज्ञानमचेतनत्वात् ततो ज्ञानधर्मयो यतिरेकः । न कालो ज्ञानमचेतनत्वात् ततो ज्ञानकालयो व्यतिरेकः । नाकाशं ज्ञानमचेतनत्वात् ततो ज्ञानाकाशयो यतिरेकः । नाध्यवसानं ज्ञानमचेतनत्वात् ततो ज्ञानाध्यवसानयो यतिरेकः ।
इत्येवं ज्ञानस्य सर्वैरेव परद्रव्यैः सह व्यतिरेको निश्चयसाधितो भवति । अथ जीव एवैको ज्ञानं चेतनत्वात् ततो ज्ञानजीवयोरेवाळतिरेकः,
न च जीवस्य स्वयं ज्ञानत्वात्ततो य॑तिरेकः कश्चनापि शंकनीयः ।
एवं तु सति ज्ञानमेव सम्यग्दृष्टिः ज्ञानमेव संयमः, ज्ञानमेवांगपूर्वरूपं सूत्र, ज्ञानमेव धर्माधर्मों, ज्ञानमेव प्रव्रज्येति ज्ञानस्य जीवपर्यायैरपि सहाव्यतिरेको निश्चयसाधितो दृष्टव्यः ।
अथैवं सर्वद्रव्यव्यतिरेकेण सर्वदर्शनादिजीवस्वभावाव्यतिरेकेण वा अतिव्याप्तिमव्याप्तिं च परिहरमाणमनादिविभ्रममूलं धर्माधर्मरूपं परसमयमुदम्य स्वयमेव प्रव्रज्यारूपमापाद्य दर्शनज्ञानचारित्रस्थितित्वरूपं स्वसमयमवाप्य मोक्षमार्गमात्मन्येव परिणतं कृत्वा
समवाप्तसंपूर्णविज्ञानघनभावं हानोपादानशून्यं साक्षात्समयसारभूतं परमार्थरूपं शुद्धज्ञानमेकमेव स्थितं दृष्टव्यं ||३९०-४०४।।
આત્મખ્યાતિ ટીકાર્થ શ્રત જ્ઞાન નથી - અચેતનપણાને લીધે, તેથી જ્ઞાન-શ્રુતનો વ્યતિરેક (ભિન્નતા) છે, શબ્દ જ્ઞાન નથી - અચેતનપણાને લીધે, તેથી જ્ઞાન-શબ્દનો વ્યતિરેક છે, રૂપ જ્ઞાન નથી - અચેતનપણાને લીધે, તેથી જ્ઞાન-રૂપનો વ્યતિરેક છે, વર્ણ જ્ઞાન નથી - અચેતનપણાને લીધે, તેથી જ્ઞાન-વર્ણનો વ્યતિરેક છે, ગંધ જ્ઞાન નથી - અચેતનપણાને લીધે, તેથી જ્ઞાન-ગંધનો વ્યતિરેક છે, રસ જ્ઞાન નથી - અચેતનપણાને લીધે, તેથી જ્ઞાન-રસનો વ્યતિરેક છે, સ્પર્શ જ્ઞાન નથી - અચેતનપણાને લીધે, તેથી જ્ઞાન-સ્પર્શનો વ્યતિરેક છે, કર્મ જ્ઞાન નથી - અચેતનપણાને લીધે, તેથી જ્ઞાન-કર્મનો વ્યતિરેક છે, ધર્મ જ્ઞાન નથી - અચેતનપણાને લીધે, તેથી જ્ઞાન-ધર્મનો વ્યતિરેક છે, અધર્મ જ્ઞાન નથી - અચેતનપણાને લીધે, તેથી જ્ઞાન-અધર્મનો વ્યતિરેક છે, કાળ જ્ઞાન નથી - અચેતનપણાને લીધે, તેથી જ્ઞાન-કાળનો વ્યતિરેક છે, આકાશ જ્ઞાન નથી - અચેતનપણાને લીધે, તેથી જ્ઞાન-આકાશનો વ્યતિરેક છે, અધ્યવસાન જ્ઞાન નથી - અચેતનપણાને લીધે, તેથી જ્ઞાન-અધ્યવસાનનો વ્યતિરેક છે,
- એવા પ્રકારે એમ જ્ઞાનનો સર્વે જ પારદ્રવ્યો સાથે વ્યતિરેક નિશ્ચયસાધિત હોય છે. હવે - જીવ જ એક જ્ઞાન છે - ચેતનપણાને લીધે, તેથી જ્ઞાન-જીવનો જ અવ્યતિરેક છે અને જીવના સ્વયં જ્ઞાનપણાને લીધે તેનાથી (જ્ઞાનથી) વ્યતિરેક કોઈ પણ શંકાનીય નથી અને એમ સતે જ્ઞાન જ સમ્યગુ દૃષ્ટિ, જ્ઞાન જ સંયમ, જ્ઞાન જ અંગપૂર્વ રૂપ સૂત્ર, જ્ઞાન જ ધમધર્મ, જ્ઞાન જ પ્રવ્રજ્યા - એમ જ્ઞાનનો જીવ પર્યાયો સાથે પણ અવ્યતિરેક (અભિન્ન ભાવ) નિશ્ચયસાધિત દેવ્ય છે.
૭૫૭